પ્રકરણ 1.નિવૃત્તિની વ્યાખ્યા…

મોરારી બાપુ તે દિવસે પેંશનર મંડળમાં વ્યખ્યાન આપતા સમજાવી રહ્યાં હતા કે વૃત્તિની આગળ ‘પ્ર’ પૂર્વગ લાગે તેથી ભાર પુર્વક કામ કરો તેમ સુચવાય બીજી ભાષામાં વળતરની અપેક્ષાથી થતા કામને પ્રવૃત્તિ કહેવાય. જ્યારે વૃત્તિની આગળ ‘નિ’ પૂર્વગ લાગે ત્યારે નિષેધ એટલે નિવૃત્તિ.

લોકભોગ્ય ભાષામાં નિવૃત્તિ એટલે હવે કશું નહીં કરવાનુ..ના આ ભુલ ભરેલુ વિધાન છે.

કારણ ખાલી એકજ વસ્તુ નથી કરવાની અને તે અર્થ ઉપાર્જન. એટલે કે સવારે ઉઠીને ટ્રાફીકમાં સમય સાચવવા માટે સમય ન કાઢો તે છે નિવૃત્તિ..ખરુ જોઈએ તો આ તક છે જે આખી જિંદગી નહોંતુ કર્યુ તે સર્વે કરવાની..કદાચ ચાલીસ વર્ષ ખુબ કામ કર્યા પછી મળેલુ આ સૌથી લાંબુ વેકેશન છે.આ સોનેરી સમયને પસાર કરતા અને કરવાનો સુયોગ્ય આયોજન કરવા જરુરી ઘણી બધી વાતો હું અને મજમુદાર દાદા કરવાના છીયે. અહીં એ યાદ રહે કે મુખ્ય હેતૂ તમને સક્રિય રીતે સંતુલીત જીવન જીવો તે અંગે સૈધ્ધાંતિક અને મનો વૈજ્ઞાનીક વાતો અત્રે મુકી છે.

ચાલો ત્યારે શરુ કરીયે નવી તક નિવૃત્તિને માણવાની .. હા સાચુ કહું છુ. નિવૃત્તિ એ તક છે.. માનવાની કેમકે હવે તમારે બધી જ જ્વાબદારીમાંથી મુક્ત થઈ તમે જ્યાં રાજી રહેવા માંગો તે બધુ કરવાની તક તમને મળે છે.

One Response to “પ્રકરણ 1.નિવૃત્તિની વ્યાખ્યા…”

  1. Harsukh Thanki Says:

    નિવ્રૂત્તિની પ્રવૃત્તિ માટે તમે સરસ માધ્યમ શોધી લીધું છે.

Leave a Reply

You must be logged in to post a comment.