પ્રસ્તાવના / પૂર્વભુમિકા

 

પુ. હરેકૃષ્ણભાઈ મજમુદાર સાહેબ સાથે વર્લ્ડ ગુજરાતી કોફરંસમાં (2006) ત્રણ દિવસ રહેવાનુ થયુ તે સમય દરમ્યાન તેમનો નિવ-ત માણસોની તકલીફો અને તેના ઉપાયો માટે દસ વર્ષ સુધી તેમની મહેનત અને નિષ્ઠા વિશે ઘણી જ વાતો થઈ અને એવુ તારણ પણ આવ્યું કે તેમણે આદરેલો યજ્ઞ કોઈક ચાલુ રાખી શકે તેમ હોય તો તે કાર્ય તે કોઈકને સોંપવા માંગે છે. રવિવારે મારુ નિવૃત્તિની પ્રવૃત્તિનું પ્રવચન સાંભળી ને તેમને આનંદ થયો અને કહે તમે સારી રીતે તમારુ વક્યવ્ય રજુ કર્યું થોડોક વધારે સમય તમને મળ્યો હોત તો સીનીયર સીટીજનોને ઘણું જાણવા મળ્યુ હોત.

વે મારામાંનો લેખક મને ભાર પુર્વક કહેવા માંડયો તારી પાસે થીયરી છે અને હરે કૃષ્ણભાઈ અનુભવોનો ખજાનો તો કેમ તેમની સાથે રહી સંપૂર્ણ પુસ્તક તૈયાર ન કરાય ? છ મહિને એ વિચાર અમલમાં મુકવા મેં તેમને ફોન કર્યો ત્યારે કહે હું હોસ્પીટલમાં હતો ત્યારે મને આ વિચાર આવ્યો અને મેં મારા અનુભવો ની ટેપ તૈયાર કરવા માંડી હતી. આમ પણ કહે સોનામાં સુગંધ ભળીને નિવૃત્તિની પ્રવૃત્તિની સ્ક્રીપ્ટનો જન્મ થયો.

જન્મ, બાળ, અવસ્થા, યુવા જીવન ટીન સંતાનો સાથેનું પ્રોઢ જીવન અને વૃધ્ધાવસ્થા એ દરેક અવસ્થા નાં પ્રશ્ર્નો અને ઉત્તરો જુદા જુદા હોય છે અને તેથી જ આપણી પુર્વ સંસ્કૃતિએ ચાર વર્ણ અને તે ચારે વર્ણ ની વાતો જુદી જુદી રીતે કહી છે આ પુસ્તક એજ વાતોનાં આધારે આજની જીવનશૈલી કેવી રીતે જીવવીની વાતો કરશે. આશા છે કે તમને ગમશે. 

૧૯૪૬થી ૧૯૬૪ની વચ્ચે જન્મેલા દરેક ધીમે ધીમે તેમના નિવૃત્તિકાળ તરફ આગળ વધી રહ્યાં છે. જે બીજી ભાષામાં કહીયે તો દર સેકંડે એક તેમની નિવૃત્તિ વય ૬૦ વર્ષ તરફ ધપી રહ્યાં છે. તેમાના તમે એક છો કે હશો તેથી આ પુસ્તક તમારા હાથમાં છે અને હું પુરા મનથી કહીશ કે આ પુસ્તક વાંચ્યા પછી તમને નિવૃત્તિ પછીની પ્રવૃત્તિઓ વિશે ઘણું જાણવા મળશે. આ વાત આટલા આત્મ વિશ્વાસ સાથે એટલા માટે કહું છું કે મેં મારી આખી જિંદગી ધનાઢ્ય અને નિવૃત્ત માણસો માટે અને સાથે કામ કર્યુ છે તેથી તેમના અનુભવોની ઘણી વાતો મને ખબર છે. અને તે અનુભવોને આધારે કેટલાક નિદાનો નો નિચોડ જે આ પુસ્તક સ્વરુપે તમને આપવા મથુ છુ ફક્ત એજ કારણે કે પૈંડુ એક વાર શોધાઇ ગયા પછી કંઈ તેને વારં વાર જાતે અનુભવો કરીને શોધવાનિઇ જરુરત નથી હોતી પરંતુ તે પૈંડાનો ઉપયોગ કરીને ઝડપે આગળ વધવાની તક મળતી હોય તો તે લેવાની વાતો કરવી તે બુધ્ધીમાની છે.

અમારા ચંદુકાકા એમ માનતા હતા કે મારા મા બાપ ૬૦થી ૬૫માં જતા રહ્યાં તો હું પણ કેટલું જીવવાનો? ૭૦ કે બહુ બહુ તો ૭૫.. મારે મારા છોકરાનાં ઓશિયાળા નથી થવુ ચંદુ કાકા આજે ૮૯ વર્ષે પણ જીવે છે. સરકારી પેન્શન છે અને તેથી નાણાકીય તકલીફો નથી પરંતુ ૫૮ વર્ષથી મળેલી નિવૃત્તિનો તબક્કો જે તેમેના મતે ૧૫ વર્ષનો હતો તે વધીને ૩૦ ઉપર થઈ ગયો..જીવન તો હજી આગળ વધે છે.. આજે નિવૃત્ત થનારા માનસને માતે આ તબક્કો કદાચ ૩૦ કરતા પણ વધુ લાંબો થઈ શકે છે…૨૦૦૮માં અંદાજે આયુ મર્યાદા ૧૧૦થી ૧૨૦ની અંકાય છે તેનો મતલબ એવો થયો કે તમે પેઢી નહીં પણ પેઢી જોઈ શકો તે નિઃશંક વાત છે. આ જનીન વિજ્ઞાનની અને તબીબીકીય વિજ્ઞાનની માનવને ભેટ છે.

હું જ્યારે આ વાત કરુ છુ ત્યારે ઘણા મારા મિત્રો મને કહે છે કે તારી વાત ઘણી વિચારવા જેવી છે જો કે હું તો એવુ માનુ છું કે આ વાત પાણીનો પ્યાલો અર્ધો ભરેલો અને અર્ધો ખાલી જેવી છે લાંબુ આયુષ્ય દરેક્ને આશિર્વાદ સમ છે પણ તે લાંબુ આયુષ્ય સાજા અને નરવા રહીને જીવવુ એ એક પડકાર પણ છે. અત્રે એક પ્રશ્ન જરૂર ઊઠશે ને તે જે બચતો તમે ૧૫ વર્ષ ચાલે તેટલી કરી હતી તે બચતો ૩૦ કે ૪૫ વર્ષ ચાલે તેટલી હોવી જોઈએ તો કદાચ જ્યારે ખરેખર હાથ પગ ચાલવાના કઠીન થશે ત્યારે જ કદાચ પૈસા ન હોય તેવું પણ બને. જો કે આ પ્રશ્ન ઉપરાંત નિવૃત્ત જીવનનાં ઘણાં બધાં પાસાં વિચારવાના છે.

હું અને હરેકૃષ્ણભાઈ મજમુદાર આ પુસ્તકમાં જુદી જુદી રીતે તમને.. હા “તમને ધ્યાનમાં રાખી ને ઘણી બધી વાતો કરવાના છીયે. અહીં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને તે અમે કહેલીતમારે યોગ્ય” દરેક વસ્તુ તમારી નિવૃત્ત જીવનને પ્રવૃત્તિ મય કરી દેશે પરંતુ “તમારી જિંદગી” માં તમારી પોતાની પણ મર્યાદા હોઇ શકે જેમ કે શરીર થી તમે “નબળાં હો તો થાક લાગે તેથી વધુ કસરત કરવાની બાબતે કાળજી વર્તવી જોઈએ. ટુંકમાં હંસની જેમ ગુણગ્રાહી બનજો ને જે વાતો “તમને લાગુ પડે તેને જેમ હંસ દુધ ને પાણીનાં સંમિશ્રણમાંથી દુધ પી લે છે અને પાણી ત્યજી દે છે તેમ નીર અને ક્ષીરનાં વિવેકને વર્તજો.

હા તમને હક્ક છે તમે ચાહો તે રીતે નિવૃત્ત જીવન જીવી શકો. ભુલ કરી પસ્તાઈ પણ શકો પરંતુ બીજાની ભુલથી શીખી ધારેલ ધ્યેય પર પહોંચવુ તે બુધ્ધિમાની છે તેવુ સૌ માને છે અને તેથી આ તબક્કે થોડું વ્યવહારીક જ્ઞાન અમે બંને લેખકો વહેંચવા બેઠા છીયે. હું ૫૭ અને હરેકૃષ્ણ ભાઈ  ૮૮ની ઉંમરે આ પુસ્તક લખીયે છે.

હરેકૃષ્ણભાઈ માને છે તેમ જ્યારે નિવૃત્તિનાં તબક્કામાં દાખલ થઈયે છે ત્યારે મોટાભાગનાં લોકો એમ માને છે કે તેમને જીવનનાં આ તબક્કાની પણ ખબર છે. મારા બાપા જેમ જીવી ગયા તેમ અમે પણ જીવી જઈશું..શાસ્ત્રોએ કહ્યું છે કે જીવન નો દરેક તબક્કો અલગ છે અને દરેકની કહાણી ચંદ્રની કળા વિકળાની જેમ અલગ છે.હા શારીરીક રીતે ૫૦ પછી આપણે ગળતા જઈએ કે નાના બાળક બનતા જઈએ છે. તકલીફ કારક બાબત ફક્ત એ જ છે કે મન કે મગજ કદી સ્વિકારતુ નથી કે તે નાનુ થઇ રહ્યું છે.

 

 

 

 

અમારો પ્રયત્ન આ પુસ્તક દ્વારા ફક્ત એટલો જ છે કે “તમે” તમારી જિંદગીની દડમજલ તક્લીફો રહિત વિતાવો.. આ કરવા માટે જે લોકો અમારા નિરીક્ષણ વ્યાસમાં છે તેમણે કરેલી નિવૃત્ત જીવનની સજા અને મજામી વાતો કરી તમે તમારી નિવૃત્તિને મજાથી માણી શકો અને સજાથી પર રહી શકો.

1 Comment Add your own

  • 1. arvindadalja  |  July 6, 2009 at 5:37 pm

    આપની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. નિવૃતિ માને પ્રવૃતિનું પરિવર્તન્ વર્ષો થયા કરેલી એકની એક પ્રવ્રતિ મહદ અંશે આર્થિક ઉપાર્જન માટે થતી હોય છે. હવે તેમાંથી નિવૃતિ મળતા વ્યક્તિએ પોતાના શોખની પ્રવ્રતિ હાથ ધરવી જોઈએ. અરેૢ નવી નવી પ્રવ્રુતિમાં રસ કેળવી અને માહેર પણ બની શકાય્ હું 60 ની ઉમરે રાંધતા શીખ્યો છું અને આજે તમામ જાતની રસોઈ બનાવી આનંદથી માત્ર જમતો જ નથી પણ અન્યોને પણ પ્રેમથી જમાડું છું. ઉપરાંત 65 ની ઉમરે કોમ્પ્યુટર શીખ્યો ટાઈપ શીખ્યો અને હવે 70ની ઉમરે ગુજરાતી ટાઈપ શીખી મારો પોતાનો બ્લોગ બનાવી લખતો પણ થયો. મારાં વિચારો મારાં બ્લોગ ઉપર મૂકું છું અને આનદથી નિવૃતિ માણી રહ્યો છુ. આપ મારા બ્લોગની મુલાકાત આપની અનૂકુળતાએ જરૂર લેશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો તો મને પ્રોત્સાહન મળશે ! મારાં બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com આભાર.

Leave a Comment

You must be logged in to post a comment.

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed