Archive for September 18th, 2008
પુણ્ય પરવાર્યું નથી તે આનું નામ.આ સાચો સરસ્વતીનો ભક્ત – ભલે મુસ્લીમ હોય.
કરવા જેવું અનોખું કામ
દિવસે દિવસે લોકોમાં વાચનવૃત્તિ ઘટતી જાયછે. જે લોકો વાંચે છે તે વધુ વાંચવા પ્રેરાય,આજની આવી પરિસ્થિતિમાં પણ જેઓ નથી વાંચતા તેઓ પણ વાંચતા થાય તે માતે દાહોદના રહેવાસી “આબિદભાઇ કરીમભાઇ ખાનજી” છેલ્લાં29 વર્ષથી એકલા હાથે કોશિશ કરી રહ્યા છે. જેનું સારું પરિણામ ધીરે ધીરે નજરે પડી રહ્યું છે. તેઓએ આ સેવાકાર્યની શરૂઆત ‘અખંડાઅનંદ’ માસિકથી કરેલી “ભણો અને ભણાવો ,વાંચો અને વંચાવો”ને જીવનમંત્ર બનાવી, દર માસે તેમને મળતા ‘અખંડ આનંદ’ના દરેક અંકને, પ્રથમ ચારે બાજુ ટ્રાંસપેરેંટ સેલ્ફ એડહેસિવ ટેપ લગાવી દે છે. જેથી તેની આવરદા વધી જાય,સાથે સાથે જોવામાં આકર્ષક પણ લાગે,પછી તેમાં પીરસાયેલા સાહિત્યને વાંચતાજાય છે. સાથે સાથે ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા લોકો પણ વાંચવા પ્રેરાય એવાં ભાગોને લાલ શાહીવાળી પેનથી ચોકઠું (ચોરસ) બનાવી વાંચવા માટે અન્યને આપે છે. એક પાસેથી વંચાઇને આવે એટલે બીજાને ,ત્રીજાને એમ વાંચવા આપતા રહે છે . છેલ્લે દાહોદમાં,ગુજરાતમાં, ભારત બહાર પણ વાંચીને વંચાવતા રહેવાની અપીલ સાથે ભેટ મોકલી આપે છે. આમ તેમના હાથનો સ્પર્શ પામેલ આ અંકો ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી, ડિસ્પેચ કલાર્કથી ડૉકટર સુધી, પટાવાળાથી માંડીને આઇ.આઇ.એમના પ્રોફેસર ધોળકિયા જેવા મહાનુભાવો સુધ્ધાં વાંચી ચૂક્યા છે.
તા. 01/01/80થી અત્યાર સુધીમાં તેમની મહેનતથી ‘અખંડાઅનંદ’ ના 350′ચિત્રલેખા’ સાપ્તાહિકના 786, ‘ અભિયાન’ 396 અને ‘નવનીત-સમર્પણ’ના 72 અંકોને ઉપર જણાવેલ “માવજત” મળી છે.ઉપરાંત કોઇ-સગા-સંબંધી ઓળખીતાઓને ત્યાં શુભ-પ્રસંગ આવે ત્યારે તેમને જીવન ઉપયોગી પુસ્તકો ખરીદી લાવી,ઉપરોક્ત ‘માવજત’ આપી, ભેટ આપે છે.સાથે તેમના બને તેટલા વધુ લોકોને વાંચતા રહેવાની તસ્દી લેતા રહેવાની વિનંતિપણ કરતા રહે છે.
તા. 03/10/1978 થી તા. 02/08/1990સુધીનાં ‘મુમ્બઇ સમાચાર’ દૈનિકનાં તા. 15/03/1991 થી તા.31/08/1993સુધી,’સંદેશ’ દૈનિકનાં,
તા. 01/01/1994 થી 22/01/2002 સુધી,’ગુજરાત સમાચાર’ દૈનિકનાં
અનેતા.01/04/2004થી ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકનાં બધાં પાનાં સાથે રાખી, તેમની સાઇડમાં સિલાઇ લગાવી, વાંચીને, ખાસ વાંચવા યોગ્ય લખાણોને લાલ શાહીથી અંકિત કરી, રોજ તેમના પડોશી દુકાનદારો અને તેમને ત્યાં આવતા ગ્રાહકો અને મુલાકાતીઓ માટે આ દૈનિકોનું વાચન સુલભ કરાવી ચૂક્યા છે. અને સુલભ કરાવી રહ્યા છે.
વધુમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર-અમદાવાદ દ્વારા આબિદભાઇના જન્મવર્ષ—1951માં પુનઃપ્રકાશિત ‘આર્યભિષક—સુબોધવૈદક’ નામનો દળદાર ગ્રંથ જર્જરિત હાલતમાં 1997માં એક મિત્ર પાસેથી તેમને ભેટ મળ્યો હતો.તેની ફાટી ગયેલી સંપૂર્ણ અનુક્રમણિકા ફરીથી બનાવડાવી, આ ગ્રંથને બાઇંડિંગ કરાવી, તેનાં બચી ગયેલાં બધાં જ 782+15=797 પૃષ્ઠો પર ત્રણે બાજુ પારદર્શક સેલોટેપ લગાવી દીધી છે. જેને બિમારી થતાં પહેલાં જ અટકાવવાના ઇચ્ચુકો વાંચવા લઇ જઇ રહ્યા છે.
આટ્લેથી ન અટકતાં આબિદભાઇએ તા. 21/07/2006ના રોજ દાહોદ નગરસેવા સદનના ગુમાસ્તાધારા અધિકારીને એક અરજી આપી. તેઓ આ સેવાકાર્યનું ફલક વિસ્તારી શકે તે માટે, તેમની દુકાન, અઠવાડિક રજા-રવિવારના રોજ ફકત વાંચન અને લેખનકાર્ય કરવા માટે ખોલવા દેવાની પરવાનગી આપવાની વિનંતી કરી છે.
આબિદભાઇ આર્થિક રીતે ઘણા સધ્ધર છે,એવું કોઇ રખે માનતા! તેઓએ સિલાઇકામની ટાંચી આવકમાંથી ખર્ચમાં કાપ મૂકી, ‘ભણો અને ભણાવો, વાંચો અને વંચાવો’ ઉક્તિને સાર્થક કરી બતાવી છે.
કે.આર.પરમાર/બી-22, પંકજ સોસાયટી,દાહોદ 389151
”અખંડઆનંદ/સપ્ટેમ્બર08″
1 comment September 18, 2008