જિંદગી અને તમે -E mail Courtsey Bharat Desai

September 26, 2008

 
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન–
આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધાજ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી.

તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે:
 
[1]જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર– ભગવાનને માટે– એવું અવશ્ય લખવું. એક વખત આબૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે,  હા! મારા સમયે, તમારા સમયે નહીં!
 
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
 
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
 
[4]તમારા શેઠ કેસાહેબતમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જેસાવબેકારહોય.
 
[5]તમારો એકાદરવિવાર કે રજા ખરાબ જાય તો દુથવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવારરજાનો દિવસ જ ન હોય.
 
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કેલકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
 
[7]તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય.  એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
 
[8] કોઈ તમારી સાથે ખૂબજ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તો પણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી!
 
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કેજે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.:

અનેછેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશજ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણસુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એજ લિ,
ભગવાનનીઆશિષ.

Entry Filed under: email, પ્રેરણાદાયી લેખ્. .


Email

Blog Stats

Recent Posts

Recent Comments

anilshah19 on वाह क्या scene है !- લેખક-અશોક…
anilshah19 on પત્ર-અમેરિકન સ્નેહીને જે હાલમા…
manharmody on મનનું સમાધાન
pravinash1 on 3 stupid stages of life………..em…
Krishnakumar on Color test . . . Not so Easy -…

Top Posts

Top Clicks

 

September 2008
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Categories

2

મારી અન્ય સાઈટ

મારી મુખ્ય સાઈટ

Archives

Spam Blocked

Meta