Archive for October 23rd, 2008

આરોગ્ય વર્ધક પીસ્તા-બીના ત્રિવેદી

રોજીંદા આહારમાંથી  પણ ના મળતાં પોષક તત્ત્વો  પીસ્તામાં રહેલા છે. તેને જો યોગ્ય રીતે રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી તાજાં રહે છે.

આ પીસ્તામાં સેચ્યુરેટેડ-ફેટ ઓછી છે. તે કોલસ્ટરોલ મુક્ત છે અને ઓલીવ ઓઈલમાંથી મળતી હૃદયને હિતકારી એવી મોનો અનસેચ્યુરેટેડ ફેટ ધરાવે છે. સંશોધનો દર્શાવે છે કે મધ્યમ પ્રકારનું નિયંત્રિત ડાયેટ લેનારાં જો તેમનાં આહારમાં પીસ્તાનો સમાવેશ કરે તો તેઓ તેમનું સ્વાસ્થ્ય સારી રીતે સાચવી શકે છે. સારું પોષણ અને સારો સ્વાદ ધરાવતાં આ પીસ્તા નાસ્તા તરીકે વાનગીમાં સ્વાદ ઉમેરવા, શોભા વધારવા અને શક્તિ આપવામાં ખૂબ ઉપયોગી છે. જોકે એક વાતનું ધ્યાન રાખવું જરૃરી છે કે વિવિધ પ્રકારનો આહાર યોગ્ય પ્રમાણમાં ખાવામાં આવે તો જ સ્વાસ્થ્યને સારું રાખી શકાય છે. સાથે કસરત કરવાથી ઘણો ફાયદો થાય છે.

*           ત્રીસ ગ્રામ જેટલાં પીસ્તામાં સુડતાલીસ નંગ હોય છે. આટલાં વજનમાં આટલી  સંખ્યા બીજા કોઈ સૂકા મેવામાં જોવાં મળતી નથી. ત્રીસ ગ્રામ પીસ્તાનો એક સમયનો નાસ્તો  ખાઈ શકાય.

*           પીસ્તામાં આટલાં પ્રમાણમાંથી અડધા કપ જેટલી  બ્રોકોલી કે પાલખ કરતાં પણ વધુ રેસા મળે છે.

*           પીસ્તામાં રહેલું ફાઈટોસ્ટરોલનામનું તત્વ રક્તમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે અને કેટલાક પ્રકારનાં કેન્સરથી રક્ષણ આપે છે.

*           અડધો કપ ભાતમાં રહેલું થિયામીન પીસ્તાનાં એક આહારમાંથી મળી રહે છે.

*           સો ગ્રામ ડુક્કરનાં માંસ કે મરઘીનાં માંસમાંથી મળતું વિટામિન બી-૬ ત્રીસ ગ્રામ પીસ્તામાંથી મળી રહે છે.

*           મોટી સાઈઝનાં અડધા કેળામાં રહેલું પોટેશ્યમ પીસ્તાનાં એક આહારમાંથી મળી રહે છે.

શાકાહારી ખોરાકમાં પીસ્તા ઉચ્ચ કક્ષાનું પ્રોટીન સારી માત્રામાં ધરાવે છે. તેમાં રહેલું ‘અર્જનાઈનનામનું એમીનો-એસીડ રક્તપ્રવાહને ઉત્તેજન આપે છે અને ધમનીઓને સ્થિતિ સ્થાપક રાખવામાં મદદ કરે છે. આથી પીસ્તાને ખાવા માટે હાથવગા રાખો અને જ્યારે નાસ્તો કરવાની ઈચ્છા થાય ત્યારે તેનો ઉપયોગ કરો.

 Courtsey:  http://binatrivedi.wordpress.com/

 

 

 

 

 

 

 

 

Add comment October 23, 2008


Email

Blog Stats

Recent Posts

Recent Comments

pravinash1 on वाह क्या scene है !- લેખક-અશોક…
pravinash1 on મનનું સમાધાન
vijayshah on वाह क्या scene है !- લેખક-અશોક…
anilshah19 on वाह क्या scene है !- લેખક-અશોક…
anilshah19 on પત્ર-અમેરિકન સ્નેહીને જે હાલમા…

Top Posts

Top Clicks

 

October 2008
M T W T F S S
« Sep   Nov »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Categories

2

મારી અન્ય સાઈટ

મારી મુખ્ય સાઈટ

Archives

Spam Blocked

Meta