તમને ઈર્ષ્યા થાય એવું મારી પાસે કંઈ નથી -સૌરભ શાહ
July 17, 2009
પાંસઠ પછી વિરક્તાશ્રમ શરૂ થાય છે… આ એક એવી અવસ્થા છે જ્યારે કોઈક છીનવી લે તે પહેલાં જ છોડી દેવામાં વધારે મઝા આવવાની છે. આસક્તિના ગાળામાં એકઠું કરેલું બધું જ એક પછી એક છોડી દેવાનો, સામે ચાલીને ત્યજી દેવાનો મનને ફરી એક વાર હળવું બનાવી દેવાનો સમયગાળો છે. કબીરવાળી સફેદ ચાદરને ફરી જેવી હતી તેવી કરીને પાછી સોંપી દેવાનો ગાળો છે. વિરક્તાશ્રમના છેલ્લા તબક્કા પર પહોંચી ગયા પછી માણસમાં દુનિયા માટે વિરક્તિનો તીવ્ર ભાવ રમતો રહે છે : તમને ઈર્ષ્યા આવે એવું મારી પાસે કંઈ નથી, એટલે હું તમારા કરતાં વધુ સુખી છું.
-સૌરભ શાહ
“http://saurabh-shah.com/2009/07/14/tamane-maari-irshya-thay/“
Entry Filed under: Uncategorized. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed