પત્ર-અમેરિકન સ્નેહીને જે હાલમાં જ અમેરિકા સ્થિર થવા ગયા છે-જયરાજ શાહ
October 23, 2009

મુ.પરમ આદરણીય શ્રી.અમીતકુમાર,
ચિ.અ.સૌ બહેન સુનયના
ચિ.વ્હાલી દિપાલી અને રૂપાલી..
અમદાવાદથી રાજના જયશ્રીક્રુષ્ણ..
આપ સર્વે કુશળ હશો.અમો અહીં ખુશી મઝામાં છીએ.
તમો ત્યાંના વાતાવરણથી-રહેણીકરણીથી તથા રીત-રીવાજોથી ટેવાતા જતા હશો.જોકે નવા વાતાવરણમાં set થતાં તો વાર લાગશે જ..પણ તમારા બન્નેનો સ્વભાવ પ્રવાહી હોવાથી દરેક પરિસ્થિતીને સાનુકૂળ બનાવી શકો તેમ છો. અત્યારે તમોને રાજકોટનો સ્વાનુભવ વિશેષ કામમાં લાગશે કારણકે તમો પ્રતિકુળ પરિસ્થિતીને પણ ખૂબ જ સહજતાથી પચાવી શકો છો..અને તેને અનુરૂપ જીવન ઢાળી શકો છો..જે ખુબી તમોએ રાજકોટમાં વિકસાવી છે તે ખરેખરનો અનુભવ અત્યારે કામ લાગશે તેમ હું માનું છુ.
એટલું ચોક્કસ માનજો કે કસોટી સોનાની થાય છે.કથીરની નહીં અને સોનું જેટલું તપીને તૈયાર થાય છે…ટીપાઈને ઘડાય છે..તેટલો જ તેનો ચળકાટ વધુ ઉપસી આવે છે…અને આ આકરી કસોટી -પરીક્ષા પછી જ સોનાની કીંમત પરખાય છે.માટે જ ધીરજ અને સમત્વથી દરેક પરિસ્થીતીને મુલવવી એજ સાચા માણસની નિશાની છે. …રાત પછી દિવસ આવે જ છે તે ચોક્કસ વિશ્વાસ રાખજો.કુવામાં નાંખેલો રેંટ ખાલી નીચે જાય છે પણ ભરાઈને જ ઉપર આવે છે…માટે નિરાશ ના થતાં.. સમય-સંજોગોને માન આપી ધીરજથી –કુનેહથી રસ્તો કાઢવો એ જ ડાહયા માણસની નિશાની છે…માટે સહેજ પણ નિરાશ થયા વગર પરમક્રુપાળુ પરમાત્માની ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી-કર્મના બદલાની અપેક્ષા વગર કર્મ કર્યે જવું એ જ આપણી ફરજ બને છે.
આ બધું લખવાનું એક જ પ્રયોજન છે કે વિદેશ જતાં અગાઉ જે આશા-આકાંક્ષાઓના મહેલ ચણેલા હોય છે એ બધા સપનાં..તે વિદેશની..અમેરિકાની ઘરતી પર પગ મુંકતાંજ ડગલે અને પગલે કડડભુંસ થતાં હોય થતાં હોય તો તેવું લાગે છે..પરંતુ હિંમત હાર્યા વિના પુરતી ધીરજથી રાત્રી પસાર થવાદો તો ઝળહળતી દેદીપ્યમાન સવાર પડવાની જ છે..તેવો ભરોસો રાખી ધર્મક્ષેત્રે-કુરુક્ષેત્રે યુદ્ધ લડતાં રહેવું… વિજય..શ્રીમાળા લઈને તમારી રાહ જોતો ઊભો જ છે. ……કહેવત છે ને કે દરેક કાળા વાદળ પાછળ સોનેરી ઝાંય છુપાયેલી જ હોય છે.કાળા વાદળ હઠવા જેટલી ધીરજ અને શ્રદ્ધા તો હોવી જોઈએ અને તેના ફળ એટલા મીંઠા અને મધુરાં હોય છે..જે માણવા જેટલી સક્ષમતા કેળવવી તે જ આપણી ફરજ અને ધર્મ છે..
માફ કરજો..નાને મોંએ આપશ્રીને ઘણી લાંબી વાતો કરી. હું નથી માનતો કે હું એના માટે સમર્થ છું કે કેમ ? પરંતુ મારી નૈતીક ફરજ બને છે..ધર્મ છે કે હું મારાથી શક્ય તેટલી મલમપટ્ટી લગાવવા પ્રયત્ન કરું.. ! … અમીતકુમાર , પત્ર ખુબ જ ઉતાવળમાં લખ્યો છે..એટલે ક્યાંક ભુલ થઈ ગઈ હોય તો સુધારીને વાંચશોજી.ક્યાંક ગુનો કર્યો હોય તેમ લાગતું હોય તો દરગુજર કરશોજી.
ચિ.પ્રિયવદન,અ.સૌ.પ્રાપ્તી તથા બાળકોને પણ મારા લાડ દુલાર..
એજ લી. રાજ ના વંદન .
……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………..
Entry Filed under: email, પ્રેરણાદાયી લેખ્. .
1.
anilshah19 | October 23, 2009 at 4:35 pm
A great inspiring letter.! …. Jayrajbhai…Please keep it up !.
Anil shah ( Astrologer / USA )
http://www.anilastro.com
http://www.anilshah19.wordpress.com
404-751-6832