શતાયુ થવાનાં કીમિયા (૫)
December 25, 2011 at 4:58 pm Leave a comment
કીમિયો ૫ સુવિચારોને વાગોળો.. પચાવો અને તે રીતે જીવતા શીખો. આ સુવિચારો અનુભવોનું નિતારણ છે. ( સંકલન) વર્તમાન પત્રોમાં આ સુવિચારો રોજનો એક જ આવેછે કારણ કે તેની સુવાસ આખા દિવસ સુધી રહે છે. તેથી જ આ સંકલન દિવસનું એક સુવાક્ય વાંચવું અને વાગોળવુ.
- નજરમાં અમિ તેને દુનિયા ગમી. જીભમાં અમિ તેને દુનિયા નમી.જેની સમજ્માં અમિ તેને સુખની શું કમી?
- ભાગીયાને કહે ચાલો તેને ત્યાં લક્ષ્મી આવે અને ભાગીયાને જે કહે જાવ તેને ઘરેથી લક્ષ્મી પણ જાય.
- ભુલોથી અનુભવ વધે. અનુભવ વધતા ભુલો ઘટે
- પ્રભુ એ ” સ્પેર વ્હીલ” નહીં “સ્ટીયેરીંગ વ્હીલ” છે
- તમે જેને અને જે તમને સંભાળે છે તેમને જણાવો કે તમે તેમની દરકાર કરો છો.
- ગુસ્સામાં લખેલો કાગળ ૨૪ કલાક પછી ફરી વાંચવો અને તેને મોકલતા પહેલા ફરી લખવો
- નુકસાની ઘટાડવા કરેલા દરેક પ્રયત્નો સ્તુત્ય હોય છે જેમ નફો વધારવા કરેલા પ્રયત્નો પણ સ્તુત્ય હોય છે
- આપદા ઠેલવી નહીં તેને તો યુધ્ધનાં ધોરણે ફેડવી રહી.
- अहंमे से “अ” नीकलेगा तो हम रहेगा.
- “હાય” “હાય” કરવાને બદલે “હોય” “હોય” કરો તો ઉંચો રક્ત દબાવ અને હ્રદયરોગ કદી ના થાય. .
- માપ વિનાની અપેક્ષાઓ તે અનંત દુઃખની ખાણ મોટી.
- ભક્તિ તે શબ્દો વિનાની પ્રભુ સાથે કરાતી વાતો અને પ્રાર્થનાઓ છે.
- જે સ્પર્ધામાં ઉતરતા નથી તેમને કદી ખબર નથી પડતી કે હારવાનું દુઃખ અને જીતની ખુશી શું છે. .
- એક માણસને જ વારંવાર કહેવુ પડે છે કે તુ માણસ થા. કારણ તે માણસ સિવાય અન્ય પ્રાણી સ્વરુપે જ રહેતો હોય છે.
- आसक्ति जो आ शकती है वो जा भी शकती है.
- હાસ્ય એ ચેપી હોય છે તે સામે વાળાને પણ હસવા પ્રેરે છે..
- વાત કહેવાની પધ્ધતિ પર જ ઘણા યુધ્ધો લઢાયા છે અને રોકાયા છે કે જીતાયા છે.
- નિરાશાનાં કાળા ડીબાંગ વાદળોમાં છુપાયેલ આશાની કીનારી શોધવી તેનું નામ હકારત્મક વલણ.
- નેપોલીયન જાણતો હતો કે અશક્ય શબ્દ એ કાયરોનું કામ ન કરવાનું બહાનુ હતુ. ચંદ્ર આરોહણ પણ એક વખતે તો અશક્ય જ હતુને ?
- ક્રિયા કરો પ્રતિક્રિયા નહીં ( act do not react.)
- પ્રોત્સાહન ચેપી છે. આપે તેને અને પામે તેને બંનેને પ્રોત્સાહીત કરે છે.
- વખાણ જાહેરમાં કરો અને ટીકા અંગત રીતે.
- સમય હંમેશા તમારી મૂડી બને ત્યારે જ જ્યારે તમે સમયથી આગળ હો.
- ઘણા બાળકોમાં ભગવાન જુએ.ને કેટલાક ભગવાનને બાળક સમજે
- કામ કરનારાથી જ ભૂલ થાય. કશુંય કામ ન કરનાર કદી ભુલો કરતો નથી.
- ઉપકાર કરીને ભુલી જાવ પણ ઉપકૃત થઇને કદી તે ઉપકારીને ન ભુલાય
- પ્રેમમાં ભીંજાવાય. વહી ન જવાય
- પ્રેમ તો આપ્યા જ કરે. માંગે તે તો ફક્ત વહેવાર .
- માફી માંગે તેના કરતા માફ કરે તે વધુ બળીયો.
- મિત્રો બનાવવા તેમનું કંઇક સારુ શોધો અને તેમને કહો.દુશ્મન બનાવવા તેમનુ ખરાબ બીજાને કહો
- અજ્ઞાન ન બોલીને છુપાવી શકાય. બોલીને જાહેર ના કરાય.
- સફળતા સદાયે વહેતી રહેતી હોય છે.વહેતા જળની જેમ.તરસ છીપાય પણ તેના ઘડા ન ભરાય.
- દુ:ખનાં દિવસો વર્ષો લાગે સુખનાં વર્ષો દિવસો.
- લાગણી અને બુધ્ધિ બે શોક્યો છે સાથે રહે અને કાં તારે કાં ડુબાડે.
- જ્યાં વ્યવહાર કરતા વધુ લાભ દેખાય ત્યાં છળ હોવાનું જ.લક્ષ્મણ ને ખબર હતી કે સ્વર્ણ મૃગ ન હોય તેથી તો લક્ષ્મણ રેખા દોરી હતી.
- પુછવામાં શરમાયો તે ધ્યેય પર પહોંચવામાં હંમેશા મોડો પડવાનો આ વાત રોજ બરોજ ના જીવનમાં અને મોક્ષ પામવામાં પણ સાચી છે.
- એક કાર્ય શરુ કરતા ઘણો સમય જાય પણ તે અનેક વાર કરવાથી તેટલો સમય ન લાગે તેનું કારણ તે કાર્ય અઘરુ નથી વરંવાર કરવાથી આવડત વધી છે.
- શુન્ય હરદમ શુન્ય જ રહે છે પણ જેવો કોઇ અંક આગળ લાગે તે દસ ગણોવધે છે. તેવુંજ પ્રભુનું નામ આપણા મનમાં આવતા આપણી પણ હિંમત દસ ગણી વધે છે
- તમે જેમ વધુ ઉપર ચઢો તેમ તમને વધુ દેખાય અને વધુને તમે પણ દેખાવ
- વિકાસ માટે વધુ મેળવવાનો તલસાટ જોઇએ અને શાંતિ મેળવવા સંતોષનો ઓડકાર
- નિશાન ચુક માફ, નહીં માફ નીચું નિશાન
- ઇશ્વરને ગમ્યું તે ખરું.તે કથન સાચુ પણ ફળની આશા વિના કરેલ પુરૂષાર્થ ને જ પ્રભુ ફળ આપે છે.
- કહે છે ને કે સિંહને પણ ભોજન માટે મથવુ પડે છે તેના મો માં પણ મૃગલા સામે ચાલીને આવતા નથી.
- હા પુરુષાર્થ એ જીવનનું પ્રમુખ કાર્ય દરેક જીવન જીવતા જીવોનું છે.
- અંતરમાં ડુબતા આવડે તો સિધ્ધ પદ સમું મોક્ષદ્વાર દુર નથી.
- આખી દુનીયા કહે તેમ ચાલે તો દુ:ખી થવાય તેમ રામાયણે કહ્યું
- જે રાજા આંખે પાટા બાંધી જીવે તેની સત્તા ખુવાર થાય તે મહાભારતે કહ્યું
- વાત પુરી થયા પછી અને પ્રશ્ન સમજ્યા પછી હા કે ના નો જવાબ આપો.
- પ્રશ્નનો હલ તેજ તેનું નિરાકરણ. તેને ઠેલવાનો અર્થ એને વધુ મોટો થવાની તક આપો છો
- આપની આજ એ આપની બે આવતીકાલો કરતા ઘણી મોટી છે કારણ કે તે ગઇ કાલનાં શમણા અને આજના ઉત્સાહ થી ભરેલી છે.
- ગુમાવવાની તૈયારી વિના મેળવવાની અપેક્ષા નકામી કારણ કે ખાડો ખોદ્યા વિના ટેકરો ના થાય
- ઇશ્વર હ્રદય થી અનુભવાય છે..સ્વર્ગ અને નરક એ તો મનુષ્યનાં ચિંતનની અવસ્થાઓ છે.
- મોતને અટકાવી ન શકાય પણ સુધારી તો શકાય.
- જીવો આજને ભરપુર્..જાણે આવતી કાલ આવવાની જ નથી.
- વકિલ, વૈદ્ય, અને એકાઉંટંટથી કશુ છુપાવવુ નહીં. તેમને મોડી ખબર પડી તેની સજા તમે ભોગવશો.
- “ના” કહો. પણ ના કહેતા વિનય કદી ના ચુકો. કદાચ નકારથી લાગતો સામેની વ્યક્તિનો થડકાર હળવો થાય.
- સાચી દિશા અને કઠોર પરિશ્રમ, સફળતા આણે આણે અને આણે જ.
- ભજન એ સૌનાં સ્વજન.ગોપાલ પારેખ (વાપી)
- વિપત્તીમાં જો આપના દર્શન થતા હોય તો હું વિપત્તી જ માંગીશ કે જે આપના દર્શન થકી મુક્તિ પમાડે. (કૂંતામાતાની પ્રાર્થના)
- દરેક પ્રશ્નનાં હાર્દમાં તેનો જવાબ છુપાએલો હોય છે. તે શોધી શકનારાઓ સફળ થતા હોય છે.
- રઘુકુલ નીતિ “પ્રાણ જાય પણ વચન ના જાય “આજે પણ સાચી છે તેમ માનનાર ને સુખ શોધતુ આવે છે.
- જો તમે નિવારણનો ભાગ નથી તો જરુર તમે પ્રશ્નસર્જનનો ભાગ છો. તમે નિર્ણાય નહીં આપી શકો.
- અધિકાર વિનાની જવાબદારીઓ એટલે ગુલામી જ ને?
- તમારી સંમતી વિના કોઈ તમને હીણપત ના અનુભવાવી શકે
- જેની સાથે તમને બનત ના હોય તેમની નીચે કામ ના કરાય.
- જીવનમાં કેટલાં અસત્યો,સૌન્દર્યનાં ઝીણા ઝીણા રંગીન આવરણમાં લપેટાયેલા આપણી સામે આવે છે અને આપણે એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના પોતાના મનમાં એને સત્ય તરીકે ઠસાવી દઇએ છીએ. જ્યારે એક દિવસ આ સત્ય પ્રગટ થાય છે ત્યારે માથું દબાવીને આપણે રડી પડીએ છીએ અને માથું ધૂણાવીએ છીએ.ત્યારે….ત્યારે કવિનું હ્રદય વિદારીને કવિતા ફૂટી નેકળે છે,ચિત્રકાર પોતાના રક્તથી એ ‘સત્ય’ની કલ્પનાને ચિત્રીત કરે છે,ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે.-બંગાળી લેખક અનીતા ચટ્ટોપાધ્યાય.
- લાગણીનું ઝીણુંઝીણું જતન કરે તે માતા અને સ્વસ્થતાથી બુધ્ધિને કંડારી આપે તે પિતા.
- માતા સંતાનોમાં લોહી થઇને વહેતી હોય છે અને પિતાનું નામ હાડકામાં કોતરાયેલું હોય છે.
- માતા હ્રદયવાચક શબ્દ છે અને પિતા મનવાચક શબ્દ છે,
- માતા ભાવાચક છે અને પિતા માનવાચક છે.-સુરેશ દલાલ
- આત્માની શક્તિ અણુબોંબ કરતાં મોટી છે.
- સંતોષ કુદરતી દોલત છે,જ્યારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે સોક્રેટીસ
- તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખશો તો તમને પડછાયો નહીં દેખાય.-સુરેશ દલાલ
- પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.-રજનીશજી
- જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ. -સ્વેટ માર્ટીન
- તમારા જીવનમાં વરસ ઉમેરવાની વાત મોટી નથી,પણ વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.-એલેક્સીલ કેરલ
- ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.-કવિ કાલિદાસ
- મૈત્રીનું એક ઉપનિષદ હોય છે.એમાં સચ્ચાઇથી ઓછું કશું ન ખપે.
- આત્મિયતાનો આવિષ્કાર હવાની જેમ અનુભવાય. -સુરેશ દલાલ
- કવિતા ગહન હ્ર્દય-ગમ્ય સત્યનો આલાપ છે.-શ્રી અરવિંદ
- કવિતા દ્વારા કવિ સત્યને સત્ય વડે તેનું સુંદરતમ સ્વરૂપ ઝડપે છે.-ગેટે
- પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે.–જયશંકર પ્રસાદ
- પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.-થોરો
- ઇશ્વર એટલે એવું એક વર્તુળ,જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે,પણ જેનો પરીઘ ક્યાંય હોતો નથી. –સેંટ ઓગસ્ટાઇન–
- ક્ષણમાં જીવે એ માનવી,ક્ષણને જીવાડે એ કવિ –મિલ્ટન
- ભાવનાથી રંગાયેલી બુદ્ધિ એ જ કાવ્ય છે.–પ્રો.વિલ્સન
- શબ્દ કવિને અમર બનાવે છે,જ્યારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે.–રામનરેશ ત્રિપાઠી
- પ્રેમના બે લક્ષણો છે : પહેલું બાહ્ય જગતને ભૂલી જવું, અને બીજું ,પોતાના અસ્તિત્વ સુદ્ધાંને ભૂલી જવું.-રામકૃષ્ણ પરમહંસ
- ટીકા પાળેલા કબૂતર જેવી છે.પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે. -ડેલ કારનેગી
- સજા આપવાનો અધિકાર માત્ર તેને જ છે,જે પ્રેમ કરે છે.–રવિન્દ્રનાથ ટાગોર
- વ્યક્તિ-સાધનાની ફલસિદ્ધિ સૌથી પ્રથમ વ્યક્તિને જ મળે છે.-ફાધર વાલેસ
- પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને ! બધે જ ઝવેરાત્ ભરી છે. શરત માત્ર એટલી કે ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ.-ખલીલ જીબ્રાન—
- આપણને જે ગમે તે કરવા કરતાં જે કરીએ તે ગમાડવું તે વધુ મોટી સિદ્ધિ છે -બ્લેક
- મનુષ્ય સર્વત્ર મુક્તાવસ્થામાં જન્મે છે અને બંધનાવસ્થામાં મૃત્યુ પામે છે-રૂસો
- ઘાસ પૃથ્વી પર સહચાર શોધે છે.વૃક્ષો આકાશમાં એકાંતની શોધ આદરે છે. –-રવિન્દ્રનાથ ટાગોર
- એકાંત એ માણસને પોતાને પામવાની ગુફા છે.ત્યાં ખુદ સાથે અને ખુદા સાથેનો સંબંધ છે. -સુરેશ દલાલ
- સ્વીકૃતી એ પૃથ્વીની પ્રકૃતિ છે,કશાયનો નકાર નહીં.નર્યો સ્વીકાર .–સુરેશ દલાલ.
- ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય. –પિકાસો
- માનવમાત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે -ટોલ્સ્ટોય
- કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે,એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ. -રવિન્દ્રનાથ ટાગોર
- રૂદન એ માનવીની પ્રથમ અભિવ્યક્તિ છે.રૂદનમાંથી જ આપણે પ્રેરણા પામીએ છીએ.
- સૂક્ષ્મ દોષોને બાળવા માટે માનસિક તાપની જરૂર પડે છે.
- પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.
- જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ, કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
- બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં,બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
- પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.
- શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.
- મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.
- એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને સૌંદર્ય સમાયેલું છે.
- હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.
- હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.
- જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.
- જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.
- લગ્નજીવનની સફળતાનું રહસ્ય : મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ.
- જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.
- કંકુમાં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.
- નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ નાનકડું જ છે ને ?
- દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ?ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી.ધર્મનું ફળ ધર્મ જ છે…..
- સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત પશુ જ છે.
- કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે કુદરત સામો જવાબ ક્યાંથી આપી શકવાની છે ?
- મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.
- વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.
- કિંમત ચૂકવ્યાં વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.
- ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.
- મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.
- મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો શ્રધ્ધાદીપ આત્માને વધુ પ્રકાશ આપનારો નીવડશે.
- પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.
- જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ,
- કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
- બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં, બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
- સમાધિમાં બેસીને ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર કરતાં વ્યવહાર જગતમાં રહીને દરેક પળે ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર મહાન છે.
- પવિત્રતાનો દંભી અંચળો ઓઢીને મહાત્મા બનનાર કરતા નિખાલસપણે કલંકનો કાળો કામળો ઓઢી લેનાર પાપી વધારે સારો છે.
- નબળી દલીલ કરતાં મૌન વિશેષ વજનદાર છે.
- ધરતીકંપ કરતાં માનવ-માનવ વચ્ચેનો ધિક્કારકંપ વધુ ભયંકર હોનારત સર્જે છે.
- પ્રત્યેક નીરોગી કરતાં પ્રત્યેક રોગી સ્નેહ અને મમતાનો વધુ ભુખ્યો હોય છે.
- આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહારનિકળતો વિદ્યાર્થી જીવન-પ્રવેશ માટેનો પાસપોર્ટ મેળવે છે,પરંતુ જીવન પ્રવાસ માટેનો વિસા પામે છે ખરો ?
- આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.
- ખારાશમાં પણ મીઠાશ છે,નહિ તો ખારા એવા મીઠાનું નામ “મીઠું” ન પડ્યું હોત.
- દોરી વિનાનુ ખેંચાણ તેનું નામ પ્રેમ.
- જેને પ્રસિધ્ધિની ગુલામીનો મોહ છે તે કદી યે સિધ્ધિનો સ્વામી બની શક્તો નથી.
- જીવનની લપસણી ભૂમિકા પર પ્રલોભનની મેનકા જ્યારે પ્રવેશ પામે છે ત્યારે સંયમનુ પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે.
- કનૈયાના અધરે સ્થાન પામવા માટે વાંસળી ને કેટલી વાર વિંધાવુ પડ્યુ હશે ?
- જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિમાંથી જન્મે છે.
- ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઇશ્વરની મૂર્તિમાં પરિણમે છે.
- ધ્વંસમૂર્તિને કલ્યાણમૂર્તિ તરીકે ઘડવાનો ભાર શિલ્પી પર હોય છે.પરંતુ શિલ્પીના નિષ્ઠુર ટાંકણાના આઘાત માટે મૂર્તિને તૈયાર રહેવું પડશે.
- ખંડેરોમાંથી જીવનનું સોહામણું પુનર્નિમાણ કરવું એ તો દરેક પંથ ભૂલેલા માનવીનો પ્રથમ હક્ક છે.
- ગાઢ અંધારા ઉતરે ત્યારે જ તારા ઝગમગે ને ?
- મનની કોમળતા એ એક એવી નિર્બળતા છે, જે હ્ર્દયની કઠોરતા કરતાં પણ વધુ ખરાબ છે.
- એકાંત અમૃત છે પણ એકલતા એ વિષ છે.
- પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠા છે.
- બનવા જોગ છે કે ભગવાન મેળવવા કરતાં માણસને મેળવવો વધારે મુશ્કેલ હોય…
- અમૃતપાન કરવા ઇચ્છનારે તો બધા યે પીણાં ચાખી જોવા પડે,એમાં વિષ પણ બાકી ન રહે.
- પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય,પરંતુ ક્ષમાનો ભાર ઉંચકવો સહેલો નથી.
- અવસ્થામાં (વૃધ્ધાવસ્થામાં) યૌવન હોવું એનું નામ જીવન અને યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક.
- સૂક્ષ્મ દોષોને બાળવા માટે માનસિક તાપની જરૂર પડે છે.
- પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.
- શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.
- મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.
- એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને સૌંદર્ય સમાયેલું છે.
- હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.
- હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.
- જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.
- જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.
- લગ્નજીવનની સફળતાનું રહસ્ય : મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ.
- જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.
- કંકુ માં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.
- નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ નાનકડું જ છે ને ?
- દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ?ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી.ધર્મનું ફળ ધર્મ જ છે…..
- સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત પશુ જ છે.
- કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે કુદરત સામો જવાબ ક્યાંથી આપી શકવાની છે ?
- મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.
- વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.
- કિંમત ચૂકવ્યાં વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.
- ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.
- મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.
“વિચાર બે લીટીની વચ્ચેનો”, “ શબ્દોને પાલવડે”માં થી અને “સંદેશ” માંથી સંકલીત.
Entry filed under: નિવૃત્તિ વિજ્ઞાન. Tags: .

Trackback this post | Subscribe to the comments via RSS Feed