Archive for December 28, 2011
ભાભો ભારમાં તો વહુ મા લાજમાં
અમારા અંબુકાકા કદાચ પોતાની એક પણ દીકરીઓ ના હોવાને કારણે વ્યથિત થતા કાંતા કાકીને કાયમ કહેતા તારી ત્રણ વહુઓ તારી દીકરીઓ જ છે ને? લડાવને તારે જેટલા લાડ લડાવવા હોય તેટલા.. પણ કાંતા કાકી એમ જ બોલે “તમે તો સાધુ પ્રકૃતિનાં છો એટલે તમને ખબર નાપડે પણ આંગળાથી નખ વેગળા તે વેગળા. દીકરી જેટલી સેવા કરે તેટલી લાગણીઓ વહુઓને ના થાય.”
“અરે! આ તારા પોતાના દીકરાઓ પોતાની ચામડીનાં જુતા કરીને પહેરાવે.. તારા દુઃખે કકલી મરે તો ય તને દીકરીનો આટલો બધો મોહ?”
“દીકરાઓને તો પરણાવ્યા એટલે તેમની બૈરીનાં..તેમની શું આશા?”
આવા વડીલો તમે સર્વત્ર જોતા હશો..ખરુંને? (more…)
ધારોકે હું શતાયુ થયો તો?
જનીન વિજ્ઞાન અને ફાર્માસ્યુટિકલ વિકાસે આજના માનવને એક સુંદર ભેટ આપી છે અને તે છે ”દીર્ઘ જીવન”
આ દીર્ઘ જીવન શ્રાપ છે કે આશિર્વાદ?
જો પડ્યા આથડ્યા કે અપંગ થયા તો આ લાંબુ જીવન શ્રાપ જ છે.પણ સૌથી લાંબુ જીવન ૧૨૨ વર્ષ જીવેલ જીની કાલ્મેન્ટને લાંબુ જીવન જીવ્યાનો કદી અફસોસ નહોતો. હા એ વાત જુદી છે કે તેણે તેની દિકરીને અને પૌત્રને પણ જીવન ગુમાવતા જોયા છે.


Recent Comments