Archive for January 4, 2012
શાંતિ જોઇએ છે?-”સ્વ”માં વસ અને “પર”થી ખસ
દુનિયાની ચિંતા છોડો, ભીતરે જ વસી છે શાંતિ
તે આણશે પરિવર્તન,”સ્વ”માં વસ, “પર”થી ખસ.
નિવૃત્ત જીવન માં દાખલ થતા એક વાત સમજવી જરુરી છે અને તે છે “સ્વ”માં વસવું અને “પર” થી ખસવું. આ વાત તો સાવ નાની છે પણ તે આત્મ સાત કરવી તે સાધના છે.
એક સીધી વાત કહીયેતો આપણને હુકમો કરવા ગમે છે પણ કોઇ આપણને હુકમ કરે તો ગમતું નથી. કેમ?
આપણે બીજા માટે સલાહ આપવાની હોય તો ક્ષણની પણ વાર નથી લગાડતા પણ આપણે આપણેજ જો તે સલાહ પર અમલ કરવાનો હોય તો તે આપણ ને ગમતું નથી. કેમ?
માણસ માત્રને અન્યની વાતો..અન્યની ક્ષતિઓ અન્યની બુરાઇને ચગાવવા કે વાગોળવા ગમે છે. અને આ પરિસ્થિતિને “પર”માં વસ કહે છે. (more…)


Recent Comments