છેલ્લે તો આપણે બેજ હોઈશું.- રાજેન્દ્ર શુકલ

February 25, 2012 at 5:00 pm 1 comment


ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે,
એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે,યાદશક્તિ પણ પાંખી થશે,
ત્યારે,એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

ઘુટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.

મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,આઈ એમ ઓલરાઈટ ,
એમ કહીને એકબીજાને છેતરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.

સાથ જયારે છૂટી જશે,વિદાય ની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા,છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઉમરની સાથે પ્રેમ કરવાની રીત પણ બદલાઈ જાય. પ્રેમ કયારે વ્યક્તિની આદતમાં સમાય જાય છે અને આપણને ખબર પણ પડતી નથી .. રોજ રોજની આપણી ક્રિયા અને કાર્ય … દવા આપવી ,ચશ્માં ગોતવા ,પ્રેમ દર્શાવવાનું માધ્યમ બની જાય છે .. હવે વેણી લાવવી નથી પડતી પણ મોજા પહેરાવી વ્હાલ દર્શાવાય છે, અને ઝઘડવાનો તો સવાલ જ નથી પરંતુ એમના સિવાય હવે કોઈ ઝઘડવા માટે છે પણ નહિ . . છેલ્લે તો આપણે બે જ હોઈશું આ શબ્દો કહે… .માળો ખાલી છે….

કવિ, સર્જક અને સર્જન ગુજરાતી સાહિત્યકાર રાજેન્દ્રભાઈ  ના પત્ની ના શબ્દો માં કહું તો…. એનું બધુ જ જેવું હોય તેવું ગમે ગમે… -નયના શુક્લા

http://shabdonusarjan.wordpress.com/

Entry filed under: અન્ય બ્લોગ ઉપરથી ગમે, નિવૃત્તિ વિજ્ઞાન. Tags: .

મુંઝાય છે – ચિનુ મોદી TRY THIS ! Do you know your neighbors?

1 Comment Add your own

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other followers

Blog Stats

  • 26,312 hits

Recent Posts

 

February 2012
M T W T F S S
« Jan   Mar »
 12345
6789101112
13141516171819
20212223242526
272829  

Follow

Get every new post delivered to your Inbox.