Posts filed under 'અન્ય બ્લોગ ઉપરથી ગમે'
वाह क्या scene है !- લેખક-અશોક શાહ

બોજ ગમકા ભી સહા જાતા નહીં.
હાથ ફૈલાના મેરી ફિદરત નહીં..
મૈ ચલા હું જબ તો મંઝીલ પાઉંગા..
મૈ નહીં યા ફિર મેરી કિસ્મત નહીં.
જિંદગી મુઝકો દિખાદે રાસ્તા…
તુઝકો મેરી હસરતોંકા વાસતા..
જિંદગી મુઝકો દિખાદે રાસ્તા ……….. દિખાદે રાસ્તા……
ઉપરોક્ત મુજબનું ગીત એક ચલચિત્રમાં, ચલચિત્રનો સહનાયક ગાઈ રહયો હતો. હું મારા પરિવાર સાથે એક રવિવારે સિનેમા થીયેટરમાં ગુરુદત્તનું એક જૂની ફિલ્મ જોઈ રહયો હતાં.ચલચિત્રનો સહનાયક તેની બેન માટે મજબુરીમાં.. શરમ નેવે મૂકી.. અથાક પરિશ્રમ કરીને પણ જીવનનિર્વાહ ચલાવવાં.. રસ્તા પર આ પ્રમાણેનું કરૂણ ગીત ગાઈ ભીક્ષા માંગવા પ્રયત્ન કરી રહયો હતો…
1 comment November 7, 2009
“વૃદ્ધાવસ્થા..”

જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે,
ત્યારે સમજવું કે તમે વૃદ્ધ થતા જાઓ છો.
મનુષ્યની અવસ્થા-શૈશવ, યૌવન અને વૃદ્ધાવસ્થા. શૈશવ એ વિસ્મયનો, યૌવન ઉત્સાહ અને સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાએ શાણપણનો સમય છે.પણ વિસ્મય,ઉત્સાહ અને શાણપણ દરેક પાસે હોય એવું માની લેવાને કારણ નથી.અકાળે વૃદ્ધ થતાં યુવાનો પણ હોય હે અને વૃદ્ધાવસ્થામાં યૌવનની પ્રતીતિ આપતા વૃદ્ધો પણ હોય છે. વય વધે એટલે શાણપણ વધે એટલે આવે એવું પણ નથી.
જ્યારે તમે ચોવીસ કલાક તમારા ભૂતકાળને વગોળ્યા કરો ત્યારે એમ સમજવું કે તમે હવે વૃદ્ધ થયા છો. આ બધી અવસ્થા જેટલી શારીરિક છે એનાથી વિશેષ માનસિક છે.ચારેક વર્ષ પહેલાં બ્રિટિશ કવિયત્રી કેથરીન રેઈનને મળવાનું થયું હતું. બ્યાસી વર્ષની ઉંમરે એમણે કલા અને સંસ્કૃતિનું મેગેઝીન પ્રગટ કરવાનું શરૂ કર્યું . પાંસઠની આસપાસની એવી કેટલી વ્યક્તિઓ જોઈ છે કે જેમણે આ ઉંમરે મહાનિબંધ લખીને પી.એચ.ડી પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો હોય. આનો અર્થ એવો થયો કે વૃદ્ધાવસ્થા છે, છતાં પણ કેટલાક માણસોને એને ઓળંગતાં અને અતિક્રમતાં આવડે છે. વૃદ્ધાવસ્થાનો વિક્લ્પ મરણ સિવાય કોઈ નથી એમ કોઈકે કહ્યું છે. મરણ અને વૃદ્ધાવસ્થામાંથી જો કોઈ પસંદ કરવાનું હોય તો ચૈતન્યથી મહેંકતો જીવંત માણસ વૃદ્ધાવસ્થાને સ્વીકારી લેશે.
લાંબું જીવનના ફાયદા અને ગેરફાયદા બંને છે.વૃદ્ધાવસ્થાની મોટામાં મોટી કરુણતા એ છે કે તમારી ઉંમરના, તમારી આસપાસના અનેક માણસો મૃત્યુ પામ્યા હોય છે અને તમે એકલા, વધુ પડતા એકલવાયા થતા જાઓ છો. ઈન્દ્રિયો એક પછી એક ધીમે ધીમે ઓલવાતી જાય છે. નવી પેઢી પોતાની કારકિર્દી બનાવવામાં પડી છે. તમારી પાસે ફુરસદ સિવાય કશું નથી અને નવી પેઢીને તમારે માટે ફુરસદ નથી.
કોઈ માણસ કેટલું જીવે છે એ મહત્ત્વનું નથી. કેવું જીવ છે એ મહત્ત્વનું છે. માણસ પાસે દ્રષ્ટિ હોય તો એ વૃદ્ધાવસ્થાને પણ અર્થપૂર્ણ અને સૌંદર્યમય બનાવે છે. વૃદ્ધાવસ્થા શાપને વરદાનમાં ફેરવવાની કલા જેને પ્રાપ્ત થઈ છે એ સનાતન યુવાન છે.
-એડગર શોફ(”ઝલક”)
Courtsey: www.vishwadeep.wordpress.com
Add comment August 29, 2009
Wedding Passbook….Life is about correcting mistakes -From Shrenik R. Dalal
Monica married Nick this day. At the end of the wedding party, Monica’s mother gave her a newly opened bank saving passbook with Rs.1000 deposit amount.
Mother: ‘Monica, take this passbook. Keep it as a record of your marriage life. When there’s something happy and memorable happened in your new life, put some money in. Write down what it’s about next to the line. The more memorable the event is, the more money you can put in. I’ve done the first one for you today. Do the others with Nick.
When you look back after years, you can know how much happiness you’ve had.’
Monica shared this with Nick when getting home. They both thought it was a great idea and were anxious to know when the second deposit can be made. This was what they did after certain time:
* 7 Feb: Rs.100, first birthday celebration for Nick after marriage
* 1 Mar: Rs.300, salary raise for Monica
* 20 Mar: Rs.200, vacation trip to Bali
* 15 Apr: Rs.2000, Monica got pregnant
* 1 Jun: Rs.1000, Nick got promoted
* ….. And so on…
However, after years, they started fighting and arguing for trivial things. They didn’t talk much. They regretted that they had married the nastiest people in the world…. No more love…Kind of typical nowadays, huh? (more…)
Add comment August 20, 2009
Every morning when the sun comes up -Email courtsey: Akhil Sutaria
Every morning in Africa a gazelle wakes up.
It knows it must run faster than the fastest lion or it will be killed.
Every morning a lion wakes up.
It knows it must outrun the slowest gazelle or it will starve to death.
It doesn’t matter whether you are a lion or a gazelle -
when the sun comes up, you’d better be running.
ખુબ જ મનનીય વાત!
સાવ સહજ રીતે વહેતી જતી જિંદગીની ગતિને માણો અને ગતિમાં જ રહો
તમારી પાસે બેસવાનો રોવાનો કે ઉદાસ થવાનો સમય જિંદગી આપતીજ નથી
જો તેમ કર્યુ તો ખવાઇ જશો કે ભુખ્યા રહી જશો
તમે ગમે તે હો ભક્ષ્ય કે ભક્ષક..ગતિમાં રહો…!
Add comment August 19, 2009
STORY BEHIND YOUR DATE OF BIRTH -Email Sent by Anil Shah
If U were born on the 1st, 10th, 19th, 28th of any month U r number 1…
If U were born on the 2nd, 11th, 20th, 29th of any month then U r number 2….
If U were born on the 3rd, 12th, 21st, 30th of any month then U r number 3….
If U were born on the 4th, 13th, 22nd, 31st of any month then U r number 4…
If U were born on the 5th, 14th, 23rd of any month then U r number 5..
If U were born on the 6th, 15th, 24th of any month then U r number 6…
If U were born on the 7th, 16th, 25th of any month then U r number 7..
If U were born on the 8th,17th,26th of any month then U r number 8…
If U were born on the 9th,18th,27th of any month then U r number 9…. (more…)
1 comment July 15, 2009
જીવનનું અંતિમ પર્વ..સંકલન-વિશ્વદીપ
ઘડપણમાં બાદબાકી નથી..
ઘરડા થઈ ગયા,નકામાં થઈ ગયાં તેવું માનવાને કોઈ કારણ નથી.’વૃદ્ધ’ શબ્દ છે, વયથી જે વૃદ્ધ છે તે.વયોવદ્ધ વ્યક્તિ તે તો સમાજની મોટી થાપણ છે. એક પરિપક ચિત્ત સમાજનું વટવૃક્ષ સમું ઉપયોગી સાધન છે.એક ઘેઘુર વડલો એટલે અનેક પશુ,પંખી તથા માનવ માટેનું આશ્રયસ્થાન, વિરામસ્થાન.વૃદ્ધ એટલે ખેડાયેલી જમીન. અનેક ઉજ્જવળ કારકિર્દી પાર કરીને આવેલાં વૃદ્ધોએ નવી પેઢી માટે જીવતા કોશ સમાન છે.જીવન આખરે અનુભવવાની ચીજ છે. વૃદ્ધત્વ પાસે બીજું કાંઈ હોય કે ના હોય, અનુભવ તો છેજ. ભારતિય સંસ્કૃતિએ વૃદ્ધોને માનવસભાનું ઘરેણું માન્યા છે.
ઘડપણ જીવનની સંધ્યાનું આ બદલાતું ટાણું છે.જીવનનો દોર હાથમાં લઈ કૃતસંકલ્પ થવાનું છે .ક્યો છે આ સંકલ્પ? આજ હું મારી વૃદ્ધાવસ્થાને લીધે મનોમન લાચારી તો હરગીઝ નહી અનુભવું. બલકે મારા અંતરને આત્મવિશ્વાસથી છલોછલ છલકાવી દઈશ, નમ્રતાપૂર્વક હું જીવનના વણદીઠ મુકામોની યાત્રા કરીશ . હજુ સુધી નહીં ખોલેલા જીવગ્રંથનાં પ્રકરણોના શબ્દેશબ્દને હૈયે ઉતારીશ .મારા જીવનવૃક્ષની ડાલે ઊગેલા આ પીળા પાંદડામાં હું ગોકુળને અને પીતાંબરધારીને અવતારીશ.” જીવન એક મહાસાગર છે. મહાસાગરને ગમે તેટલો ખેડો એ હંમેશા અતળ જ રહેવાનો. .લાખમોતી પરવાળા. નીલમ એકઠા કરો, તોય રત્નાકર સાગર બીજા એવા કરોડો રત્નો પોતાની પાસે બાકી રાખવાનો એટલે કદીયે ‘જિંદગીમાં બધું પામી લીધું’- એવું કોઈ કહી શકે નહીં. જિંદગી અખૂટ યાત્રા છે.
સંતાનો સાથેનો સંબંધ
વૃદ્ધવસ્થા એ જીવનનો એક વળાંક છે. બદલતા જીવનનાં તમામ પાસાંને વિશદરૂપે સમજી લેવા જોઈએ.વૃધ્દાવસ્થામાં સંતાનો સાથીનો સંબંધ તો સમગ્રપણે સમજી લેવો જોઈએ, કારણકે સંબંધ હસાવનારો હોય તેજ રડાવી શકે છે. અત્યાર સુધી સંતાનો સાથેના સંબંધમાં ભલે જે ભુલો થઈ તે થઈ, ખોટા ખ્યાલો સેવાયા તો ભલે સેવાયા, પરંતુ હવે ‘જાગ્યા ત્યારથી સવારની તૈયારી થાય તો હજુ પણ કશુજ બગડી ગયું નથી.
પોતાના જ પેટનાં જણ્યા અંગે આપણા મનમાં કાંઈક કસર રહી જાય છે તેનું કારણ આપણી વધારે પડતી અપેક્ષાઓ.માબાપ રુપે આપણે પણ આપણી જાતને કેન્દ્રમાં રાખીને સંતાનનો વ્યવહાર ગોઠવાય એવાં સ્વપ્નાં જોઈએ છીએ, જે કદીયે સંભવ નથી. દરેકને પોતાનું જીવન છે. કોઈ આપણને કેન્દ્રમાં રાખી પોતાનો જીવન-વ્યવહાર ગોઠવે એવી અપેક્ષા તો હિંસા છે, શોષણ છે,અનીતિમતા છે, જાવન એક પવિત્ર ચીજ છે. દરેકના જીવનનું સ્વતંત્ર્ય જાળવવું એ માનસ માત્રની પવિત્ર ફરજ છે.ત્યાં સંતાનોનાં સ્વતંત્ર્યનું રક્ષણ થવું જ જોઈએ.
અપેક્ષાઓ એવી સેવી ન બેસીએ કે સંતાનો પર બોજ પડે. કોઈને ના પાડવાની પરિસ્થિતિમાં મૂકવા એ હિંસા છે. સામીની વ્યક્તિની સહનશીલતા, ક્ષમતાનું માપ કાઢી લઈને આંક આવે એના કરતા ઓછો બોજો જ આપણે તેના પર નાંખવો જોઈ એ. આ જ સંબંધોનું ગણિત.
વૃદ્ધાવસ્થામાં આપણાં સંતાનો સાથેના સંબંધમાં મનને બહુ આળું કરી નાંખવાની જરૂર નથી.આપણે સમજી લેવું જોઈ એ કે દીકરા-વહુન એમનું પોતાનું જીવન છે, એમનો પોતાનો સંસાર છે, એમના પોતાના વ્યવહાર છે. એમને એમની રીતે જીવવાનો અધિકાર છે.
એક દિવસ સોક્રેટિસે એક વૃદ્ધને એના પૂર્વજીવન વિશે પૂછ્યું.પેલાએ લંબાણથી આખી કહાણી સંભળાવી એનાથી સંતુષ્ટ થઈ સોક્રેટિસ કહે,”તમારું આજ સુધીનું જીવન તો બહું સારી રીતે ગયું કહેવાય ,પણ ઘડપણમાં કેવી રીતે જીવો છો, એ તો કહશો?”
પેલા વૃદ્ધે કહ્યું:‘આખી જિંદગી સુધી જે કાંઈ માલ-મિલકત, કીર્તિ-પ્રતિષ્ઠા કમાયો તે બધું સંતાનોને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું ને છોકરાનાં છોકરાને રમાડું છું. એના કામમાં જરાય આડો આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તો પણ કાંઈ બોલતો નથી. પણ જો એ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવનો નિચોડ ઠાલવું છું. પણ એ મારી સલાહ મુજબ ચાલે છે કે નહી તે જોતો નથી. મારો આગ્રહ પણ નથી હોતો. એ ભૂલ કરે તો ટોંકતો પણ નથી અને છતાંય ફરી સલાહ માટે આવે તો એ વાતો ફરી કહેતાં હું થાકતો પણ નથી” વૃદ્ધની વાતો સાંભળી સોક્રેટિસે ખુશ થતાં કહ્યું:” ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું!”
સંકલન-વિશ્વદીપ
(સૌજન્ય :જીવનનું અંતિમ પર્વ-મીરા ભટ્ટ)
Add comment July 13, 2009
ટિપ્સ-E-Mail Courtesy: Satish Parikh
[ક] રસોઈ ટિપ્સ :
[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ
યથાવત રહે છે.
[2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી
રોટલી એકદમ પાતળી બનશે.
[3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.
[4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.
[5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ
રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે. (more…)
Add comment July 8, 2009
વયમર્યાદા એ વળી શું?- Vrunda Manjeet/ Javlant Chhaya
નવું નવું શીખતાં રહેવાની ધગશ માત્ર બાળકો અને યુવાનોમાં જ હોય એવું કોણે કહ્યું? મઘ્યવય વટાવ્યા પછી પણ નવા શોખ કેળવી શકાય છે, નવી પ્રવૃત્તિઓ કરી શકાય છે અને તન-મનને તરોતાજાં રાખી શકાય છે.
સારા લોરેન્સ લાઇટફૂટ નામનાં લેખિકાએ પોતાનાં ‘ધ થર્ડ ચેપ્ટર’ પુસ્તક માટે બે વર્ષ સુધી મુસાફરી કરીને ૫૦થી ૭૦ વર્ષની વયજૂથમાં સ્થાન પામતી કેટલીય વ્યકિતઓના ઇન્ટરવ્યુ કર્યા પછી એમના જીવનના અંતરંગ અનુભવોનું પોતાનાં પુસ્તકમાં અદ્ભુત રીતે ચિત્રણ કર્યું. અહીં આપણે ગુજરાતના એવા કેટલાક જૈફ વયના લોકોની વાત કરવી છે, જે જીવનના ઉત્તરાર્ધમાં પણ પ્રવૃત્તિઓથી હર્યુંભર્યું જીવન જીવી રહ્યા છે. એમનો જીવનરસ એટલો ઉત્કટ છે કે તેઓ પાછલી વયે પણ કશુંક નવું શીખવાના ઉત્સાહથી થનગને છે.
ડો. દીપક ચોપડાએ તેમની બેસ્ટ સેલર બૂક ‘એજલેસ બોડી એન્ડ ટાઇમલેસ માઇન્ડ’માં લખ્યું છે કે માણસની ઉંમરના ત્રણ તબક્કા હોય છે. એક છે, ક્રોનોલોજિકલ એજ એટલે કે તમે જે તારીખે જન્મ્યા હો તે પ્રમાણેની ઉંમર. બીજી, બાયોલોજિકલ એજ જેના પરથી કહી શકાય કે સમયના ચાબખાએ તમારા શરીરને નબળું બનાવી દીધું છે કે તમારું મન અને તમારો જુસ્સો હજુય અડીખમ છે! …અને ત્રીજી, સાયકોલોજિકલ એજ અર્થાત્ તમે તમારી જાતને જેટલી યુવાન કે વૃદ્ધ અનુભવો છો, તે ઉંમર.
અહીં જે વ્યકિતઓની વાત થઇ છે, તેમની શારીરિક ઉંમર ભલે ગમે તે હોય, પણ તેમની સાઇકોલોજિકલ એજ ઘણી યુવાન છે. વળી, તેઓ પોતાની પ્રવૃત્તિને અઘ્યાત્મ સાથે પણ જોડે છે! (more…)
1 comment July 5, 2009
Donkey in the well-email courtsey: Sunil Bhatt

*One day a farmer’s donkey fell down into a well.
The animal cried piteously for hours as the farmer tried to figure out
what to do.
Finally, he decided the animal was old, and the well needed to be
covered up anyway;
it just wasn’t worth it to retrieve the donkey.
He invited all his neighbors to come over and help him.
They all grabbed a shovel and began to shovel dirt into the well.
At first, the donkey realized what was happening and cried horribly.
Then, to everyone’s amazement he quieted down.
A few shovel loads later, the farmer finally looked down the well.
He was astonished at what he saw.
With each shovel of dirt that hit his back, the donkey was doing
something amazing.
He would shake it off and take a step up.
As the farmer’s neighbors continued to shovel dirt on top of the animal,
he would shake it off and take a step up.
Pretty soon, everyone was amazed as the donkey
stepped up over the edge of the well and happily trotted off!
MORAL :
Life is going to shovel dirt on you, all kinds of dirt.
The trick to getting out of the well is to shake it off and take a step up.
Each of our troubles is a stepping stone.
We can get out of the deepest wells just by not stopping, never giving up!
Shake it off and take a step up.
Remember the five simple rules to be happy:
1. Free your heart from hatred – Forgive.
2. Free your mind from worries – Most never happens.
3. Live simply and appreciate what you have.
4. Give more.
5. Expect less from people but more from God.
3 comments June 5, 2009
વૃધ્ધાવસ્થા -જીવનનું અંતિમ પર્વ…

ઉમાશંકર લખે છે..”હું મને મળવા આવ્યો છું”.વૃધ્ધાવસ્થા એટલે પોતે પોતાની જાતને મળવાની અવસ્થા. પચ્ચાવન-સાઠ વર્ષની ઉંમર સુધી આપણે આપણા નોકરી-ધંધા, વેપાર-વ્યસાયમાં કે ઘરસંસારના વહીવટ વહેવારમાં એવા ખૂંતેલા અને ડુબેલા રહ્યા કે આખા જગતને મળી શક્યા, પરંતુ પોતાની જાતની મુલાકાત લેવાનો આપણને કદી સમય ન મળ્યો. આખી દુનિયા ઓળખી જાણી, સમજી લેવા મથી રહ્યા પરંતુ આ સમસ્ત હિલચાલનું કે કેન્દ્રબિંદુ હતું તે “સ્વ”બે કદી ઓળખવાનો પ્રયત્ન જ ના થયો. વૃધ્ધાવસ્થા આ સ્વપરિચયનાં બારણાં ખોલી આપવા માટે આવે છે.વૃધ્ધાવસ્થા એટલે પોતાને એકાંત મળવાનો ઉત્સવ.
વૃધ્ધાવસ્થા એ જીવનની અંતિમ અવસ્થા નથી. તે તો અંતિમ અવસ્થાની અગાઉની એક અવ્સ્થા છે. વૃધ્ધાવસ્થા એક સેતુ છે, જેના પર ચાલીને આપણે જીવન્ના અંતિમ બિન્દુએ, પૂર્ણવિરામ સ્થાને પહોંચવાનું છે.. ઘણા માને છે.”નિવૃત થયાં, વધ્ધ થયાં એટલે બધું પતી ગયું. વાતવમાં વૃધ્ધત્વ એટલે એક નવો આરંભ, નવી શરૂઆત.
પરિવર્તન માટે તૈયાર રહીએ. વૃધ્ધાવસ્થામાં પ્રવેશ એટલે એક નવીનતામાં પ્રવેશ,જીવન પલટાય છે.પરિવર્તન વિકાસની સીડી બની શકે.જીવનની જુદી અવસ્થાઓની પોત પોતાનીની વિશેષ્ટતા લઈને આવે છે. એનામાં કશુંક અપૂર્વપણું છે, અભૂતપૂર્વતા છે એ આપણે શોધી કાઢવાની છે.જીવન એટલું બધું ગહન, વ્યાપક અને વૈવિધ્યસભર છે કે એના જુદાજુદા વ્યાપને આંબવા માટે હજારો જિંદગી જોઈ એ. વૃધ્ધાવસ્થા પોતાની એક આગવી વિશિષ્ટ જિંદગી લઈ ને આવે છે.આ નૂતન જિદગીનું આપણે હોંશભેર સ્વાગત કરવાનું છે.
ખોવાયેલા”હું”ને ગોતીએ.વૃધ્ધ થયા પહેલાની જિંદગી કે સીમિત જિન્દગી હતી, જેમા હું મારી જાતને જોવા સમર્થ ન હતો. નિવૃતબાદ કુંડાળું ભેદાય છે, કશાક નવીનમાં પ્રવેશ થાય છે/’કશુંક નવિન’ એ મારું જ સ્વરૂપ છે,પ્રતિબિંબ છે એનો મને પરિચય નથી. કે કવિ એ ગાયું છે”ગુલમહોરી છાંયડાઓ ભૂલીને ભાઈ હું તો બાવળની કાંટ્ય મહીં મોહ્યો, મોહ્યો, મોહ્યો તે વળી એવો મોહ્યો કે મને મેં જ મારા હાથમાંથી ખોયો..”
હું મને જ ના પામ્યો. બધું મેળવ્યું પણ “હું”ને મેળવવાની અવસ્થા, ‘હું એટલે પેલા ખોવાયેલા ‘હું ને મેળવવાની અવસ્થા. અત્યાર સુધી જે કાંઈ જાણ્યું તે બધું ‘હું’ની હદોની બહારનું જ્ઞાન હતું. હવે મારી જાતને જાણવાની છે. પ્રાચીન ધર્મગ્રંથોની આ પ્રથમ આજ્ઞા છે. Know thyself “કોડહમ””હું કોણ છું”નો જવાબ મેળવ.
વૃધ્ધાવસ્થા એટલે સાર્થકતાના વર્ષો. વૃધ્ધાવસ્થામાં કશીક સંપ્રાપ્તિ કરવાની છે. એવી પ્રાપ્તિ જેથી આપણુ૬ આયખું સાર્થક થઈ જાય , ધન્ય ધન્ય થઈ જાય.વૃધ્ધાવસ્થા એ કશાય ની બાદબાકી નથી. વૃધ્ધાવસ્થા એટલે વૃદ્ધિ જ વૃદ્ધિ. જીવનભરનો અનુભવ મેળવેલો છે. અનેક લીલીસૂકી જોઇ છે. જીવનનો ખૂણો વનદીઠો પસાર નથી થઈ ગયો.કામ ક્રોધ અને રાગ દ્વેશનાં પ્રચંડ તોફાનની થપાટો પણ ખાઈ ચૂક્યા છીએ. પ્રેમ, સૌજન્ય અને સૌહાર્દના સ્કુમાર સ્પર્શ પણ પામ્યાં છીએ. આમ જીવનાની ઝોળીમાં જાતજાતની કમાણી છે ને હવે તો આ કમાણીનો શિરોમોર પ્રપ્ત કરવાનો છે.
જીવન આખું મથીને એક મંદીર રચ્યું છે . હવે એના પર મૃતકળશ ચઢાવવાનો છે. જેના પર મૃત્યુ પોતાની સુંદર ધજા ફરકાવવાની છે. મનમાં લાચારીની કે અસહાયતાની ભાવના હોય તો એને ધરમૂળથી ફગાવી દેવાની છે. ભલે શરીર નબળું પડતું જશે, ભલે કદાચ દીકરાબંધું વગેરે પરિવાર છોડીને જતાં રહે, તો પણ હૈયે આત્મવિશ્વાસ છે કે આ શરીરની શક્તિ ઉપરાંત મારી અંદર આત્માની એક એવી અજોડ શક્તિ પડી છે. જેના આધારે હું એક ભવ નહીં, ભવોભાવ પાર કરી શકું એમ છું. વૃધ્ધાવસ્થા એટલે આ આત્મશક્તિની હોડીમાં બેસીને સામે કાંઠે પહોંચવાની યાત્રા.અંદર પડેલા આત્મશક્તિનું ભાન આપણાંમાં શક્તિઓના અનેક દરિયા ખડા કરી દેશે.
-મીરા ભટ્ટ(”જીવનનું અંતિમ પર્વ”માંથી)સંકલન: વિશ્વદીપ
3 comments June 3, 2009