Posts filed under ‘નિવૃત્તિ ની પ્રવૃત્’

જે જોઇએ છે તેનાં જ વિચાર કરો- રાજીવ ભાલાણી

જે ધનવાન બનવાના ત્રીજા સ્ટેપની વાત કરવાની છે: ‘જે જોઇએ છે, તેનો જ વિચાર કરો.’ આકર્ષણનાં નિયમ મુજબ એક વિચાર એના જેવા બીજા અસંખ્ય વિચારોની શ્રંખલાને ખેંચી લાવે છે. જે બાબતનાં આપણે વધુ વિચાર કરીએ છીએ એને આપણે જાણ્યે-અજાણ્યે વધુ ઊર્જા આપીએ છીએ, એનર્જી આપીએ છીએ અને આપણે જેને એનર્જી આપીએ છીએ તે વધે છે, વિસ્તરે છે.મોટાભાગના લોકોને સૌથી વધુ વિચાર જે બાબત નથી જોઇતી એના જ આવતા હોય છે.
જોઇએ છે સ્વચ્છતા પણ મનમાં વિચાર એવો ચાલતો હોય કે ‘ગંદકી ન હોય તો સારું’. સોદો
સારી રીતે પાર પડે તેવી ઇચ્છા હોય, પણ વિચાર એવો આવતો હોય કે ‘હું છેતરાઇ ન જાઉ તો
સારું.’તંદુરસ્તી જોઇતી હોય પણ વિચાર એવો ચાલતો હોય, ‘વાતાવરણ ખરાબ છે,
માંદા ન પડાય તો સારું.’ બિઝનેસ ધમધોકાર ચાલે તેવી ઇચ્છા હોય પણ વિચાર એવો આવે કે
‘મંદી ન આવે તો સારું’. વર્ષનાં અંતે સારું બોનસ મળે એવી ઇચ્છા હોય પણ વિચાર એવો
આવે કે ‘પગાર ન કપાઇ જાય તો સારું’. ઇચ્છા એવી હોય કે ઇન્વેસ્ટમેન્ટનું શ્રેષ્ઠ
વળતર મળે પણ મનમાં વિચાર એ ચાલતો હોય કે ‘રૂપિયા ફસાઇ ન જાય તો સારું’.


દરેક ઉપવાસમાં ઇચ્છા સારી જ છે પણ એને રજૂ કરતો વિચાર વિપરીત છે. મંદી ન નડે તો
સારું એવો વિચાર કરવાથી વિચારનું ફોકસ ‘મંદી’ પર જાય છે. જે મંદીના બીજા અનેક
વિચારને ખેંચી લાવે છે, મંદીને જબરદસ્ત ઊર્જા મળવા લાગે છે અને મંદી નડવા લાગે છે -
માર્કેટમાં મંદી ન હોય તો પણ એ વ્યક્તિ પૂરતી મંદી જન્મ લે છે. સ્પેશ્યલ મંદી!

વણજોઇતી પરિસ્થિતિમાં વિચારથી બચવું જરૂરી છે અને જે જોઇએ છે તેનાં વિચાર
કરવા જરૂરી છે. વણજોઇતી પરિસ્થિતિના વિચારથી બચવા માટે એટલું ખાસ સમજી લો કે, એ
પરિસ્થિતિ ન ગમતી હોવાં છતાં આપણાં જીવનમાં ઊભી થાય છે એની પાછળ ચોક્કસ કારણો હોય
છે – યોગ્ય કારણો હોય છે.

સૃષ્ટિનાં નિયમોને આધિન જ એ ઘટનાઓ બનતી હોય છે.
દુનિયાની કોઇ જ ઘટના આપણને નુકસાન કરવા માટે નથી બનતી. આપણે જે હજુ સુધી નથી શીખી
શક્યા, તે શીખવવા માટે એ બને છે. હવે જે જોઇએ છે તેનાં જ વિચાર કરવા માટે બે આદત
કેળવો.

આદત-૧ : મનને પ્રશ્નો પૂછો

જો તમને જોબ ન મળતી હોય,
અને એના કારણે બેકારીના અથવા નિરાશાના વિચાર આવ્યા કરતા હોય તો મનને સવાલ પૂછો,
‘કેવી જોબ સારી?’ તમારું મન તરત જ જુદા પ્રકારનાં વિચારમાં પરોવાઇ જશે, અને તમારે
જે જોઇએ છે તેવી જોબના વિચાર બહાર આવવા લાગશે.

જો તમારા વ્યવસાયથી કંટાળી
ગયા હો અને એ વ્યવસાયમાં શી તકલીફો છે એનાં જ વિચાર ચાલ્યા કરતા હોય તો મનને પ્રશ્ન
પૂછો ‘બિઝનેસ કેવો હોય તો મજા આવે?’ જવાબમાં જે વિચાર આવશે તે તમારે જોઇતી
પરિસ્થિતિનાં હશે.

જો આવક ઓછી હોય અને એના કારણે આવનારી તકલીફોનાં વિચાર
મનનો કબજો લઇ લેતા હોય તો મનોમન સવાલ કરો કે ‘મારી વાર્ષિક આવક એકજેટલી કેટલા
રૂપિયાની હોય તો સારું?’ અને મન તમને નવા જ વિચાર આપશે.

ઉપરના તમામ સવાલોના
જવાબ તમારા મનને એવી વસ્તુ, ઘટના કે પરિસ્થિતિના વિચાર કરવા માટે પ્રેરશે કે જે
તમારે જોઇએ છે.

આદત-૨ : મન પાસે હિસાબ માગો

એક વાર મનોમન એવું
ધારી લો કે ‘મારું મન જયારે જોઇતી વસ્તુનો એક વિચાર કરે છે ત્યારે મારા આંતરિક
ખાતામાં ૧૦૦/- રૂપિયાની આવક થાય છે અને જયારે વણજોઇતી વસ્તુનો એક વિચાર કરે ત્યારે
એ ખાતામાંથી ૧૦૦/- રૂપિયાની જાવક થાય છે.’ શાંત ચિત્તે એક વાર આવી ધારણા કરી લો.

પછી દરેક વિચાર વખતે હિસાબ કરવા બેસવાની જરૂર નથી, માત્ર રોજ રાત્રે સૂતી
વખતે મન પાસે હિસાબ માગજો. એને પૂછજો- ‘બોલ આજનું સરવૈયું શું છે? દિવસભર ચાલતા
તમારા દરેક વિચાર સાથે રૂપિયાની આવક-જાવક ચાલુ થઇ જશે. ભલે એ કાલ્પનિક હોય પણ મન
સજાગ થઇ જશે. જે નથી જોઇતું એનો વિચાર ઓટોમેટીક ઓછો થવા લાગશે. (રૂપિયા ગુમાવવા
કોને ગમે!)

આ ખેલની મોટી મજા એ છે કે જયારે જોઇતી વસ્તુનો વિચાર મનમાં
ચાલતો હશે ત્યારે એ વિચાર તો ફાયદો કરશે જ પણ સાથે સાથે આંતરિક બેલેન્સ વધવાનો આનંદ
પણ હશે. વણજોઇતી પરિસ્થિતિને જેટલી ગંભીરતાથી લેવામાં આવે છે એટલી ગંભીરતા જોઇતી
પરિસ્થિતિ પ્રત્યે જો દાખવવામાં આવે તો દરેક વ્યક્તિ પોતાનાં સપના ખૂબ સારી રીતે
સાકાર કરી શકશે.

સોનામહોર : આપણો દરેક વિચાર, આપણી અદ્રશ્ય વાસ્તવિકતા છે.

http://bollywood.divyabhaskar.co.in/article/100307183911_rich_life_rajiv_bhalani.html

September 18, 2011 at 2:37 pm 1 comment

વાનપ્રસ્થાશ્રમને દ્વારે

vanprasthashram-final-2

Power point presantation given during Jaina biannual convention July 2, 2011

July 9, 2011 at 5:46 am Leave a comment

અમેરિકન ગુજરાતીઓના બે વિશિષ્ટ અનુવાદ ગ્રંથો-ડો. શિરીષ પંચાલ

નિવૃત્તિની પ્રવૃત્તિ નાં ઉત્તમ ઉદાહરણ સમો આ લેખ ઘણા સંપન્ન અને માતૃભાષા પ્રેમી એન આર ઈને પ્રોત્સાહન સમુ થશે..મૌલિક સર્જન એક માત્ર માતૃભાષાનાં સંવર્ધન નો પ્રકાર નથી.. વિદેશમાં આપ જ્યાં વસ્યા હોય તે ધરતીની ભાષાનું ઉત્તમ સાહિત્ય ગુજરાતીઓને પહોંચાડવું એ પણ માતૃભાષાને સમૃધ્ધ કરી કહેવાય. વધુ વિગતો માટે વાંચો ડો શિરીષ પંચાલનો “ગુજરાત મિત્ર”માં તેમની કોલમ “અક્ષરની આરાધના”માં પ્રસિધ્ધ થયેલો આ લેખ.

Canary

મે 1, 2011 at 12:30 pm Leave a comment

પ્રેમલતાબા..૯૧મા વર્ષે પણ લેખન ચાલુ..પ્રકાશન ચાલુ..

મોટી ઉંમરે ઘણા નિવૃત લોકોને માટે આશિર્વાદ સમાન ઘટના તાજેતરમાં ઘટી.

પ્રેમલતા બાની ઘણા સમયની મહેચ્છા ફળી ૨૦૦૬માં લખેલી પહેલી નવલીકા “ઈટ્યો” પછી બીજી નવલીકા રણમાં અટ્ટહાસ્ય અને બીજી થોડીક વાર્તાઓ કે જે અનુવાદ વધારે છે. જે વાર્તાઓનાં વાર્તાકારોનો પરિચય આપતા લખે છે કે અંગ્રેજીમાં ભાષાંતર કરાયેલી  જગતની જુદા જુદા દેશોની વાર્તાઓનો અનુવાદ કરેલો છે.કોઇ પણ દેશની વાર્તા જ્યારે મનને પકડી રાખે છે ત્યારે તેની પકડમાં થી છૂટવું અશક્ય થઇ પડે છે.આવી વાર્તાઓનું ગુજરાતીમાં અનુવાદ કરવો તે પ્રેમલતા બેને સહજતાથી કરી બતાવ્યો છે.

અત્રે એ વાત સમજવા જેવી છે કે વધતી ઉમ્મરે ભૂતકાળમાં થી સારું શોધી તે શોધને દેહસ્વરૂપ આપવાનું તે એક સુંદર હકારાત્મક જીવન શૈલીનો એક પ્રકાર છે.

આ પુસ્તક્ના પ્રકાશક છે સિધ્ધર્થ પી. શાહ

પ્રાપ્તિ સ્થાન છે કિશોર એસ ત્રિવેદી.

ફોનઃ 79-23210567 ઇ મેલઃ  k.s.trivedi@yahoo.com

Price: 12.00 Dollar ભારતમાં ૨૫૦.૦૦ રુપિયા

 

March 25, 2011 at 6:56 pm Leave a comment

Read Print Library-E mail by Vijay Dharia

 

http://www.readprint.com/ “Free online books library for students, teachers, and the classic enthusiast. Over 8,000 online books by 3,500 authors at your fingertips!”

July 1, 2010 at 7:21 pm Leave a comment

નિવૃત જીવનનું પંચામૃત

_______________________નિવૃત્તિનુ પંચામૃત

“નિવૃત્તીની પ્રવૃતી” પુસ્તકના કેટલાક અંશો

આશા છે કે આપને ગમશે

June 24, 2010 at 12:19 am Leave a comment

ઘડપણ..!વિશ્વદીપ બરાડ

ઘડપણ આવે ગભરાતા નહીં,  જીવન મૌસમ માની મનથી વધાવજો,
ડુબતા  સૂરજ   સમી   આ   જિંદગીની સંધ્યા ને    પ્રેમથી વધાવજો.

લાકડી ટેકો બને,ચશ્મા બને આંખનો આધાર,કાને કઈ સંભળય નહી,
કાંઈ વાંધો નહી, જિંદગીનો    આજ ક્રમ છે માની ખુશીથી   વધાવજો.

અપેક્ષા, આશા  અને મોહ-માયાની    આ નગરીથી  દૂર  સદા રહેજો,
બધુ ચાલશે, ફાવશે,ગમશે  ,   સાદગીનો વેશ પે’રી એને વધાવજો.

જમાનો  બદલાયો છે , હવા બદલાય છે    સંતાન સહારો આપે નહી,
નર્સિંગહોમનો સહારો લેતા ખચકાશો નહી,  આ વાત હસીને વધાવજો.

સાંજ પડી છે , ઝાંખી કરી જુઓ બહાર સંધ્યા  સોળેકળા એ ખીલીછે,
નમતા સૂર્યને  સુવિદાય આપી,    આવનારી  નવી  ઉષાને વધાવજો.

http://vishwadeep.wordpress.com/2010/06/17/%e0%aa%98%e0%aa%a1%e0%aa%aa%e0%aa%a3-2/

June 17, 2010 at 5:36 am Leave a comment

સંયુક્ત કુટુંબનું લૂણ – તટસ્થ નીતિ

આજની તારીખની બુમરાણ એ છે કે સંયુક્ત કુટુંબની જૂની આર્ય પદ્ધતિ બુરી રીતે તૂટતી જાય છે. પશ્ચિમિકરણનું આંધળું અનુકરણ  ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને ખતમ કરી રહી છે. પશ્ચિમનાં લોકો જ્યારે એમની સંસ્કૃતિના માઠા મૂલ્યો ભોગવીને મૂળભૂત ભારતીય મૂલ્યો તરફ વળી રહ્યા છે ત્યારે આપણે એ વસ્તુ છોડીને એમના એંઠવાડ તરફ વધી રહ્યા છીએ.

બે પરિવારોની વાત અત્રે કરું છું. અવા ઘણા પરિવારો અસ્તિત્વમાં હશે જ.

એક પરિવાર  એવો છે કે જ્યાં પુત્ર અને પુત્રવધૂ મા બાપને ઠોકરે ચડાવે છે. પુત્રી મા બાપને જાળવવા પ્રયત્નશીલ છે પરંતુ મા બાપ પુત્ર અને પુત્રવધૂની મમતા છોડી શકતા નથી. તેમને પોતાની વૃધ્ધાવસ્થાની બધી સંપત્તિ સોંપી દેતા અચકાતા નથી. આ કથની છે તે કથાના પુત્ર અને પુત્રવધૂ દોષિત છે. પુત્રી લાગણીથી જ્યારે મા બાપને સાચવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમને એમ કહેવાય છે કે દીકરીને તો વળાવી એટલે સાસરીનીત્યાં તમારું જે થવાનું હોય તે થાય અમારે મન તો છોકરી પારકું ધનઅત્યાર સુધી જાળવી.. હવે ક્યાં સુધી જાળવીએલાગણીથી દીકરી એમ કહે કે આ પુત્ર અને પુત્રવધૂ કેવી કઠોર રીતે તમને રાખે છે. તમારું હૈયું નથી વલોવાતું ?તો જવાબ મળે - નાઅમારી તો એ ઘડપણની લાકડી છે. એમની કઠોર રીતથી અમને જે વીતે છે તે વીતવા દો. પણ તમારું તમે સાચવો.(more…)

September 17, 2009 at 1:04 pm 1 comment

ખીચડી-મહેન્દ્ર (માઇક) વોરા

૧. અકરમી કોને કહેવાય ? ઊંટ પર બેઠા હોય છતા જેને કુતરું કરડી જાય એ અકરમી !!
——————————————-
૨. તમારા ચમત્કાર તમે જાતે જ કરો, કારણ કે ભગવાન બીજે ક્યાંક અતિ વ્યસ્ત છે !!
——————————————–
૩. ઘણા પુરુષો સ્ત્રીને ધ્ધીકારે છે, કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે !!
——————————————–
૪. પ્રેમ એટલે પ્રથમ વાર ચોડેલા ચુબનમાંથી ગૂંજેલો મીઠો-મૃદુ ચિત્કાર !!
——————————————–
૫. પુરુષોને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
———————————————-
૬. તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
———————————————– (more…)

September 8, 2009 at 4:33 pm Leave a comment

જીવનનું અંતિમ પર્વ..સંકલન-વિશ્વદીપ

patriarch 
ઘડપણમાં બાદબાકી નથી..
ઘરડા થઈ ગયા,નકામાં થઈ ગયાં તેવું માનવાને કોઈ કારણ નથી.’વૃદ્ધ’ શબ્દ છે, વયથી જે વૃદ્ધ છે તે.વયોવદ્ધ વ્યક્તિ તે તો સમાજની મોટી થાપણ છે. એક પરિપક ચિત્ત સમાજનું વટવૃક્ષ સમું ઉપયોગી સાધન છે.એક ઘેઘુર વડલો એટલે અનેક પશુ,પંખી તથા માનવ માટેનું આશ્રયસ્થાન, વિરામસ્થાન.વૃદ્ધ એટલે ખેડાયેલી જમીન. અનેક ઉજ્જવળ કારકિર્દી પાર કરીને આવેલાં વૃદ્ધોએ નવી પેઢી માટે જીવતા કોશ સમાન છે.જીવન આખરે અનુભવવાની ચીજ છે. વૃદ્ધત્વ પાસે બીજું કાંઈ હોય કે ના હોય, અનુભવ તો છેજ. ભારતિય સંસ્કૃતિએ વૃદ્ધોને માનવસભાનું ઘરેણું માન્યા છે.

ઘડપણ જીવનની સંધ્યાનું આ બદલાતું ટાણું છે.જીવનનો દોર હાથમાં લઈ કૃતસંકલ્પ થવાનું છે .ક્યો છે આ સંકલ્પ? આજ હું મારી વૃદ્ધાવસ્થાને લીધે મનોમન લાચારી તો હરગીઝ નહી અનુભવું. બલકે મારા અંતરને આત્મવિશ્વાસથી છલોછલ છલકાવી દઈશ, નમ્રતાપૂર્વક હું જીવનના વણદીઠ મુકામોની યાત્રા કરીશ . હજુ સુધી નહીં ખોલેલા જીવગ્રંથનાં પ્રકરણોના શબ્દેશબ્દને હૈયે ઉતારીશ .મારા જીવનવૃક્ષની ડાલે ઊગેલા આ પીળા પાંદડામાં હું ગોકુળને અને પીતાંબરધારીને અવતારીશ.” જીવન એક મહાસાગર  છે. મહાસાગરને ગમે તેટલો ખેડો એ  હંમેશા અતળ જ રહેવાનો. .લાખમોતી પરવાળા. નીલમ એકઠા કરો, તોય રત્નાકર સાગર બીજા એવા કરોડો રત્નો પોતાની પાસે બાકી રાખવાનો એટલે કદીયે ‘જિંદગીમાં બધું પામી લીધું’- એવું કોઈ કહી શકે નહીં. જિંદગી અખૂટ યાત્રા છે.

સંતાનો સાથેનો  સંબંધ
વૃદ્ધવસ્થા એ જીવનનો એક વળાંક છે. બદલતા જીવનનાં તમામ પાસાંને વિશદરૂપે સમજી લેવા જોઈએ.વૃધ્દાવસ્થામાં સંતાનો સાથીનો સંબંધ તો સમગ્રપણે સમજી લેવો જોઈએ, કારણકે સંબંધ હસાવનારો હોય તેજ રડાવી શકે છે. અત્યાર  સુધી સંતાનો સાથેના સંબંધમાં ભલે જે ભુલો થઈ તે થઈ, ખોટા ખ્યાલો સેવાયા તો ભલે સેવાયા, પરંતુ હવે ‘જાગ્યા ત્યારથી સવારની તૈયારી થાય તો હજુ પણ કશુજ બગડી ગયું નથી.

પોતાના જ પેટનાં જણ્યા અંગે આપણા મનમાં કાંઈક કસર રહી જાય છે તેનું કારણ આપણી વધારે પડતી અપેક્ષાઓ.માબાપ રુપે આપણે પણ આપણી જાતને કેન્દ્રમાં રાખીને સંતાનનો વ્યવહાર  ગોઠવાય  એવાં સ્વપ્નાં જોઈએ છીએ, જે કદીયે સંભવ નથી. દરેકને પોતાનું જીવન છે. કોઈ આપણને કેન્દ્રમાં રાખી પોતાનો જીવન-વ્યવહાર ગોઠવે એવી અપેક્ષા તો હિંસા છે, શોષણ છે,અનીતિમતા છે, જાવન એક પવિત્ર ચીજ છે. દરેકના જીવનનું સ્વતંત્ર્ય જાળવવું એ માનસ માત્રની પવિત્ર ફરજ છે.ત્યાં સંતાનોનાં સ્વતંત્ર્યનું રક્ષણ થવું જ જોઈએ.

અપેક્ષાઓ એવી સેવી ન બેસીએ કે સંતાનો પર બોજ પડે. કોઈને ના પાડવાની પરિસ્થિતિમાં મૂકવા એ હિંસા છે. સામીની વ્યક્તિની સહનશીલતા, ક્ષમતાનું માપ કાઢી લઈને આંક આવે એના કરતા ઓછો બોજો જ આપણે તેના પર નાંખવો જોઈ એ. આ જ સંબંધોનું ગણિત.

વૃદ્ધાવસ્થામાં આપણાં સંતાનો સાથેના સંબંધમાં મનને બહુ આળું કરી નાંખવાની જરૂર નથી.આપણે સમજી લેવું જોઈ એ કે દીકરા-વહુન એમનું પોતાનું જીવન છે, એમનો પોતાનો સંસાર છે, એમના પોતાના વ્યવહાર છે. એમને એમની રીતે જીવવાનો  અધિકાર છે.

એક દિવસ સોક્રેટિસે એક વૃદ્ધને એના પૂર્વજીવન વિશે પૂછ્યું.પેલાએ લંબાણથી આખી કહાણી સંભળાવી એનાથી સંતુષ્ટ થઈ સોક્રેટિસ કહે,”તમારું આજ સુધીનું જીવન તો બહું સારી રીતે ગયું કહેવાય ,પણ ઘડપણમાં કેવી રીતે જીવો છો, એ તો કહશો?”

પેલા વૃદ્ધે કહ્યું:‘આખી જિંદગી સુધી જે કાંઈ માલ-મિલકત, કીર્તિ-પ્રતિષ્ઠા કમાયો તે બધું સંતાનોને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું ને છોકરાનાં છોકરાને રમાડું છું. એના કામમાં જરાય આડો આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તો પણ કાંઈ બોલતો નથી. પણ જો એ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવનો નિચોડ ઠાલવું છું. પણ એ મારી સલાહ મુજબ ચાલે છે કે નહી તે જોતો નથી. મારો આગ્રહ પણ નથી હોતો. એ ભૂલ કરે તો ટોંકતો પણ નથી અને છતાંય ફરી સલાહ માટે આવે તો એ વાતો ફરી કહેતાં હું થાકતો પણ નથી” વૃદ્ધની વાતો સાંભળી સોક્રેટિસે ખુશ થતાં કહ્યું:” ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું!”

સંકલન-વિશ્વદીપ
(સૌજન્ય :જીવનનું અંતિમ પર્વ-મીરા ભટ્ટ)

http://vishwadeep.wordpress.com/2009/07/10/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%bf%e0%aa%ae-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5/

July 13, 2009 at 3:55 pm Leave a comment

Older Posts


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other followers

Blog Stats

  • 26,312 hits

Recent Posts

 

મે 2012
M T W T F S S
« Apr    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Follow

Get every new post delivered to your Inbox.