Posts filed under ‘પ્રેરણાદાયી લેખ્’
જે જોઇએ છે તેનાં જ વિચાર કરો- રાજીવ ભાલાણી

જોઇએ છે સ્વચ્છતા પણ મનમાં વિચાર એવો ચાલતો હોય કે ‘ગંદકી ન હોય તો સારું’. સોદો
સારી રીતે પાર પડે તેવી ઇચ્છા હોય, પણ વિચાર એવો આવતો હોય કે ‘હું છેતરાઇ ન જાઉ તો
સારું.’તંદુરસ્તી જોઇતી હોય પણ વિચાર એવો ચાલતો હોય, ‘વાતાવરણ ખરાબ છે,
માંદા ન પડાય તો સારું.’ બિઝનેસ ધમધોકાર ચાલે તેવી ઇચ્છા હોય પણ વિચાર એવો આવે કે
‘મંદી ન આવે તો સારું’. વર્ષનાં અંતે સારું બોનસ મળે એવી ઇચ્છા હોય પણ વિચાર એવો
આવે કે ‘પગાર ન કપાઇ જાય તો સારું’. ઇચ્છા એવી હોય કે ઇન્વેસ્ટમેન્ટનું શ્રેષ્ઠ
વળતર મળે પણ મનમાં વિચાર એ ચાલતો હોય કે ‘રૂપિયા ફસાઇ ન જાય તો સારું’.
આ
દરેક ઉપવાસમાં ઇચ્છા સારી જ છે પણ એને રજૂ કરતો વિચાર વિપરીત છે. મંદી ન નડે તો
સારું એવો વિચાર કરવાથી વિચારનું ફોકસ ‘મંદી’ પર જાય છે. જે મંદીના બીજા અનેક
વિચારને ખેંચી લાવે છે, મંદીને જબરદસ્ત ઊર્જા મળવા લાગે છે અને મંદી નડવા લાગે છે -
માર્કેટમાં મંદી ન હોય તો પણ એ વ્યક્તિ પૂરતી મંદી જન્મ લે છે. સ્પેશ્યલ મંદી!
વણજોઇતી પરિસ્થિતિમાં વિચારથી બચવું જરૂરી છે અને જે જોઇએ છે તેનાં વિચાર
કરવા જરૂરી છે. વણજોઇતી પરિસ્થિતિના વિચારથી બચવા માટે એટલું ખાસ સમજી લો કે, એ
પરિસ્થિતિ ન ગમતી હોવાં છતાં આપણાં જીવનમાં ઊભી થાય છે એની પાછળ ચોક્કસ કારણો હોય
છે – યોગ્ય કારણો હોય છે.
સૃષ્ટિનાં નિયમોને આધિન જ એ ઘટનાઓ બનતી હોય છે.
દુનિયાની કોઇ જ ઘટના આપણને નુકસાન કરવા માટે નથી બનતી. આપણે જે હજુ સુધી નથી શીખી
શક્યા, તે શીખવવા માટે એ બને છે. હવે જે જોઇએ છે તેનાં જ વિચાર કરવા માટે બે આદત
કેળવો.
આદત-૧ : મનને પ્રશ્નો પૂછો
જો તમને જોબ ન મળતી હોય,
અને એના કારણે બેકારીના અથવા નિરાશાના વિચાર આવ્યા કરતા હોય તો મનને સવાલ પૂછો,
‘કેવી જોબ સારી?’ તમારું મન તરત જ જુદા પ્રકારનાં વિચારમાં પરોવાઇ જશે, અને તમારે
જે જોઇએ છે તેવી જોબના વિચાર બહાર આવવા લાગશે.
જો તમારા વ્યવસાયથી કંટાળી
ગયા હો અને એ વ્યવસાયમાં શી તકલીફો છે એનાં જ વિચાર ચાલ્યા કરતા હોય તો મનને પ્રશ્ન
પૂછો ‘બિઝનેસ કેવો હોય તો મજા આવે?’ જવાબમાં જે વિચાર આવશે તે તમારે જોઇતી
પરિસ્થિતિનાં હશે.
જો આવક ઓછી હોય અને એના કારણે આવનારી તકલીફોનાં વિચાર
મનનો કબજો લઇ લેતા હોય તો મનોમન સવાલ કરો કે ‘મારી વાર્ષિક આવક એકજેટલી કેટલા
રૂપિયાની હોય તો સારું?’ અને મન તમને નવા જ વિચાર આપશે.
ઉપરના તમામ સવાલોના
જવાબ તમારા મનને એવી વસ્તુ, ઘટના કે પરિસ્થિતિના વિચાર કરવા માટે પ્રેરશે કે જે
તમારે જોઇએ છે.
આદત-૨ : મન પાસે હિસાબ માગો
એક વાર મનોમન એવું
ધારી લો કે ‘મારું મન જયારે જોઇતી વસ્તુનો એક વિચાર કરે છે ત્યારે મારા આંતરિક
ખાતામાં ૧૦૦/- રૂપિયાની આવક થાય છે અને જયારે વણજોઇતી વસ્તુનો એક વિચાર કરે ત્યારે
એ ખાતામાંથી ૧૦૦/- રૂપિયાની જાવક થાય છે.’ શાંત ચિત્તે એક વાર આવી ધારણા કરી લો.
પછી દરેક વિચાર વખતે હિસાબ કરવા બેસવાની જરૂર નથી, માત્ર રોજ રાત્રે સૂતી
વખતે મન પાસે હિસાબ માગજો. એને પૂછજો- ‘બોલ આજનું સરવૈયું શું છે? દિવસભર ચાલતા
તમારા દરેક વિચાર સાથે રૂપિયાની આવક-જાવક ચાલુ થઇ જશે. ભલે એ કાલ્પનિક હોય પણ મન
સજાગ થઇ જશે. જે નથી જોઇતું એનો વિચાર ઓટોમેટીક ઓછો થવા લાગશે. (રૂપિયા ગુમાવવા
કોને ગમે!)
આ ખેલની મોટી મજા એ છે કે જયારે જોઇતી વસ્તુનો વિચાર મનમાં
ચાલતો હશે ત્યારે એ વિચાર તો ફાયદો કરશે જ પણ સાથે સાથે આંતરિક બેલેન્સ વધવાનો આનંદ
પણ હશે. વણજોઇતી પરિસ્થિતિને જેટલી ગંભીરતાથી લેવામાં આવે છે એટલી ગંભીરતા જોઇતી
પરિસ્થિતિ પ્રત્યે જો દાખવવામાં આવે તો દરેક વ્યક્તિ પોતાનાં સપના ખૂબ સારી રીતે
સાકાર કરી શકશે.
સોનામહોર : આપણો દરેક વિચાર, આપણી અદ્રશ્ય વાસ્તવિકતા છે.
Look at the picture of this man, he is 97 years old,
Look at the picture of this man, he is 97 years old, read the poem all the way through…
When an old man died in the geriatric ward of a nursing home in GRASS VALLEY, CA. it was believed that he had nothing left of any value.
Later, when the nurses were going through his meager possessions, they found this poem. Its quality and content so impressed the staff that copies were made and distributed to every nurse in the hospital.
One nurse took her copy to Missouri.
The old man’s sole bequest to posterity has since appeared in the Christmas edition of the News Magazine of the St. Louis Association for Mental Health. A slide presentation has also been made based on his simple, but eloquent, poem.
And this little old man, with nothing left to give to the world, is now the author of this ‘anonymous’ poem winging across the Internet.
Crabby Old Man… (more…)
Think Big
- Beautiful quote on anger:-If you are right then there is no need to get angry And if you are wrong then you don’t have any right to get angry.
- Patience with family is love,
Patience with others is respect,
Patience with self is confidence
and
Patience with GOD is faith. (more…)
My collection-Harikrishna Majmundar
(1) THE SIEVE SAID TO THE NEEDLE”YOU HAVE A HOLE IN YOUR HEAD
(2) HE WHO ALWAYS THINKS OF BENEFIT TO HIMSELF CONFERS A BENEFIT ON THE WORLD WHEN HE DIES
(3) CHILDREN ARE THE COMFORTS OF THE OLD AGE AND THEY HELP YOU TO REACH THERE SOON
(4) MARRIED IN HASTE YOU MAY REPENT AT LEISURE
(5) IF YOU DO NOT WANT ANY BODY TO KNOW IT. DONT DO IT.
(6) IF YOU FIND EDDUCATION IS EXPENSIVE TRY IGNORANCE- EXPEIENCE IS THE BEST TEACHER BUT ITS FEES ARE HEAVY
(7) THERE EXHISTS IN HUMAN NATURE A STRONG PROPENSITY TO DEPRICATE THE EVILS OF PRESENT TIMES AND PINE FOR THE PAST. WE LOOK BEFORE AND AFTER AND PINE FOR WHAT IS NOT.
(8) FAME IS A FOOD THAT DEAD MEN EAT, I HAVE NO STOMACH FOR SUCH MEAT
(9) ALL PARTING IN LIFE IS SAD, BUT WHEE THE HEART’s DEEPEST FEELINGS ARE INVOLVED THE SEVERENCE OF OLD TIES AND THE NEESSITY OF SAYING GOOD BYE IS AS TRYING AN ORDEAL AS A MAN CAN BE CALLED UPON TO GO THROUGH.
(10) THE FEAR OF DEATH IS NO DETERRENT TO THE FORCE OF EVIL HABITS
વિવિયન સ્ટોન-શૈલા મુન્શા.
૭૫ વર્ષની વિવિયન સ્ટોન મારી સાથે સ્કુલમા કામ કરે છે. વર્ષો પહેલાં પતિથી છૂટાછેડા લીધા અને એક દિકરો ને બે દિકરીને એકલે હાથે ભણાવી મોટા કર્યા. ત્રણે સંતાનો પોતાનો જીવનસાથી શોધી પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા.
વિવિયન સ્વભાવે હસમુખી સેવાભાવી પણ ખરી. કોઈને પણ મદદ કરવા તત્પર. સ્કુલમાં બધાની વર્ષગાંઠ યાદ રાખીને કાર્ડ આપે અને નાની ભેટ પણ આપે. બાળકો ને ખુબ પ્રેમ કરે. સવારે દરવાજે ઊભી રહી Good morning કહી બધાને આવકારે, વહાલથી બાથમાં લે અને સામે એટલા જ પ્રેમની અપેક્ષા પણ રાખે. (more…)
“મહાન વ્યક્તિની નાની વાત”-બાબુભાઇ વ્યાસ
ભાવનગર માં આવેલા માણેવાડી વિસ્તાર માં રહેતા થોડા યુવાનોએ ભેગાથાઈ એક મંડળ સ્થાપ્યું.જેને નામ આપ્યું “યંગ ક્લબ”.આ મંડળનાં ત્રણ કુમારો, તેમના નામ, ચિતરંજન પાઠક, હર્ષદ બધેકા અને નરહરિ ભટ્ટ. તેમની ઉમર લગભગ તેર કે ચૌદ વર્ષની.
તેમને જાણવા મળ્યું કે ગામમાં સંગીત માર્તાંડેય શ્રી ઓમકારનાથજી ઠાકુર નો સંગીત નો કાર્યક્રમ થવાનો છે. નસીબ જોગે એજ અરસામાં જ પ્રસિદ્ધ થયેલી પંડિતજીની બે રેકોર્ડ્સ સાંભળેલી. “ચંપક” અને “નીલામ્બરી” નામના બે અપરીચિત રાગો તેમણે ગયેલા.ત્રણે કુમારોને તે પસંદ પડી ગયેલા. તેમાય નરહરી શાસ્ત્રીય રાગોનું અનુકરણ સરસ રીતે કરી શકતો.
ત્રણેય જણે નક્કી કર્યું કે પ્રોગ્રામમાં જવું…પણ જવું કેવી રીતે? ભાવનગરના જુના સ્ટાર સિનેમા માં કાર્યક્રમ ગોઠવવામાં આવેલો. અંદર જવાની ટીકીટ લેવી પડે અને તેના પૈસા બેસે…સંગીત સાંભળવા માટે પૈસા કોઈ ઘરેથી આપે નહિ. બહુ વિચાર કર્યા પછી ત્રણે એ નક્કી કર્યું કે ખુદ પંડિતજીને મળવું અને તેમને વિનંતિ કરવી. કાર્યક્રમ ના સમયે ત્રણેજણ જલસા ઘર પાસે ઉભા રહ્યા
થોડીવારમાં પંડિતજી વિક્ટોરિયા ગાડીમાં પધાર્યા. ગાડીમાંથી ઉતરતાંજ પંડિતજીની નજર ત્રણ કુમારો ઉપર પડી. ત્રણે એ હાથ જોડ્યા. એટલે પંડિતજી એ પૂછ્યું, “ક્યા બાત હૈ?”ત્રણે માંથી ચિતરંજનને હિન્દી આવડે એટલે તેને આવવાનું કારણ કહ્યું. પંડિતજીએ તેમને સમજાવતા કહ્યું કે હું અહી કોન્ટ્રાક્ટ એટલે તમને અંદર નાં બેસાડી શકું. પણ મારો ઉતારો દરબારી ગેસ્ટ હાઉસ માં છે. ત્યાં કાલે વહેલી સવારે નવ વાગે આવીજાજો. હું તમને થોડું સંગીત સંભળાવીશ. ત્રણે જણા ખુશ થતા ઘરે આવ્યા.
બીજે દિવસે નવ વાગે માજીરાજવાડી ગેસ્ટહાઉસમાં પહોચ્યા. દરવાને અટકાવ્યા પણ ત્યાંતો અંદરથી પંડિતજીનું કહેણ આવ્યું કે નવ વાગે ત્રણ છોકરાઓ આવશે તેમને અંદર આવવા દેશો. ત્રણે અંદર ગયા. એક મોટા રૂમમાં તેમને બેસાડ્યા. ત્યાં પંડિતજી આવ્યા અને કહ્યું “તમે સમયસર આવી ગયા તે મને ગમ્યું.”
તેમણે પટાવાળા ને કહ્યું, “આલોકો ને નાસ્તો આપો, હું હમણા આવુ છું.” નાસ્તો આવ્યો. તે દરમ્યાન એક મોટર કાર ગેસ્ટહાઉસના દરવાજેથી અંદર આવી. ગાડીમાંથી બે જણા ઉતર્યા, તેઓ શામળદાસ કોલેજના પ્રોફેસર શાહ અને પ્રોફેસર ભરૂચા હતા. આ ત્રણે છોકરાઓ જોતા તેઓ ઉભા રહ્યા. ત્યાં પંડિતજી હાથમાં સુતેલા બાળક ને ઉપાડ્યું હોય તેમ તાનપુરો લઇને અંદર આવ્યા અને બંને પ્રોફેસરોને કહ્યું, “મેં આ ત્રણ સદગ્રહસ્થોને મેં વચન આપ્યું છે કે થોડુક સંગીત તેમણે સંભળાવીશ. એટલે આપણે કોલેજના ભાષણ માં જરા મોડું થશે. તમે પણ સાંભળો.” એમ કહી તેમણે ગાદી તકિયા ઉપર સ્થાન લીધું. બે સાજીન્દાઓ પણ બાજુ માં ગોઠવાઈ ગયા. પંડિતજીના આંગણા તાનપુરા ફરવા માંડ્યા. પંડિતજી એ ગાવાનું શરુ કર્યું. …..ઓમ અનંત હરી…. અને પછી ચીજ શરુ કરી…આંખો મીચી તેઓ ગાતા હતા. “નોમ તોમ” પૂરું કરી તેમણે આંખો ખોલી પુછ્યું, “મજા આવી”. ત્રણેએ ડોકા હલાવ્યા. “તમે મારી બે રેકર્ડ સાંભળી છે તેમાં મેં અપ્રચલિત રાગો ગાયા છે અને તમે અત્યારે સાંભળ્યો તે પણ એક અપ્રચલિત રાગ છે…તેનું નામ છે ગાંધારી”… પંડિતજી ગાતા રહ્યા… મહેફિલ કેમ અને ક્યારે પૂરી થઇ તેનો ખ્યાલ પેલા બંને પ્રોફેસરોને કે ત્રણ કુમારોને પૂછીએ તો જાણી શકાય….
પણ એક અત્યંત નાના ઓડીયન્સ માટે પંડિતજી જિંદગી ભાર યાદ રહે તેવું નજરાણું આપી ગાયા.
બાબુભાઈ વ્યાસની ડાયરીમાં થી હસ્તે નીતિન વ્યાસ ૮૩૨-૪૦૩-૬૦૦૪
(આ પ્રસંગ ૧૯૩૮ ની સાલ આજુ બાજુ નો છે. ડાયરીમાં આવા નાના પ્રસંગો લખ્યા છે.)
પ્રેમલતાબા..૯૧મા વર્ષે પણ લેખન ચાલુ..પ્રકાશન ચાલુ..
મોટી ઉંમરે ઘણા નિવૃત લોકોને માટે આશિર્વાદ સમાન ઘટના તાજેતરમાં ઘટી.
પ્રેમલતા બાની ઘણા સમયની મહેચ્છા ફળી ૨૦૦૬માં લખેલી પહેલી નવલીકા “ઈટ્યો” પછી બીજી નવલીકા રણમાં અટ્ટહાસ્ય અને બીજી થોડીક વાર્તાઓ કે જે અનુવાદ વધારે છે. જે વાર્તાઓનાં વાર્તાકારોનો પરિચય આપતા લખે છે કે અંગ્રેજીમાં ભાષાંતર કરાયેલી જગતની જુદા જુદા દેશોની વાર્તાઓનો અનુવાદ કરેલો છે.કોઇ પણ દેશની વાર્તા જ્યારે મનને પકડી રાખે છે ત્યારે તેની પકડમાં થી છૂટવું અશક્ય થઇ પડે છે.આવી વાર્તાઓનું ગુજરાતીમાં અનુવાદ કરવો તે પ્રેમલતા બેને સહજતાથી કરી બતાવ્યો છે.
અત્રે એ વાત સમજવા જેવી છે કે વધતી ઉમ્મરે ભૂતકાળમાં થી સારું શોધી તે શોધને દેહસ્વરૂપ આપવાનું તે એક સુંદર હકારાત્મક જીવન શૈલીનો એક પ્રકાર છે.
આ પુસ્તક્ના પ્રકાશક છે સિધ્ધર્થ પી. શાહ
પ્રાપ્તિ સ્થાન છે કિશોર એસ ત્રિવેદી.
ફોનઃ 79-23210567 ઇ મેલઃ k.s.trivedi@yahoo.com
Price: 12.00 Dollar ભારતમાં ૨૫૦.૦૦ રુપિયા
Redefining wealth Malati Patel
It is health that is real wealth and not pieces of gold and silver.
– Mohandas Gandhi
America is the richest nation on the planet. Daily, the importance and value of monetary wealth is reinforced to us–cars, celebrity, pampering, exotic travel, a desirable wardrobe, and money beyond comprehension are constantly before our eyes as the goals you “should” strive for. Money is power, they say, but is it really? Studies show that the wealthy are no happier than anyone else. In fact some would say people in such circumstances are even more prone to addiction, depression, and feelings of low self-worth. The real goals you should desire are a healthy body and a positive lifestyle. Eating well, exercising, and getting adequate rest gives you an edge against cancer, diabetes, heart disease, and other ailments that are wrecking our society and cutting lives short everyday. A long, healthy life and taking care of yourself should be your new marker for wealth.
– Be Happy.
આપણે પણ આવા મહામરણને ભેટીએ.- પ્રજ્ઞાબેન વ્યાસ
શું જ્ઞાનેશ્વર કે અખો, શું નચિકેતા કે શ્રી અરવિંદ અથવા તો વિનોબાનો અંતિમ પ્રાણોત્સર્ગનો મહાપ્રયોગ… આ બધા એક જ વાત કહે છે કે મૃત્યુને જીતવું હોય તો શરીરભાવથી ઉપર ઊઠો. નચિકેતાને એના શરીરમાં લાવવા માટે યમદેવે કેટકેટલાં પ્રલોભનો આપ્યાં ? ગાડી, ઘોડા, ધન-દોલત, રાજપાટ, સ્વર્ગની અપ્સરાઓ – પણ નચિકેતાએ તો મૃત્યુનું રહસ્ય જ વાંછ્યું અને આત્મભાવમાં એ સ્થિર રહ્યો. ‘મરતાં પહેલાં મરવું’ એટલે મૃત્યુનું રોજ-રોજ રિહર્સલ કરવું. સતત સેવન કરવું. મૃત્યુ એટલે અ-શરીરમાં વસવું. સતત અ-શરીરમાં, આત્મભાવમાં રહેવાની ટેવ પડશે તો ‘વિમૃત્યુ’ થવાય છે.
કઠોપનિષદ કહે છે : ‘अथ मर्तोडमृतो भवात । मृत्युमुखात्प्रेमुच्यते । आनन्त्याय कल्पते ।’ આ રીતે મર્ત્ય અમર્ત્ય બને છે. મૃત્યુ-મુખમાંથી છૂટે છે અને અનંતતાને પામે છે.
રોકશો મા, ટોકશો મા કોઈ
મારા મોતને, ભેટવા આવ્યો છું.
એને ટાળવા આવ્યો નથી.
જીવન-મૃત્યુ
રોજના જેવી એ સવાર હતી. મારે ઓફિસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપુ ઉઠાવી મે પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. આ શું? છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈને હું ચોંકી ઉઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એક્દમઆઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાત્રે સુતો હતો ત્યારે છાતીમાં થોડું દુખતુ હતું ખરૂં. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને? ‘
હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફિસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે? મારો બૉસ મારા પર ખીજાશે. અરે! બધા ક્યાં જતા રહ્યાં? અરે! મારા આ રૂમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’ ‘અરે! આટલા બધા લોકો! ચોક્કસ કાંઇક ગરબડ લાગે છે. અરે ! કોઈક રડી રહયાં છે તો બીજા ચુપચાપ ઉભા છે.’ ‘અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળેજ છે? અલ્યાઓ! હું મુઓ નથી જો આ રહ્યો.’
મે કરાઝીંને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ ના હોય તેવું લાગ્યું. બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યાં હતા. હું ફરીથી મારા સુવાના ઓરડામાં ગયો.
મે મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું? અરે! મારી પત્ની, મારા બાળકો, મારા મા-બાપ, મારા મિત્રો – બધા ક્યાં છે?’ (more…)





Recent Comments