Archive for માર્ચ, 2008

નિવૃત્ત એટલે નવરા ? નહીં

Article from Sandesh

દૃશ્ય-૧ : બાળકોનાં છૂટવાની રાહ જોઈને ઊભેલી ત્રણ-ચાર સહેલીઓ વાતે વળગે છે. ચર્ચામાં ઉકળાટ છે, નિવૃત્ત થયેલાં સસરાજીનો ઘરનાં કામકાજમાં ટીકા – ટીપ્પણ અને ચીડિયા સ્વભાવનો. એકબીજાની વાતોમાં સૂર પૂરાવતી દરેક યુવતીની ફરિયાદ એ હતી કે, તાજેતરમાં નિવૃત્ત થયેલાં સસરા ઘરની રોજીંદા કામની પ્રક્રિયામાં ખણખોદ કરે છે. બાળકોને ટોકે અથવા બિનજરૃરી વાતોમાં પ્રોત્સાહન આપે છે, ગમે તે સમયે ટીવી ચાલુ કરીને બેસી જાય છે અને ઘરખર્ચની બાબતમાં અટકાવે છે. સ્વાદનાં શોખીન સસરા પોતાનાં કામકાજમાં વ્યસ્ત રહેતા હતાં ત્યારે તો આવા ન હતાં. હસમુખા. લાગણીશીલ અને કાળજી લેનાર સસરાનાં નિવૃત્તિ પછી વાણી અને વર્તન સાવ બદલાઈ કેમ ગયાં ?

દૃશ્ય – ૨ : સોસાયટીનાં નાકે બાંકડા પર લગભગ સાઠીની આજુબાજુની વયનું એક વડીલોનું ગ્રુપ બેઠું છે. પોતપોતાની વ્યથા ઠાલવતા દરેક વડીલની આમ અલગ છતાં સરવાળે સરખી લાગે તેવી ફરિયાદ છે. ઘરકામમાં રસ લેનાર વડીલની સલાહ કચકચ જેવી લાગે છે. કોઈ મહત્ત્વનાં નિર્ણય લેવાનાં હોય કે સગાં સંબંધીમાં વહેવાર જાળવવાનો હોય તો, પુત્ર-પુત્રવધૂ પોતાની મનસૂફી પ્રમાણે વર્તે છે પોતાનું માન જાળવવા સંઘર્ષ કરવો પડે છે. નિવૃત્ત થયા પછી જાણે નકામા થઈ ગયા હોય અને ઘરમાં કોઈને એમની જરૃર હોય એવું લાગતું નથી.

એવું શા માટે બને કે ઘરનો મોભી અને જવાબદાર પુરુષ નિવૃત્ત થતાંની સાથે જ સહુને બદલાઈ ગયેલો લાગે ? એ સત્ય છે કે સંજોગોનો આભાસ ? આ સમયે ઘરમાં ઊભી થતી અણસમજ અને ક્લેશ નિવારવા શું કરવું ? ભારતીય સંસ્કૃતિની જીવનશૈલી પ્રમાણે પચ્ચીસથી પચાસ વર્ષની વય ગૃહસ્થાશ્રમ માટેની ગણાવાય છે. પચાસીમાં પ્રવેશ્યા પછી માનવીની મનો-શારીરિક વૃત્તિઓ થોડી મંદ પડે છે. કામ કરવાની ર્સ્ફૂિત અને ઉત્સાહ ઘટે છે. પણ અનુભવનું જ્ઞાાન વધે છે. હવે દોડી-દોડીને કામ કરવાને બદલે આયોજન અને વ્યવસ્થા કરવા જેવાં કામો વધારે ફાવે છે. ત્યાર બાદ ધીમે ધીમે કાર્યભારથી નિવૃત્ત થવાની ઘડી આવે છે. સરકારી કચેરી શાળા, બેંક વગેરે સ્થળે ર્સિવસ કરતી વ્યક્તિ ૫૮થી ૬૦ની વયે પોતાના હોદ્દા પરથી નિવૃત્ત થાય છે. આ પ્રકારનાં આયોજનનો હેતુ એટલો જ કે, વાર્ઘક્ય તરફ જઈ રહેલી વ્યક્તિને આરામ મળે અને યુવાનવર્ગને રોજગારી મળતાં તેમની કાર્યક્ષમતાનો ઉપયોગ કરી શકાય.

સંજોગોને આધિન આ નિયમ સમાજમાં ભલે સર્વ સ્વીકૃત હોય, નિવૃત્ત થતી વ્યક્તિ માટે તે ભારે માનસિક તણાવ પેદા કરે છે. લગભગ ૫૫ની વય પછી નિવૃત્તિ હાથવેંતમાં દેખાવા લાગે ત્યારે મોટાભાગનાં પુરુષોને એ પ્રશ્ન થાય છે કે કામકાજ કરવાનું છોડી દીધા પછી શું ? નિવૃત્ત એટલે નવરા જને એક સમયે સદા સક્રિય રહેનાર વ્યક્તિને પોતાના રૃટીનથી તદ્દન વિરુદ્ધની દિનચર્યા પસાર કરવી ગમતી નથી. કાર્યશીલ માનવી માટે અચાનક જ કામથી છૂટા પડી જવું આપણે માનીએ છીએ એટલું સહેલું નથી. આ સમય દરમિયાન કેટલાંક પુરુષોમાં તો છૂપું ડીપ્રેશન ઘર કરી જાય છે. કામકાજની સાથે આજીવિકા રળી લાવનાર મોભીને આવકનો મોટો હિસ્સો ગુમાવવો પડે તે ગમે ખરું ? આ સમયે મોટાભાગના કુટુંબ કલેશની સમસ્યાઓ માનસિક પરિસ્થિતિને આધારે રચાતી હોય છે. નિવૃત્ત થનાર પુરુષ અને ઘરનાં અન્ય સભ્યો વચ્ચે ગેરસમજ ઊભી થવા લાગે છે. ‘‘નવરા માણસનું મગજ શેતાનનું કારખાનું છે – આવી કહેવતો ક્યારેક હાથે કરીને સાચી પાડી દેવાય છે. ‘‘નવરા પડયા દાઢ ચટાકા સૂઝે છે.” ‘‘ઘરનાં કામકાજમાં ટોકે છે.” સ્વભાવ ચીડિયો થઈ ગયો છે.” – આવાં કુટુંબીજનોનાં શબ્દો નિવૃત્ત થતાં પુરુષને એની બેરોજગારીનો અહેસાસ કરાવે છે. પોતે બિનકાર્યક્ષમ થઈ ગયા હોવાનો રંજ પુરુષોને પીડે છે. ભલે કુટુંબનું વાતાવરણ યથાવત હોય, વિચારસરણી બદલાવાથી બધું જ બદલાઈ ગયેલું લાગે છે. આવું શાથી બને છે ? કુદરતનાં નિયમ અનુસાર પચાસની વય પછી લોહીનાં પરિભ્રમણની ગતિ મંદ પડે છે. વળી આધુનિક જીવનશૈલીને કારણે બ્લડ પ્રેશર, ડાયાબિટિસ, શ્વાસની અને સાંધાના દુખાવાની તકલીફો થવા લાગે છે. શારીરિક ક્ષમતા ઘટી જતા નિવૃત્તિ તરફ જતા પુરુષો ભાવિની કલ્પના કરીને આત્મવિશ્વાસ ગુમાવેલા અધીરા અને ચીડિયા બની જાય છે. આ ઉંમરનાં પુરુષો અસલામતી અનુભવે છે અને પોતાની વાત સાચી કરવા ક્યારેક જીદે ચડી જાય છે આખો દિવસ ઘરમાં રહેતાં પુરુષોને પુત્રવધૂ કે પૌત્રોનું અમુક પ્રકારનું વર્તન અયોગ્ય લાગ્યાં કરે છે તે સાચું કે વાજબી છે કે નહીં ? – તે વ્યક્તિગત રીતે અલગ  વાત છે, છતાં  ઘરકામની બાબતમાં પુરુંષનો ચંચૂપાત સ્ત્રીઓને ચોક્કસ ખટકે છે.

નિવૃત્તિ અને પોતાની અસહાયતા બોજ ન બની જાય એ માટે શું કરવું ?

લગભગ આ સમય દરમિયાન લગ્નજીવન રજતજયંતી ઉજવી ચૂક્યું હોય છે. પ્રેમાળ અને સમજદાર જીવન સાથીની મધ્યસ્થી કુટુંબકલેશ થતાં અટકાવી શકે. પતિ અને પુત્રનાં પરિવાર સાથે  તાલ-મેલ જાળવવા સ્ત્રીએ પોતાની બધી જ સૂઝ-બૂઝ અહીં કામે લગાડી દેવી પડે છે. સતત ઘરમાં હાજર રહેવાથી દીકરા-વહુની સ્વતંત્રતા છિનવાય છે. જસ્ટ ફોર ચેઈન્જ ર્ધામક પ્રવાસનું આયોજન કરી શકાય. ઉદ્યમ એ સર્વ મુસીબતોનો અંત છે. જીવનના અનુભવોનું જે ભાથું, બાંધ્યું છે, તેનાં લાભ શક્ય એટલાંને વહેચવો. પરિવારની જવાબદારીઓ પૂરી કરવામાં ઘણાં શોખ મૂરઝાઈ ગયાં હોય છે તેને પુન: વિકસાવવા નિવૃત્તિ પછીનો સમય પોતાની રીતે કામનું આયોજન કરી મસ્તીથી માણવો. જૂના મિત્રો પડોશીઓ અને સગાં-સંબંધીને મળવા જવું. જુવાનીના જોશમાં બગાડેલાં સંબંધો સુધારી લેવા. નજીકની લાઈબ્રેરીમાં સભ્ય થઈ સારાં – મનગમતાં પુસ્તકો વાંચવા. આખો દિવસ ટીવી જોઈને પસાર કરવો વાજબી નથી. તેનાથી ભણતાં પૌત્રો અને પુત્રવધૂને ખલેલ પહોંચે છે. પોતાને ગમતાં જૂના ગીતો સાંભળવા અને જૂની ફિલ્મોનો આનંદ લેવો. ‘‘સમય નથી” એવો બહાના કાઢીને તબિયતની ઉપેક્ષા કરી હોય તેનાં માટે યોગાસનો, પ્રાણાયામ અને ચાલવા જવાની કસરતો, સમય પસાર કરવાનું ઉત્તમ સાધન બની રહેશે. સામાજિક સંસ્થા હોસ્પિટલ, મંદિર ને જ્ઞાાતિનાં મંડળમાં પોતાનાં અનુભવનાં આધારે મદદરૃપ થઈ શકાય. હિસાબ-કિતાબના અનુભવીને ખાનગી પેઢીમાં છૂટક કામ આસાનીથી મળી શકે છે. જનકલ્યાણ પરિવાર, સદવિચાર પરિવાર વગેરે જેવી સંસ્થા સમાજસેવાનાં ઉત્તમ કામો કરે છે તેમાં સહયોગ આપી સમાજનું ઋણ ચૂકવવાની તક ઝડપી લેવી. અત્યંત પ્રવાહી વર્તમાનમાં જીવનસાથીએ ડગલને પગલે અનેક સુવિધાઓ સાચવી હશે અને નાનાં-મોટાં ત્યાગ કર્યા હશે, એમને પૂરતો સમય આપી લગ્નજીવનમાં પરિપક્વતા લાવવી. શક્ય હોય તો ઘરકામમાં ઉપયોગી થવું.

બધી શિખામણો કંઈ પુરુષો અને વડીલ માટે થોડી જ છે ? નવી પેઢીએ પણ એ વાતનું ધ્યાન રાખવું જરૃરી છે કે તેમનાં મોજ-શોખ ઉછેર અને અરમાન પૂરા પાડવા દિન – રાત મહેનત કરતાં વડીલનું મન ન દુભાય. નિવૃત્ત વડીલ આવકને કારણે સંકોચ પામે છે. અને હાલમાં વધતી મોંઘવારી અને ખર્ચા એમની ચિંતામાં વધારો  કરે છે, બિનજરૃરી ખર્ચા ઉપર કાપ મૂકવા અને આવકનાં વ્યવસ્થિત રોકાણ માટે તેમનાં અનુભવનાં જ્ઞાાનનો લાભ લેવો. વૃદ્ધાવસ્થા કોઈનેય ગમતી નથી. એટલે વડીલોને પણ એમની અસહાયતાનો અહેસાસ કરાવી દુભાવવા નહીં. ‘‘નિવૃત્ત એટલે નવરા અને નકામા-” એમ ન સમજવું, વડીલોના જ્ઞાાન અને અનુભવનાં આધારે પૌત્રો, સાથે એમનો સુમેળ સાધવાથી સુરક્ષા અંગેના ઘણાં પ્રશ્નો હલ થઈ શકે. નવી પેઢી જુવાનીનાં જોશમાં એ વાત ન ભૂલે કે આવતી કાલે એમને પણ એ પ્રશ્ન થવાનો છે કે, ‘‘સમયનો ખાલીપો પૂરવા શું કરવું ?” માટે ધીરી બાપૂડીયાં….

માર્ચ 24, 2008 at 3:07 એ એમ (am) Leave a comment


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

Blog Stats

  • 61,170 hits
માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

સંગ્રહ