Archive for જુલાઇ, 2008

બાકરોલના જેડી કાકાનું અનોખું ઈ ગ્રંથાલય -નિર્મિશ પંચાલ ( સૌજન્ય -દિવ્ય ભાસ્કર)

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, હૈયામાં હોશ અને જીગરમાં જોમ હોય તો કોઇ કામ અશકય નથી. આવું કંઇક ૭૩ વર્ષીય જયંતિભાઇ પટેલના જીવનમાં ડોકિયુ કરીએ જોવા મળે છે.

નિવૃત્તિકાળમાં શાંતિથી બેસી રહેવાના બદલે આધુનિક યુગ સાથે કદમ મિલાવીને તેમણે કોમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યુ. એટલું જ સાહિત્યનો રસ હોય ગુજરાતી સાહિત્યનું પુસ્તકાલય બનાવી અને વેબસાઇટ પર પહેલ વહેલી ગુજરાતી પુસ્તકાલય ડોટ કોમ અસ્તિત્વમાં આવ્યું, જેથી પોતાના સાહિત્યનો રસ પોષાય અને લાઇબ્રેરી સુધી નહીં જઇ શકતાં લોકો ઇન્ટરનેટના માઘ્યમથી પોતાની વાંચનતૃષને સંતોષી શકે તેવો તેમનો મૂળભૂત ઉદેશ્ય પણ સાર્થક નીવડયો. વર્ષોથી પોતાનાં સંતાનો સાથે વિદેશમાં સ્થાયી થયેલા જયંતિભાઇ પટેલ મૂળ બાકરોલના વતની છે.

નાનપણથી મૂળ સાહિત્યનો જીવ હોવાથી તેમણે સાયન્સનો અભ્યાસ અધવરચેથી છોડી દીધો હતો. ત્યારબાદ અમૂલ ડેરીમાં ત્રણ નોકરી હતી. પરંતુ ત્યાં પણ મન ન માનતાં તેમણે ગામમાં સમાજસેવાના કાર્યોશરૂ કર્યા. એમાંથી તેમણે લખવાનો વિચાર ઉદભવ્યો અને ૧૯૬૬માં વસમા અોરતાં નવલકથા લખી.

બાકરોલમાં આવેલ વર્ષો જૂની સાર્વજનિક પુસ્તકાલયના ટ્રસ્ટી હોવાથી પુસ્તકોમાં વધુને વધુ રસ કેળવાતો ગયો. એક કલાકમાં તેઓ ૬૦ પાના વાંચી જતાં જીવનમાં ઘણી લીલીસૂકી જોઇ લીધી. પટેલ પ્રકાશન સંસ્થા શરૂ કરીને ૨૫૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત કર્યા. જે પૈકી બે પુસ્તકોને ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો. પરંતુ તેમાં ખોટ જતા બધુ આટોપી લઇને સંતાનો સાથે વિદેશમાં સ્થાયી થયા.

વિદેશમાં રહીને અનુભવ્યું કે અહીંયા ગુજરાતી સાહિત્ય કંઇ ખાસ ઉપલબ્ધ નથી. લાઇબ્રેરી ઘણી બધી છે. પરંતુ ગુજરાતી સાહિત્યનો અભાવ છે. નિવૃત્તિકાળમાં તેઓ પોતાના નાના પુત્ર ચિંતનના ઘરે રહેતા હતા. કોમ્પ્યુટર પ્રોગ્રામર હોઇ વર્ષ ૨૦૦૧માં તેમણે લેપટોપ આપ્યું. શરૂઆતમાં તેને ચલાવવાનું ખૂબ કઠીન લાગ્યું. ધીમે ધીમે પ્રેકટીસ કરતાં ઝડપ વધવા લાગી અને એક કલાકમાં ૮૦ લીટી કમ્પોઝ કરી દેતાં. ત્યારબાદ તેમણે પોતાન બે પુસ્તકોનું લખાણ જાતે કમ્પોઝ કર્યુ.

તેમણે જણાવ્યું કે હવે એ સમય દૂર નથી જયારે મોટાભાગના કાર્યોઘરમાં બેઠા થઇ શકશે. ઇન્ટરનેટના માઘ્યમથી બાહ્ય સમાજને જોઇ શકાશે. જેથી પોતાના બે પુસ્તકો પ્રકાશિત કરવાના બદલે તેમણે ઇ માઘ્યમનો નવતર અભિગમ અપનાવ્યો. જેમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતી એક યુવતિએ તેમને મદદ કરી. જેનાથી તેમણે ગુજરાતી પુસ્તકોની ઇલાયબ્રેરી બનાવી.

જે પુસ્તકાલય ડોટ કોમથી અસ્તિત્વમાં આવી. જેના પર જયંતિભાઇ પટેલની નવ સહિત ૨૦ નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યો, રમૂજો, કાટૂર્નો મૂકવામાં આવ્યા છે. તેમના આ નવતર અભિગમથી હવે વાંચનતૃષાને સંતોષવા લાઇબ્રેરીમાં જવાની જરૂર રહેતી નથી. ઇન્ટરનેટના માઘ્યમથી વાંચનપ્રેમીઓ ધેર બેઠાં પોતાની વાંચનતૃષા સંતોષી શકે છે.

પુસ્તકાલય ડોટ કોમનો સૌથી મોટો વાંચકવર્ગ વિદેશમાં વસતાં ગુજરાતીઓ છે. જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડમાં વસતા ગુજરાતીઓ નિયમિત આ વેબસાઇટનો લાભ મેળવે છે.વિદેશમાં ભારતની સરખામણીમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ હોવાથી વેબસાઇટનો ઉપયોગ સરળતાથી થઇ શકે છે. ગુજરાતીમાં પહેલ વહેલી પુસ્તકાલય ડોટ કોમ વેબસાઇટ સાથે અન્ય બે વેબસાઇટ શરૂ થઇ હતી.

જે બંને હાલમાં બંધ થઇ ગયેલ છે. જયારે પુસ્તકાલય કોટ કોમનો ઉપયોગ કરનાર વર્ગ બહોળો થતો જાય છે. આ વેબસાઇટ પર એક ગીફબ બુક પણ મુકવામાં આવી છે. જેના પર વાંચકો પોતાના મંતવ્યો મોકલાવે છે. જેમાં વાંચક વર્ગનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

વર્ષોથી વિદેશમાં સંતાનો સાથે સ્થાયી થયેલા જયંતિભાઇને વતન પ્રત્યેનો અતૂટ પ્રેમ વષર્માં એકવાર ચરોતરમાં ખેંચી લાવે છે. અહીંયા પણ તેઓએ શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ૭૩ વષર્ની વયે યુવાનને પણ હંફાવી દે તેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત રહે છે. ચાંગા એજયુકેશન કેમ્પસમાં તેઓ હાલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.

વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે અતિઉપયોગી

પુસ્તકાલય ડોટ કોમ પર જયંતિભાઇએ ગુજરાતી અખબારો, ૨ ગુજરાતી નાટક અને ૩૦૦ જેટલી હિન્દી ફિલ્મોની લીંક અને ૧૦૦ ગુજરાતી બ્લોગ આપેલા છે. જેથી ગુજરાતીમાં વાંચન સાથે દરરોજ ગુજરાતના અખબારો જોઇને વિદેશમાં રહેતા ગુજરાતીઓ પોતાના વતનમાં થતી ગતિવિધિઓથી માહિતગાર રહી શકે છે. તેમજ ગુજરાતી નાટકો અને હિન્દી ફિલ્મો થકી મનોરંજન પણ મેળવી શકે છે. આમ વિદેશમાં વસતાં ગુજરાતીઓ માટે આ વેબસાઇટ અતિઉપયોગી પુરવાર થઇ રહી છે. વૃદ્ધજનો તેનો મહત્તમ ઉપયોગ કરી રહયા છે.

http://video.google.com/videoplay?docid=- 2035515173438482698

જુલાઇ 31, 2008 at 1:56 પી એમ(pm) Leave a comment

Heart Attacks

 

This is a very good article. Not only about the warm water after your meal, but about    Heart Attacks. The Chinese and Japanese drink hot tea with their meals, not cold water, maybe it is time we adopt their drinking habit while eating.    For those who like to drink cold water, this article is applicable to you. It is nice to have a cup of cold drink after a meal. However, the cold water will solidify the oily stuff that you have just consumed. It will slow down the digestion. Once this ‘sludge’ reacts with the acid, it will break down and be absorbed by the intestine fa ster t han the solid food. It will line the intestine. Very soon, this will turn into fats and lead to cancer. It is best to drink hot soup or warm water after a meal.

C ommon Symptoms Of Heart Attack…A serious note about heart attacks – You should know that not every heart attack symptom is going to be the left arm hurting. Be aware of intense pain in the jaw line.
You may never have the first chest pain during the course of a heart attack. Nausea and intense sweating are also common symptoms. 60% of people who have a heart attack while they are asleep do not wake up. Pain in the jaw can wake you from a sound sleep. Let’s be careful and be aware. The more we know, the
better chance we could survive. A cardiologist says if everyone who reads this message sends it to 10 people, you can be sure that we’ll save at least one life.

Email Courtsey : Satish Parikh

જુલાઇ 29, 2008 at 7:32 પી એમ(pm) 1 comment

VOTED THE BEST E-MAIL OF THIS YEAR

If you think you are unhappy, look at them

If you think your salary is low, how about her?

If you think you don’t have many friends…

If you think study is a burden, how about her?

When you feel like giving up, think of this man

If you think you suffer in life, do you suffer as much as he does?

If you complain about your transport system, how about them?

If your society is unfair to you, how about her?

Enjoy life how it is and as it comes.

Things are worse for others and is a lot better for us

There are many things in your life that will catch your eye
but only a few will catch your heart….pursue those…

Email -Courtsey : Girish Desai

જુલાઇ 29, 2008 at 4:45 પી એમ(pm) 4 comments

WebMD Symptom Checker -Vijay Dharia

Check Your Symptoms: WebMD Symptom Checker http://symptoms.webmd.com/default.htm Need information as you determine what to do about your symptoms? Get help figuring them out by answering a series of questions. To get started, click on male or female, regardless of age, then the part of the body that is troubling you. Use the Symptom Checker to select parts of the body where you are experiencing symptoms.

જુલાઇ 25, 2008 at 2:18 પી એમ(pm) 1 comment

શું ચીજ છે? -રમેશ પારેખ

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શી ચીજ છે?

ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે?

કઈ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે?

રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા
રોજ એનું એજ જીવ પર આવવું શું ચીજ છે?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા, રમેશ
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?

જુલાઇ 25, 2008 at 1:35 પી એમ(pm) 2 comments

American Stroke Association- E. Mail Courtsey: Vijay Dharia

American Stroke Association http://www.strokeassociation.org/

Every 45 seconds, someone in America has a stroke. Every 3 minutes, someone dies of one. Stroke killed an estimated 163,538 people in 2001 and is the nation’s third leading cause of death, ranking behind diseases of the heart and all forms of cancer. Stroke is a leading cause of serious, long-term disability in the United States. This site by the American Stroke Association presents comprehensive information on strokes.

જુલાઇ 23, 2008 at 2:12 પી એમ(pm) 1 comment

યુવાની-વૃદ્ધાવસ્થા-E mail courtsey: Vishwadeep Barad

જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય તેજ  તમને વૃદ્ધ બનાવે છે.-અજ્ઞાત

યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો, તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ.-અમૃતબિંદુ

વૃદ્ધાવસ્થા એ માનવજીવનની વધુમાં વધુ અણધારેલી અવસ્થા છે.-ટ્રોટ્સ્કી લીયો

યુવાન  માણસ બધા નિયમો (સિદ્ધાંતો) જાણે છે, પણ વૃદ્ધ અપવાદોને જાણે છે.-ઓલીવર હોમ્સ

યુવાની એક ભૂલ છે,આદમિયત એક સંગ્રામ છે, વૃદ્ધાવસ્થા એક અફસોસ છે.-બેન્જામીન ડિઝરાયેલી

યુવાન તું નાચે છે એવી મારી ફરિયાદ નથી, પણ તને તારો તાલ નથી, તું અન્યના તાલે નાચે છે એનું  મને દુ;ખ છે.-પાંડુરંગ શાસ્ત્રી

તમારા  સંતાનોને યુવાનીમાં ભણાવો, જેથી તમારી વૃદ્ધાવસ્થામાં  તેઓ તમને ભણાવે નહિ.-યહૂદી કહેવત

E mail courtsey: Vishwadeep Barad

http://vishwadeep.wordpress.com/

જુલાઇ 22, 2008 at 3:27 પી એમ(pm) 1 comment

Older Posts


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

Blog Stats

  • 59,762 hits

Top Clicks

  • નથી
જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

સંગ્રહ