વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ભોગવે છે ‘કાળા પાણીની સજા’

જુલાઇ 15, 2008 at 6:41 પી એમ(pm) 2 comments

ગુજરાતમાં હાલ ૧૨૦૦ થી ૧૫૦૦ વૃદ્ધાશ્રમોની ધારણા હેલ્પેજ ઇન્ડિયા અમદાવાદ ઓફિસે કરી છે. જ્યારે સરકારના ચોપડે ૯૦ વૃદ્ધાશ્રમોની યાદી નોંધાયેલ છે. એમાંના ૨૫ વૃદ્ધાશ્રમો અમદાવદ શહેરમાં આકાર પામ્યા છે. ફાઇવ સ્ટાર હોટલની જેમ હવે વૃદ્ધાશ્રમો પણ ફાઇવ સ્ટાર બની રહ્યાં છે. આવા ફાઇવ સ્ટાર વૃદ્ધાશ્રમોથી શહેરની ઉધોગતિ માનવી કે અધોગતિ તે એક પ્રશ્ન છે. જો કે, આ ફાઇવ સ્ટાર વૃદ્ધાશ્રમો અમદાવાદ શહેરની સામાજીક પરિસ્થિતી, લોકોની વિચારસરણી તેમ જ વૃદ્ધોની દયનીય હાલત સૂચિત કરી રહ્યાં છે. શરૃઆતમાં વૃદ્ધાશ્રમો વૃદ્ધોને પાછલું જીવન સ્વમાનભેર જીવી શકાય એ હેતુથી બધાતા અને ત્યાંના મેનેજર  અને સંચાલકો તેમની વિશેષ સંભાળ લેતા. પરંતુ વર્તમાન સમયમાં તો ઘર કરતાં વધારે મહેણાંટોણાં વૃદ્ધોને વૃદ્ધાશ્રમનાં મેનેજર તેમ જ સંચાલકોના સાંભળવા પડે છે. વૃદ્ધો સાથે વાત-ચીત દ્વારા જાણવા મળ્યું કે, ‘ડુંગળા દૂરથી જ રળિયામણાં’. વૃદ્ધાશ્રમોના ટ્રસ્ટીઓ, મેનેજરો કે ગૃહપતિઓ વૃદ્ધજનોને વાણી-વર્તન દ્વારા માનસિક અત્યાચાર ગુજારે છે. આ અત્યાચારની શરૃઆત વૃદ્ધોના પ્રવેશથી શરૃ થઇ જાય છે. નામ નહીં આપવાની શરતે એક વૃધ્ધે જણાવ્યું, ‘માનસિક રીતે ભાંગેલ વૃદ્ધ જ્યારે વૃદ્ધાશ્રમમાં આવે તો સૌ પ્રથમ તેમની પાસેથી ત્રણ માસની ફી ઉપરાંત ડિપોઝીટ રૃપે અમુક રકમ લેવામાં આવે છે. સૌથી પ્રથમ આર્િથક અત્યાચાર અહીંથી શરૃ થાય છે. ત્યાર બાદ નવી દાખલ થનાર વ્યક્તિએ ગાદલાં પર પાથરવાની ચાદર, ઓશિકાનું કવર, પાણીનો ગ્લાસ, બાલ્દી, ટમલર પણ જાતે લાવવાનું રહે છે. અરે, પોતાના રૃમમાં ઝાડુ, પોતા, કપડાં, વાસણ પણ જાતે કરવાની ફરજ પડાય છે. જીવનના વધેલા વર્ષોને આંગળીના વેઢે ગણતા અમારા જેવા કેટલાય વૃદ્ધોએ શારીરિક રીતે નબળાં હોવા છતાં સંસ્થા તરફથી અમુક ફરજો ચોક્કસપણે માનવી પડે છે. જેમાં નહાવાનું ગરમ પાણી જાતે લઇ આવવું, પોતાના રૃમની સાફ-સફાઇ જાતે કરવી, આપવામાં આવે એટલી મીઠાઇ, મિષ્ટાન આરોગવું વધારે માંગવાની મનાઇ. અમે કાંઇ ભીખારી નથી કે અમારી સાથે આવું વર્તન કરાય. આના કરતાં તો ભીખારી પણ સ્વમાનભેર બે ટંકના રોટલા મેળવીને ખાય છે.’ અરે, કેટલીય સંસ્થામાં મબલખ ફંડ હોવા છતાં રાંધવાવાળાની બિનઆવડતના કારણે સવારે વધતુ ભોજન સાંજની રસોઇમાં મિક્સ કરાય છે. તો કેટલાક વૃદ્ધાશ્રમોમાં સાંજે જમવામાં હલકુ અનાજ, સસ્તાં શાકભાજી, બટાકા વધુ, ફક્ત ખીચડી ને શાક અથવા ભાખરી ને શાક જેવું ભોજન ઢીલાં પડેલ દાંતવાળા વૃદ્ધોને પીરસાય છે. સવારે ૬ થી દસ વાગ્યા સુધી લાઇટો બંધ રખાય છે. બ.ોરનું ભરપૂર પાણી હોવા છતાં સવારે ૧૧ વાગ્યા સુધી અને સાંજે છ થી સાત વાગ્યા સુધી જ પાણીની સુવિધા અપાય છે. તેના કારણે લેટ્રીનમાં મૂકેલ એક બાલ્દી પાણી એક વ્યક્તિના જવાથી ખાલી થઇ જાય પછી બીજું પાણી લાવવું ક્યાંથી, એ પ્રશ્ન ઉદભવે.  કોઇ સંસ્થામાં વૃદ્ધ બીમાર પડે તો તેના જામીનને બોલાવાય પરંતુ જામીન ન આવતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યારબાદ સંસ્થા કે જામીન કોઇ પણ તે વૃદ્ધની દરકાર લેવા જતું નથી અને છેવટે સિવિલ હોસ્પિટલવાળા પણ તેને થોડા દિવસ બાદ રસ્તે મૂકી દે છે.   અંતમાં એટલું જ કહેવાય કે, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ભોગવે છે ‘કાળા પાણીની સજા’. Courtsey : Sandesh

 

 

Advertisements

Entry filed under: Uncategorized.

A meaningful story. Ultimate One-S.Janardhanrao. કવિ અને ચિંતક શ્રી ગિરીશ દેસાઇની રોજનીશી

2 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જુલાઇ 16, 2008 પર 11:49 પી એમ(pm)

  વિદેશવાસી સંતાનોનાં માતા-પિતાઓએ ‘એનઆરઆઇ પેરેન્ટ એસોસિયેશન’ શરૂ કર્યું છે. જેમાં આજે ૨૩૦ જેટલા સભ્યો છે. હવે તો કયાંક અત્યાધુનિક સગવડો ધરાવતા લકઝરી વૃદ્ધાશ્રમો ખૂલ્યાંના પણ સમાચારો આવતા હોય છે, પણ વૃદ્ધાશ્રમ વિનાનો સમાજ બનાવી શકાય ખરો? સમય સાથે વૃદ્ધાશ્રમો અને એમાં રહેતા એનઆરઆઇ સંતાનોનાં મા-બાપની સંખ્યા વધી હોવાનું કારણ શું?
  વૃદ્ધો વિદેશમાં જઇને કશું કામ કરી શકતા નથી. એટલે સંતાનો ઇરછે તો પણ કયારેક તેમને ન લઇ જઇ શકે. ઘણા દેશો પણ વૃદ્ધોને વિઝા આપતા નથી. ત્યાં કામ કરતાં સંતાનો તેમનું ઘ્યાન ન રાખી શકે અથવા તો ત્યાં ન ફાવે તેવાં મા-બાપો અહીં આવી જાય છે.’ કયારેક જીવનસાથીનું મšòત્યુ પણ એમના ઘરડાંઘરમાં નિવાસ માટે જવાબદાર હોય છે. બીજું કારણ સરેરાશ આયુષ્ય લંબાયુ એ પણ છે.

  જવાબ આપો
 • 2. વિશ્વદીપ બારડ  |  જુલાઇ 23, 2008 પર 10:14 પી એમ(pm)

  સાચુ કહું!” ભારતથી આવતા મા-બાપ અને અહીં વર્ષોથી રહેતા દિકરા-દિકરીમાં ઘણોજ”Genertion gep” જોવા મળે..મન-મેળ, વિચારો, રહેણી-કરણી વિગેરેમાં સામ્યતા ન મળે અહીં રહેતાં બાળકોમાંજ ઊણપ, ખામી છે કે પ્રેમ-ભાવ ઓછો છે એવું પણ નથી.જે “LINK” ખૂટે છે તે પુરવામાં કઈ અંશે મા-બાપને પણ ‘adjustment” થવું જરુરી ખરુ. હા, મા-બાપે જે “ભોગ” આપ્યો છે તેમાં કોઈ શંકા નથી..કર્મ કરીયે ત્યારે તેનું ફળ મળવું જરૂરી બને!પણ ન મળે તો? આ પ્રશ્ન , પ્રશ્નજ રહી જાય! જેનો જવાબ જાતેજશોધવો જરૂરી બને!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

Blog Stats

 • 52,709 hits

Top Clicks

 • નથી
જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

સંગ્રહ


%d bloggers like this: