ચોમાસામાં પેટ સાચવજો-તિર્થલ બોદર

ઓગસ્ટ 25, 2008 at 3:33 એ એમ (am) 1 comment

 ચોમાસું આવે અને તહેવારો આવે એટલે ફરસાણ અને ફરાળના નામે ગમે તે ખાવા-પીવાનું  બહાનું મળી જાય! પેટમાં ગમે ત્યાંથી, ગમે તેવો ખોરાક ઠાલવવાનું શરૂ થઈ જાય. એટલું પૂરતું ન હોય એમ એમાં ગંદુ પાણી પેટમાં પધરાવાય. પછી તો પેટના રોગો ન થાય તો જ નવાઈ!

ચીન, રશિયા કે અમેરિકાને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળે એ જેટલી સામાન્ય વાત છે, એ રીતે ચોમાસાંમા પેટના રોગો થવા એટલું જ સામાન્ય છે! એક તો ચોમાસાના વાતાવરણને કારણે પાચનતંત્ર મંદ પડી ગયું હોય અને ઉપરથી આપણી અવ્યવસ્થિત દિનચર્યા, ખાવા-પીવામાં બેદરકારી અને ફાસ્ટફૂડ જેવું પેટના રોગોને સામેથી નોતરું આપે એવું ખાવાનું. નવાઇની વાત નથી કે વિશ્વના દેશોમાં પેટના રોગોમાં ભારત દેશ મોખરાનું સ્થાન ધરાવે છે. મોંથી શરૂ કરીને મોટા આંતરડા સુધી ફેલાયેલી પાચનતંત્રની આખી સાયકલને આ પેટના રોગો ખોરવી નાખે છે. કયારેક પરિસ્થિતિ વકરે તો વાત અલ્સર કે કેન્સર સુધી પણ પહોંચી શકે છે. અમદાવાદના ગેસ્ટ્રો સર્જન ડૉ. સુનિલ પોપટ કહે છે, ‘ચોમાસાની સિઝનમાં મોટાભાગના રોગો અશુદ્ધ પાણીને લીધે જ થાય છે. આપણે ત્યાં ચોમાસાની ઋતુ તહેવારોનું પણ ટાણું છે. એમાં લોકો મોટેભાગે બહાર ખાવાનું રાખે છે. જેની સીધી અસર પેટ પર પડે છે. ઉપરાંત સૂર્યનો તડકો પણ નથી નીકળતો, એટલે પેટના રોગો ફેલાવતા વાયરસ મોટા પ્રમાણમાં ફેલાય છે. તડકા વિનાની ભેજવાળી આબોહવા પણ પેટના (ગેસ્ટ્રોનોમિકલ) રોગોના વાયરસને મોકળું મેદાન પૂરું પાડે છે. આ બધાનો સરવાળો પેટના રોગો તરીકે આવે છે.વાતને આગળ ધપાવતા ડૉ. સુનિલ પોપટ કહે છે કે, ‘પાણીજન્ય રોગોના વાઇરસ અને બહારના વાતાવરણમાં મરછરોનો ત્રાસ વ્યકિતને ડેંગ્યુ, મલેરિયા, ચિકન ગુનિયા, જોન્ડિસ, હિપેટાઇટિઝ જેવા રોગોને થતા રોકી શકતો નથી. ઘણીવાર તાવની ગોળીઓથી પેટની હોજરી અને લીવર ઉપર સોજૉ આવે છે. જે પેટના ભાગોને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેથી પેટના કોઈપણ રોગ આગળ વધે તે પહેલા જ ડૉકટર પાસે દવા કરાવવી જરૂરી છે.

આપણું ભોજન આપણા દેશની ઋતુઓ અને આબોહવાને અનુરૂપ હોવું જૉઇએ. આ વાત જણાવતા સુરતના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. સુભાષ નંદવાણી કહે છે કે ચોમાસામાં પેદા થતા જુદા-જુદા વાયરસ કમળા, મરડા અને ટાઇફોઇડનું કારણ બને છે. ગામડાંના લોકો જૉ વધુ સ્વરછ પાણી મેળવી ન શકે તો પણ પાણી ડબલ ગળણાથી ગાણીને જ ઉપયોગ કરે. બને ત્યાં સુધી ચોમાસામાં ઉકાળેલું પાણી જ પીવાનો આગ્રહ રાખવામાં આવે તો પેટની ઘણી બીમારીઓથી છૂટકારો મળી શકે. તેની સાથે કલોરિનની ગોળીઓનો પણ ઉપયોગ ઘણો ફાયદાકારક બની રહે છે. પેટના રોગો ટાળવા માટે શાકભાજી ખાસ ચોખ્ખ ધોયેલા અને છાલ કાઢી નાખ્યા બાદ જ રાંધવા જૉઈએ. બને એટલો સાદો અને હળવો ખોરાક લેવો જેથી પચવામાં સરળતા રહે. વાસી અને બહારનો ખોરાક ખાવાથી પેટમાં હવામાં રહેલા વિવિધ વાયરસ શરીરમાં જાય છે તેથી આવા ખોરાકથી તદ્દન દૂર રહેવું. સાથે કોઈને ઝાડા-ઉલટી થઈ ગયા હોય તેમને સતત પાણી આપતા રહેવું જેથી શરીરમાં પાણીનું લેવલ જળવાઈ રહે.

ચોમાસાની ભેજવાળી સિઝનમાં આધુરામાં પૂરું, પીવાના પાણીમાં વરસાદી પાણી અને ગટરનાં પાણીની ભેળસેળ પણ રોગ નોતરે છે. પહેલા વરસાદનું ઝાપટું પડયું નથી કે ગરમાગરમ દાળવડાં-બટેટાવડાં-ભજિયાં ઝાપટનારાંની પણ આપણે ત્યાં કમી નથી. આ બધું અને બહારના ફાસ્ટફૂડ ખાઇખાઇને પેટમાં અપચો વગેરે થાય એમાં શી નવાઇ!

સુરતના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. પ્રફુલ્લ દેસાઈ ચોમાસામાં થતાં પેટના ૬૦ ટકા રોગો માટે બહારના ખાવા-પીવાને જ જવાબદાર માને છે. તેઓ કહે છે,‘આપણે ત્યાં જેવો વરસાદ આવે કે લોકો લારીઓ ઉપર મળતા તૈલી અને વાસી ચટપટા ખોરાક ઝાપટવા ઉપડી જાય છે. લારીનો ખોરાક સ્વાસ્થ્યની દૃષ્ટિએ જરાય આરોગ્યપ્રદ હોતો નથી. તેઓ કયારેય સારાં વાસણોનો ઉપયોગ કરતા નથી. બગીચાની આસપાસની લારીઓમાં તો મોટાભાગના લારીઓવાળા બગીચામાં છોડવાઓને પીવડાવામાં આવતું પાણી જ વાપરે છે તેનાથી જ લોકોને સૌથી વધુ પેટના રોગો થાય છે. એટલે જૉ લોકોને એનાથી બચવું હશે, તો ઈરછાઓ ઉપર કંટ્રોલ રાખ્યા વિના છુટકો નથી.

કબજીયાત તો દરેક ઘરના સભ્યની એક સમાન્ય સમસ્યા છે તેમ જણાવતા બરોડાના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડો. સુભાષ પટેલ કહે છે કે, ‘આધુનિક લાઇફસ્ટાઇલ, અસંતુલિત આહાર અને દુષિત વાતાવરણનું પરિણામ છે કબજીયાત. અનિયમિત જીવન જીવવું, કસમયે ખાવું, યોગ્ય સમયે કુદરતી હાજતે ન જવાથી પણ કબજીયાત થાય છે. ભોજન પરયું જ ન હોય અને ઉપરથી ખાધે રાખવાથી પણ પણ કબજીયાત થાય છે.ચોખા, મેદો, મીઠાઈ વગેરેનું વધુ સેવન તથા ફળો, લીલા શાકભાજી ઉપયોગ ખૂબ ઓછો ઉપયોગ કરવાને લીધે પણ પાચક રસ પેદા થવામાં ઘટાડો થાય છે. આ બધા કારણોને લીધે ખોરાક યોગ્ય સમયે પચતો નથી અને ખોરાક જયારે મોટા આંતરડામાં જાય છે ત્યારે ઝડપથી બહાર નિકળવાને બદલે ત્યાં જ રોકાઈને સડવા લાગે છે. તેનાથી ગેસ ઉત્પન્ન થાય છે. તે આખા શરીરમાં ફેલાવા લાગે છે. અને રકતને દુષિત કરે છે તેનાથી શરીરમાં બીજી ફરિયાદો થાય છે. જેઓ કબજીયાતમાં જુલાબ લે છે તેઓ પોતાના પગ ઉપર કૂહાડો મારે છે. તેથી તેમને લીલા શાકભાજી અને રેસા-છાલવાળા પદાર્થો ખાવા જૉઈએ જેથી તે આપમેળે જ શરીરમાંથી બહાર નીકળવાનો ગુણ ધરાવે છે. કબજિયાત મટાડવા માટે ડો. સુભાષ પટેલ એક સહેલી ટિપ આપે છે,‘રોજ સવારે મધ અને લીંબુ ઠંડા પાણી સાથે પીવું જૉઈએ.

પેટ ન કરાવે વેઠતે માટે થોડી ટિપ્સ

પેટના જૂના રોગો હોય તેમને આલ્કોહોલ અને તમાકુ તથા તમાકુની બનાવટો ખાવાનું ટાળો.

ફુડ પોઇઝનિંગ ન થાય તે માટે વાસી અને ખુલ્લો ખોરાક ન લો.

તીખા, તળેલા, ચટપટા અને બહારના બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવાનું તદ્દન બંધ કરો.

ગમે ત્યારે ઝાડા-ઉલટી થાય ત્યારે તરત જ ગમે તેવી ગોળીઓ ન લેતા ડોકટરની સલાહથી જ દવા લેવી.

જયારે પણ આવી સ્થિતિ થાય ત્યારે દર્દીને સતત પાણી પીવડાવવું અને પ્રવાહી ખોરાક આપતા રહેવું.

પેટના રોગો ટાળવા ઘરમાં પીવાનું પાણી સ્વરછ રહે તે માટે કલોરિનની ગોળીઓ નાખીને પાણી પીવું.


Divyabhaskar ( Gujarat-08-20-2008)

Advertisements

Entry filed under: આરોગ્ય માહીતિ.

After that you’ll be able to retire-Email Courtsey : Vilas Bhonde દુખી થવું છે?….આ રહ્યા રસ્તા

1 ટીકા Add your own

  • 1. pragnaju  |  ઓગસ્ટ 25, 2008 પર 6:14 પી એમ(pm)

    સાધારણ લાગતી પણ ખૂબ અગત્યની માહિતી

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

Blog Stats

  • 51,521 hits
ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

સંગ્રહ


%d bloggers like this: