ઓસડિયા-નીલા કડકિઆ

નવેમ્બર 26, 2008 at 5:12 પી એમ(pm) Leave a comment

ઉધરસ, ખાંસી (સામાન્ય)

1] દ્રાક્ષ ખાંસીમાં ઉત્તમ પરિણામ આપે છે. 1 કપ દ્રાક્ષનો જ્યુસમાં 1 ચમચી મધ ઊમેરી પીવું.

2] સૂકી ખાંસીમાં બદામ ઉત્તમ છે. 7 બદામ લઈ તેને પાણીમાં આખી રાત પલાડી રાખો. બીજે દિવસે તેના છોતરા કાઢી નાખી તેની પેસ્ટ બનાવો. તેમાં 20 ગ્રામ બટર અને 20 ગ્રામ ખાંડ ભેળવી સવાર સાંજ બે વખત લેવાથી ખૂબ રાહત રહેશે.

3] કાંદાના રસમાં મધ ભેળવી લેવાથી ઉધરસ મટે છે.

4] લવિંગને મોંમા રાખી ચુસવાથી ઉધરસ મટે છે.

5] મરીનાં ચૂર્ણમાં સાકર અને ઘીમાં ભેવી લેવાથી ઉધરસમાં રાહત રહેશે.

6] દાડમના ફળની છાલ ચૂસવાથી ઉધરસમાં રાહત રહેશે.

7] આદુના રસમાં મધ ભેળવી પીવું.

8] આમલીના ચિચુકાને શેકી તેનું ચૂર્ણ બનાવી તેમાં મધ અને ઘી ઉમેરીને લેવાથી કફમાં પડતું લોહી બંધ થાય છે.

શ્રી લાભશંકર ઠાકરજીના ઉપચાર અનુસાર

 

વેગવાળી ખાંસી આવતી હોય ત્યારે બાવળિયો ગુંદર લાવી સાફ કરી તેનો એક ટુકડો મોંમા રાખવો અને પીપરમીંટની જેમ ચૂસો.. બાવળિયા ગુંદરની ચીકાશને કારણે સૂકાયેલા ગળાની ખાજ શમી જશે અને ખાંસી શાંત થઈ જશે.

 

સૂકી ખાંસીને કારણે ગળુ સૂકાઈ જાય છે અને પેટ સાફ ન આવે ત્યારે ઈસબગુલનો પ્રયોગ કરવો.

1 કપ ઉકાળીને ઠારેલા દૂધમાં 1 ચમચી ખાંડ, 1 ચમચી ઘી નાખી હલાવી દૂધ રબડી જેવું થાય ત્યારે  ચમચી ચમચી પીવું. સાત દિવસ આ પ્રયોગ કરવો.

 

જેઠીમધનો શીરાનો ટુકડો મોંમા રાખી ચૂસો.

 

એક ચમચી કાંદાનો રસ એક ચમચી આદુનો રસ બે ચમચી મધસાથે ભેળવીને પીવાથી ઉધરસ પર રાહત રહેશે.
 

 હુંફાળું પાણી પીવાથી ઉધરસમાં રાહત રહે છે.

 

 

નાગરવેલનાં પાનને બાળકની છાતી ઉપર મૂકી કપડાંના ગોટાનો શેક કરવામાં આવે તો છાતીનો કફ છૂટો પડી ઉધરસ બેસી જશે. 

 

રાત્રે મીઠાની કાંકરી મોંમા મૂકી રાખવાથી ઉધરસ ઓછી આવશે.  

સામાન્ય શરદીનો ઘરગથ્થુ ઉપાય:-

1] લીંબુ હંમેશા શરદી માટે ઉત્તમ રહ્યું છે જે હમેશા શરીરની પ્રતિરોધકતા વધારે છે. 1 ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરી તેમાં 1 ચમચી મધ ઉમેરી દિવસમાં બે વખત લેવું.

2] 1 ચમચી મરી પાઉડરને 1 કપ દૂધમાં ઉકાળવું. તેમાં ½ ચમચી હળદર ઉમેરો તથા સ્વાદ માટે સાકર પણ ઉમેરી શકો છો. આ ઉકાળેલું દૂધ ત્રણ દિવસ સુધી દિવસમાં એકવાર લેવાથી શરદીમાં રાહત રહેશે.

3] 3 થી 4 ચમચી ડુંગળીના રસમાં 3 થી 4 ચમચી મધ ભેળવી લઈ શકો છો.

4] સૂંઠ કાળા મરી અને તુલસીનાં પાનનો ઉકાળો શરદી ઉપર લાભદાયક છે.

5] કાળા મરીના 2 થી 3 દાણા તુલસીના પાન સાથે ચાવવાથી શરદી દૂર થશે.

6] લવિંગના તેલને રુમાલમાં નાખી સૂંઘવાથી શરદીમાં રાહત રહેશે.

7] તુલસી,સૂંઠ, મરી અને ગોળનો ઉકાળો શરદી પર રાહત આપે છે.

શરદી અને સળેખમથી દૂર રહેવા નાક પર સીધી હવા લાગે તેમ ન બેસવું. મુસાફરી દરમિયાન વિરુદ્ધ દિશામાં બેસવું. 

સવારે અને રાત્રે સૂવાના 1 કલાક પહેલા 1 ગ્લાસ ગરમ પાણીમાં1 ચમચી સૂંઠ નાખી પીવાથી જૂની શરદી- સળેખમમાં રાહત રહેશે.

 

અજમાને શેકીને અને વાટીને તેની પોટલી બનાવીને સૂંઘવાથી શરદી મટે છે.

 શરદી પર મરી, તજ અને આદુનો ઉકાળો રાહત આપે છે. 

દિવેલમાં કપૂર નાખી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જાય છે. 

 

નયણાકોઠે તુલસીનાં પાન ખાવાથી શરદી અને કફમાં રાહત રહે છે.

 

નિલગીરીનાં ટીપાંનો નાસ લેવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જશે.

 

રોજ સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ થતો નથી.

સામાન્ય તાવનો ઘરગથ્થુ ઉપાય:-

1] તાવમાં દ્રાક્ષ ઉત્તમ કાર્ય કરે છે જે તરસ છિપાવે છે અને તાવથી ઉત્પન્ન થયેલી ગરમી પણ દૂર કરે છે. 1 ગ્લાસ દ્રાક્ષનો જ્યુસ ½ ગ્લાસ પાણી સાથે લેવાથી ફાયદો થશે.

2] બીજો એક ઉપાય તે નારંગીનો [ઑરેંજનો] જ્યુસ છે. જેના સેવનથી પેશાબ વધારે થાય છે જેનાથી તાવની ગરમી દૂર થાય છે. નારંગીનો રસ પાચન શક્તિ વધારે છે અને ઈંફેક્શન સામે શક્તિ વધારે છે.

3] સખત તાવમાં બરફનાં પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે.

તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.

 

કશું કારણ ન પકડાતું હોય અને શરીરમાંઝીણો તાવ રહેતો હોય તો ખારેક, સૂંઠ, કાળી દ્રાક્ષ, સાકર, ઘી, દૂધમાં નાખી દૂધ ઉકાળીને ઠંડુ થયે પીવું. ખારેક [સુકવેલું ખજૂર] લોહીમાંથી પિત્ત કાઢી તેને સ્વચ્છ કરે છે.

 

તાવ ઉતારવા ધાણાનું પાણી અને સાકર પીઓ. પરસેવો વળશે તો તાવ ઉતરશે.

ડાયાબિટીસનો ઘરગથ્થુ ઉપાય:-

કારેલાના સેવનથી તાવ,ઉધરસ, ચામડીને લગતા રોગો,એનિમિયા, ડાયાબિટીસ તેમજ કૃમિ પર લાભદાયક છે.

 

 

1] 15 આંબાનાં તાજા પાન લો અને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. આખી રાત રહેવા દો અને બીજે દિવસે સવારે ગાળીને પીઓ.

2] દિવસના ત્રણ ગ્રેપ ફ્રુટ્સ ત્રણ વખત ખાઓ.

3] આપણું દેશી ગુસબેરી વિટામિન સીથી ભરપૂર હોય છે જે ડાયાબિટીસ માટે ઉપયોગી છે. 1 ચમચી ગુસબેરીનો રસ અને 1 કપ કારેલાના રસ સાથે ભેળવીને 2 મહિના સુધી પીઓ..

બીલીપત્રનાં પાનને ½ કલાક પાણીમાં પલાડી રાખીને તેને ખૂબ લસોટી તેનો રસ કાઢી પીવાથી ઉત્તમ પરિણામ આપે છે.  

 

 સારા પાકા જાંબુને સૂકવી બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસમાં રાહત રહેશે.   

ઘઉંના જ્વારાનો રસ નિયમીત પીવાથી ડાયાબિટીસ પર રાહત રહે છે. મેથીનાં દાણા રાતનાં પલાડી સવારે ચાવીને ખાવાથી ડાયાબીટીસમાં ફરક પડે છે. 

સૂકા હોઠનો ઘરગથ્થુ ઉપાયો:-

1] પુષ્કળ પાણી પીઓ

2] કાકડીને પાતળી ચીરી કરી સૂકાયેલા હોઠ પર રગડો.

3] કડવા લીમડાનો રસ હોઠો પર લગાડો.

રાતના સૂતા પહેલા હોઠો પર દિવેલ લગાડો.  

 

ગુલાબની પાંદડીનો રસ કાઢી તે હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થાય છે
 

સુકા રહેતા હોઠ પર દિવસમાં એકવાર કોપરેલ અથવા ઑલિવ ઑઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયદો થાય છે.

 

 હોઠની કુદરતી ચમક લાવવા માટે તાજા ક્રીમમાં લીંબુનો રસ ભેળવી લગાડવો.. 

અતિસાર અથવા ઝાડાનો ઘરગથ્થુ ઉપાય:-

1] પાકા કેળાને બરાબર છૂંદી કાઢી તેમાં 1 ચમચી આમલીનો ગર અને ચપટી મીઠું ઉમેરી દિવસના બે વખત લો.

2] દૂધ વગરની કડક કોફી અથવા ચા પીઓ.

3] ખૂબ જાણીતો અકસીર ઉપાય એ છે કે 15 થી 20 તાજા મીઠા લીમડાના પાન લઈ તેની પેસ્ટ બનાવી તેમાં 1 ચમચી મધ ભેળવી પીઓ.

4] છૂંદેલા પાકા કેળામાં ¼ ચમચી જાયફળનો પાઉડર ભેળવીને લો.

5] 1 ચમચી ખજૂરની પેસ્ટમાં 1 ચમચી મધ ભેળવી દિવસના 4 થી 5 વખત લેવાથી અતિસાર [ઝાડા] પર ઉત્તમ ઈલાજ છે.

1 ચમચી ખજૂરની પેસ્ટમાં 1 ચમચી મધ ભેળવી દિવસના 4 થી 5 વખત લેવાથી અતિસાર [ઝાડા] પર ઉત્તમ ઈલાજ છે. 

 

છાશમાં એક ચમચી સૂંઠ ભેળવી પીવાથી ઝાડા [અતિસાર] પર રાહત રહે છે.
 

કાનમાં થતો દુઃખાવો:-

1]  3 થી 4 લસણની કળી લઈ તેને ખાવાના તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડે ગાળીને એ તેલ કાનમાં નાખવાથી કાનનાં દુઃખાવામાં રાહત રહેશે.

2]  લસણના રસને દુઃખતા કાનમાં નાખો. એની ઍંટિબાયોટિક ગુણ દુઃખાવામાં રાહત રહે છે.

3]   કાનના દુઃખાવો થતો હોય ત્યારે દૂધ, બટર, ચીઝ વગેરે ખાવાનું ટાળો. વિટામિન સી અને ઝીંક જેમાં આવતું હોય તેનો ખોરાકમાં ઉમેરો કરો.

કાનમાં નહાતી વખતે પાણી ન જાય તેનું ધ્યાન રાખો.

 

સ્વમૂત્રનાં 3 થી 4 ટીપા કાનમાં નાખવાથી ફાયદો થાય છે.

 

તુલસીના પાનના રસમાં થોડુંક કપૂર ભેળવી જરાક ગરમ કરો. આ ગરમ રસનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનું કળતર દૂર થશે.

 

નાના બાળકોને છાશ પીવડાવવાથી દાંત નીકળવામાં તકલીફ થતી નથી.

 મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.

 

દાંતનો દુઃખાવો

1] લવિંગનું તેલ લઈ પેઢા પર લગાડો અથવા લવિંગને મોંમા મૂકી રાખી ધીરે ધીરે ચાવો.

2] 1 ગ્લાસ પાણીમાં મીઠું ભેળવી તેના દિવસના બે વાર કોગળા કરો. પેઢા પર આવેલા સોજાને મટાડવામાં મદદ કરશે.

અરડૂસીના 2 પાન ચાવીને ખાવા અને દૂધ પીવું. આનાથી દાંતમાંથી થતો રક્તસ્ત્રાવ બંધ થશે.

 

આમળાની સિઝનમાં આમળાનો રસ પીઓ.

 

 

નારિયેળની છાલને બાળી ઝીણો ભૂકો કરી દાંતે લગાડવાથી દાંત સાફ થાય છે.  

લીંબુની છાલને સૂકવી તેનો પાઉડર બનાવી તેમાં મીઠું ભેળવી દાંતે ઘસવાથી દાંત મજબૂત અને ચમકીલા બને છે. 

અખરોટના ઝાડની છાલ દાંતે ઘસવાથી દાંતને દુઃખાવો દૂર થાય છે અને દાંત ચમકીલા બને છે. 

ફૂદીનાના પાન ચાવવાથી મુખમાંથી આવતી દુર્ગંધ દૂર થશે અને દાંતનો સડો દૂર કરશે.

 

 

લીંબુનો રસ દાંત પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

 

દાઢમાં દુઃખતું હોય તો લવિંગનું તેલ લગાડવું.

 

મીઠું, ખાવાના સોડા અને હળદર સરખા પ્રમાણમાં લઈ દાંતે ઘસવાથી દુઃખતા દાંતમાં રાહત રહેશે.

 

બે ટીપાં સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવી દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. 

ખરતા વાળનો ઘરગથ્થુ ઉપાય:-

1] માથામાં આંગળીના ટેરવાથી મસાજ કરો. જેનાથી લોહીનું ભ્રમણ વધશે.

2] આમળાનું તેલ વાળનાં મૂળ સુધી લગાડો.

3] કોપરાનું દૂધ વાળનાં મૂળમાં લગાડી ધીરે ધીરે મસાજ કરો.

શિયાળામાં રોજ 3 થી 4 આમળા ખાઓ. 

 

નિયમિત 1 ચમચી ત્રિફળાનું ચૂર્ણ પાણી સાથે લો. 

 

રાતના ગાયનું ઘી પગના તળિયે ઘસો.

 

લોખંડના વાસણમાં આમળાના ચૂર્ણને પાણીમાં પલાડી માથામાં લગાડવાથી અકાળે વાળ ધોળા થતાં અટકે છે અને વાળ મજબૂત થાય છે.

 

 

અઠવાડિયે એક વખત હૉટ ટૉવેલ અને ઑઈલિંગ કર્યા પછી 10 થી 15 મિનિટ માટે વાળમાં દહીં નાખવું વાળનાં ટેક્શચર પ્રમાણે શેમ્પૂ કરવું આનાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતાં અટકે છે. 

 

આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

 

વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે અઠવાડિયામાં એક વખત માથામાં હુંફાળુ તેલ લગાડવું અને થોડા કલાક બાદ નવશેકા ગરમ પાણીમાં પલાડેલા માથા પર લપેટી સ્ટીમ આપવી.

 

 

કોપરેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાણમાં ભેળવી હલકે હાથે વાળની માલિશ કરવાથી ખરત વાળ ખરતાં અટકી જશે.

 

હેંગ ઓવર:-

1] રાતનાં સૂતા પહેલા અને સવારે ઉઠીને પુષ્કળ પાણી પીઓ.

2] ભૂખ્યા પેટે દારૂ ન પીઓ. દારૂ સાથે ખોરાક લો.

આલ્કોહોલનો હેંગ ઓવર દૂર કરવા વિટામિન સીની ગોળી લો.

માથાનો દુઃખાવો:-

1] સફરજનને મીઠા સાથે ભૂખ્યા પેટે ખાઓ.

2] ઠંડીથી માથું દુખતું હોય તો તજનાં પાઉડરને પાણીમાં ભેળવી તેની પેસ્ટ બનાવી કપાળ પર લગાડો.

http://shivshiva.wordpress.com/ni-rogi/

[વધુ ઉમેરાશે]

 

Advertisements

Entry filed under: અન્ય બ્લોગ ઉપરથી ગમે, આરોગ્ય માહીતિ.

બાળરોગો અને ઘરગથ્થું ઉપચાર-જીગ્નેશ અધ્યારૂ પ્રકરણ – 3 સ્વ નવિનીકરણ Self renovination

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

Blog Stats

  • 51,521 hits
નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

સંગ્રહ


%d bloggers like this: