Archive for ઓક્ટોબર, 2009

પત્ર-અમેરિકન સ્નેહીને જે હાલમાં જ અમેરિકા સ્થિર થવા ગયા છે-જયરાજ શાહ

મુ.પરમ આદરણીય શ્રી.અમીતકુમાર,
ચિ.અ.સૌ બહેન સુનયના
ચિ.વ્હાલી દિપાલી અને રૂપાલી..
      અમદાવાદથી રાજના જયશ્રીક્રુષ્ણ..
આપ સર્વે કુશળ  હશો.અમો અહીં ખુશી મઝામાં છીએ.

    તમો ત્યાંના વાતાવરણથી-રહેણીકરણીથી તથા રીત-રીવાજોથી ટેવાતા  જતા હશો.જોકે નવા વાતાવરણમાં set થતાં તો વાર લાગશે જ..પણ તમારા બન્નેનો સ્વભાવ પ્રવાહી હોવાથી દરેક પરિસ્થિતીને સાનુકૂળ બનાવી શકો તેમ છો. અત્યારે તમોને રાજકોટનો સ્વાનુભવ વિશેષ કામમાં લાગશે કારણકે તમો પ્રતિકુળ પરિસ્થિતીને પણ ખૂબ જ સહજતાથી પચાવી શકો છો..અને તેને અનુરૂપ જીવન ઢાળી શકો છો..જે ખુબી તમોએ રાજકોટમાં વિકસાવી છે તે ખરેખરનો અનુભવ અત્યારે કામ લાગશે તેમ હું માનું છુ.

  એટલું ચોક્કસ માનજો કે કસોટી સોનાની થાય છે.કથીરની નહીં અને સોનું જેટલું તપીને તૈયાર થાય છે…ટીપાઈને ઘડાય છે..તેટલો જ તેનો ચળકાટ વધુ ઉપસી આવે છે…અને આ આકરી કસોટી -પરીક્ષા પછી જ સોનાની કીંમત પરખાય છે.માટે જ ધીરજ અને સમત્વથી દરેક પરિસ્થીતીને મુલવવી એજ સાચા માણસની નિશાની છે. …રાત પછી દિવસ આવે જ છે તે ચોક્કસ વિશ્વાસ રાખજો.કુવામાં નાંખેલો રેંટ ખાલી નીચે જાય છે પણ ભરાઈને જ ઉપર આવે છે…માટે નિરાશ ના થતાં.. સમય-સંજોગોને માન આપી ધીરજથી –કુનેહથી રસ્તો કાઢવો એ જ ડાહયા માણસની નિશાની છે…માટે સહેજ પણ નિરાશ થયા વગર પરમક્રુપાળુ પરમાત્માની ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી-કર્મના બદલાની અપેક્ષા વગર કર્મ કર્યે જવું એ જ આપણી ફરજ બને છે.

    આ બધું લખવાનું એક જ પ્રયોજન છે કે વિદેશ જતાં અગાઉ જે આશા-આકાંક્ષાઓના મહેલ ચણેલા હોય છે એ બધા સપનાં..તે વિદેશની..અમેરિકાની ઘરતી પર પગ મુંકતાંજ ડગલે અને પગલે કડડભુંસ થતાં હોય થતાં હોય તો તેવું લાગે છે..પરંતુ હિંમત હાર્યા વિના પુરતી ધીરજથી રાત્રી પસાર થવાદો તો ઝળહળતી દેદીપ્યમાન સવાર પડવાની જ છે..તેવો ભરોસો રાખી ધર્મક્ષેત્રે-કુરુક્ષેત્રે યુદ્ધ લડતાં રહેવું…   વિજય..શ્રીમાળા લઈને તમારી રાહ જોતો ઊભો જ છે. ……કહેવત છે ને કે દરેક કાળા વાદળ પાછળ સોનેરી ઝાંય છુપાયેલી જ હોય છે.કાળા વાદળ હઠવા જેટલી ધીરજ અને શ્રદ્ધા તો હોવી જોઈએ અને તેના ફળ એટલા મીંઠા અને મધુરાં હોય છે..જે માણવા જેટલી સક્ષમતા કેળવવી તે જ આપણી ફરજ અને ધર્મ છે..

   માફ કરજો..નાને મોંએ આપશ્રીને ઘણી લાંબી વાતો કરી. હું નથી  માનતો કે હું એના માટે સમર્થ છું કે કેમ ? પરંતુ મારી નૈતીક ફરજ બને છે..ધર્મ છે કે હું મારાથી શક્ય તેટલી મલમપટ્ટી લગાવવા  પ્રયત્ન કરું.. !     …  અમીતકુમાર , પત્ર ખુબ જ ઉતાવળમાં લખ્યો છે..એટલે ક્યાંક ભુલ થઈ ગઈ હોય તો સુધારીને વાંચશોજી.ક્યાંક ગુનો કર્યો હોય તેમ લાગતું હોય તો દરગુજર કરશોજી.
ચિ.પ્રિયવદન,અ.સૌ.પ્રાપ્તી તથા બાળકોને પણ મારા લાડ દુલાર..
એજ લી. રાજ ના વંદન .
……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………..

ઓક્ટોબર 23, 2009 at 5:29 એ એમ (am) 1 comment

I Told God – E. mail from Rajnikant Shah

Lord with boy

I told GOD: Let all my friends be healthy and happy forever…!

GOD said: But for 4 days only….!

I said: Yes, let them be a Spring Day, Summer Day, Autumn Day, and Winter Day.

GOD said: 3 days.

I said: Yes, Yesterday, Today and Tomorrow.

GOD said: No, 2 days!

I said: Yes, a Bright Day (Daytime) and Dark Day (Night-time).

GOD said: No, just 1 day!

I said: Yes!

GOD asked: Which day?

I said: Every Day in the living years of all my friends!

GOD laughed, and said: All your friends will be healthy and happy Every Day!

Courtsey: http://www.nidokidos.org/i-told-god-t38930.html

ઓક્ટોબર 22, 2009 at 8:36 પી એમ(pm) Leave a comment

‘anger’ અને ‘danger’ ની વચ્ચે માત્ર એક જ આલ્ફાબેટનો ફરક હોય છે.-ઇ મેલ મહેન્દ્ર વોરા

એક નાનકડી છોકરી તેની મમ્મીને તેના પિતા માટે ટોસ્ટ તૈયાર કરતાં જોઈ રહી હતી. તેના પિતા ડિનર કરવા નહોતા માગતા, આથી તેમણે ટોસ્ટ શેકવા માટે કહ્યું હતું. છોકરીની મમ્મી દિવસભરના કામથી થાકી ગઈ હતી, પરંતુ પોતાના પતિની ઇચ્છા અનુરૂપ ટોસ્ટ શેકી રહી હતી.

થોડા સમય પછી તેણે બળી ગયેલા ટોસ્ટ અને ફળોની પ્લેટ તેના પતિને આપી. છોકરી એ જાણવા ઇચ્છુક હતી કે બળી ગયેલા ટોસ્ટ જોયા બાદ તેના પિતાની પ્રતિક્રિયા કેવી હશે, જે પોતે દિવસભરના કામથી થાકીને ઘરે આવ્યા હતા. તેમના પેટમાં તકલીફ હતી, આથી જ તેમણે ટોસ્ટ ખાવાની ઇરછા વ્યકત કરી હતી.

પતિએ ટોસ્ટમાં કોઈ ખામી ન કાઢી, ઊલટાનું પત્ની તરફ જોઈને સ્માઇલ આપી, પછી તેની છોકરીને તેના દિવસભરના કામકાજ વિશે પૂછવા લાગ્યા. તેની છોકરીની વાતો સાંભળીને તેણે ટોસ્ટ પર બટર અને જેલી લગાવી અને પછી એક એક કરીને બધા ટોસ્ટ આરામથી ખાઈ લીધા. ડિનર પૂરું કર્યા બાદ પત્નીએ બળી ગયેલા ટોસ્ટ માટે તેમની પાસે માફી માગી. ત્યારે પતિએ કહ્યું કે, ‘ડિયર, મને બળેલા ટોસ્ટ ખાવા ગમે છે.’

તે રાતે તે છોકરી સૂવા માટે જતી વખતે તેના પિતાને ગુડ નાઇટ કહેવા ગઈ. ત્યાં તેણે પિતાને પૂછ્યું કે, ‘શું તમને ખરેખર બળેલા ટોસ્ટ સારા લાગ્યા?’ ત્યારે પોતાની દીકરીના માથે પ્રેમથી હાથ ફેરવતાં તેણે કહ્યું કે, ‘બેટા, તારી મમ્મી આખો દિવસ ઘરનું કામ કરીને બહુ થાકી ગઈ હતી.

એક બળેલા ટોસ્ટ સિવાય તેણે બીજું કોઈ નુકસાન નહોતું કર્યું. તને ખબર છે કે જીવન અધૂરી વસ્તુઓથી ભરેલું છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી, કોઈ ને કોઈ દોષ દરેકમાં હોય છે. હું પણ સારું ભોજન નથી બનાવી શકતો અને ઘરની દેખભાળ પણ સારી રીતે નથી કરી શકતો.’ પોતાની વાત ચાલુ રાખતાં તેણે ઉમેર્યું કે, ‘આપણે બીજાની નબળાઈઓનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ. આ ઉપરાંત એકબીજાના મતમતાંતરનું પણ સન્માન કરવું જોઈએ.

આ ગુણોની મદદથી જ સ્વસ્થ સંબંધ બની શકે છે.’ ફંડા એ છે કે કોઈ પણ સંબંધનો મુખ્ય આધાર અરસપરસની સમજ છે. તે સંબંધ પછી ભલેને પતિ-પત્ની કે બાળકો અને વાલીઓ વચ્ચેનો હોય. યાદ રાખો કે, ‘એંગર’ અને ‘ડેન્જર’ ની વચ્ચે માત્ર એક જ આલ્ફાબેટનો ફરક હોય છે.

ઓક્ટોબર 8, 2009 at 5:44 પી એમ(pm) 1 comment

Old but classic -Email from Vinod Patel

 
 THESE ARE ENTRIES TO A WASHINGTON POST COMPETITION ASKING FOR A TWO-LINE  RHYME WITH THE MOST ROMANTIC FIRST LINE, AND THE LEAST ROMANTIC SECOND  LINE
 
 
 
 1. My darling, my lover, my beautiful wife:
 Marrying you has screwed up my life.
 
 2. I see your face when I am dreaming.
 That’s why I always wake up screaming.
 
 3. Kind, intelligent, loving and hot;
 This describes everything you are not. (વધુ…)

ઓક્ટોબર 6, 2009 at 2:01 પી એમ(pm) Leave a comment


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

Blog Stats

  • 61,170 hits
ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

સંગ્રહ