Archive for જાન્યુઆરી, 2011

જીવન-મૃત્યુ

રોજના જેવી એ સવાર હતી. મારે ઓફિસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપુ ઉઠાવી મે પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. આ શું? છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈને હું ચોંકી ઉઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એક્દમઆઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાત્રે સુતો હતો ત્યારે છાતીમાં થોડું દુખતુ હતું ખરૂં. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને? ‘

હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફિસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે? મારો બૉસ મારા પર ખીજાશે. અરે! બધા ક્યાં જતા રહ્યાં? અરે! મારા આ રૂમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’ ‘અરે! આટલા બધા લોકો! ચોક્કસ કાંઇક ગરબડ લાગે છે. અરે ! કોઈક રડી રહયાં છે તો બીજા ચુપચાપ ઉભા છે.’ ‘અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળેજ છે? અલ્યાઓ! હું મુઓ નથી જો આ રહ્યો.’

મે કરાઝીંને રાડ પાડી. પણ કોઈએ કશું  સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ ના હોય તેવું લાગ્યું. બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યાં હતા. હું ફરીથી મારા સુવાના ઓરડામાં ગયો.

મે મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું? અરે! મારી પત્ની, મારા બાળકો, મારા મા-બાપ, મારા મિત્રો – બધા ક્યાં છે?’ (વધુ…)

જાન્યુઆરી 29, 2011 at 4:55 પી એમ(pm) 1 comment

નિવૃત્તિ પછી રહેવા માટે અમેરિકા કેવો દેશ છે?-મહેન્દ્ર વોરા

 
 
સવાલ: મારાં સાસુએ વિઝિટર વિઝા ઉપર તેમની બહેનને ત્યાં છ માસ રહી સાથે પાંચ માસ સુધી માસિક ૯૦૦ ડોલરની નોકરી કરી. તે રકમમાંથી તેમની સગી બહેને તેને જવા-આવવાનો ખર્ચ થયેલ તે કાપી લઇને ફક્ત સાંઠ હજારની આસપાસની રકમ આપેલી છે. તેમની બહેન સંબંધ રાખતા નથી તેથી મારે મારાં સાસુને ડાયરેકટ મોકલવા છે, જેથી તે ત્યાં નોકરી કરી તેમના ઘરની સ્થિતિ નબળી હોઇ કંઇ મદદ કરી શકે. આ માટે હું શું કરી શકું?-કાર્તિક પંડ્યા, અમદાવાદ

જવાબ: આ બાબતમાં તમે કશું કરી શકો નહીં. જે કંઇ કરવાનું છે તે તમારાં સાસુએ જ કરવાનું છે. અર્થાત્ આ રીતની ગેરકાયદે નોકરી કરવાથી તેમનો ૧૦ વર્ષનો વિઝિટર વિઝા કેન્સલ થવાની શક્યતા છે. વિઝિટર વિઝા ઉપર અમેરિકા નોકરી કરવાના આશયથી જાવ છો તેવી શંકા અધિકારીને એરપોર્ટ આવશે તો રિટર્ન ફ્લાઇટમાં ઈન્ડિયા પાછા મોકલી દેશે. જે કમાયા તેનાથી સંતોષ માની હવે બે-ત્રણ વર્ષ પછી તેમને મોકલવા જોઇએ તેવું હું માનું છું.

સવાલ: મારી F-4 કેટેગરીની ફાઇલ ૨૩-૯-૨૦૦૩ની છે. તે દ્વારા ક્યારે અમેરિકા જવાશે? મારી ઉંમર ૬૪ વર્ષ છે અને હું R ૧૦,૮૯૮નું પેન્શન મેળવતો નિવૃત્ત સરકારી કર્મચારી છું. આપનો અભિપ્રાય અમેરિકા માટે કેવો છે? ઈન્ડિયા સારું કે ત્યાં જવું સારું?- શરદ એન. શેલત, અમદાવાદ

જવાબ: હું ૩૦ વર્ષ અમેરિકા રહી અમેરિકા, કેનેડા, યુરોપ, એશિયાના દેશો વગેરે અનેક દેશોમાં ફર્યો છું તથા ત્યાં ઘણો સમય રહ્યો પણ છું. મારા અનુભવે અમેરિકા ઘણો સારો દેશ છે. યુવાનો માટે અમેરિકા સોનાનો દેશ છે. જ્યારે સિનિયર સિટિઝન્સને જાણે સોનાના પાંજરામાં રહેવું પડતું હોય તેમ લાગે તો નવાઇ નહીં. સિનિયર જો સિટિઝન થાય તો તેને માસિક પાંચસો ડોલર્સ અમુક સ્ટેટમાં મળે જે સ્ટેટ પ્રમાણે નક્કી થાય છે. (વધુ…)

જાન્યુઆરી 20, 2011 at 11:15 પી એમ(pm) Leave a comment

મેઘલતાબહેન મહેતા-સમય વીતી ગયો .. (via શબ્દોનુંસર્જન)

મેઘલતાબહેન મહેતા-સમય વીતી ગયો .. આજે મેઘલતામાસીની એક સુંદર રચના લાવી છું ..મને મેઘલતામાસીની એક વાત ખુબ ગમે છે અને તે છે .જિંદગીનો હકારાત્મક અભિગમ… આજે ૮૪ વર્ષે   હાથ પગ  ના ચાલતા હોય ..શરીર સાથના દેતું  હોય ત્યારે  એ મક્કમ પણે આગળ વધી રહ્યા છે . એમની પંક્તિમાં કહુંતો…. જુવાનીના  જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે  જિંદગીભ રની,કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે . ભૂતકાળનો પાલવ પકડી … જે ટમટમ્યા કરે .. તેનો વળી વિકાસ  કેવો ?…જે ભૂતકાળ ના ભૂત ની પકડ થી છટકી … Read More

via શબ્દોનુંસર્જન

જાન્યુઆરી 19, 2011 at 4:04 પી એમ(pm) Leave a comment

સાઠમાંથી સાતના-મેઘલતાબેન મહેતા

જે વાત કહેવામાં જીભ  અને આંસુ નિષ્ફળ જાય તે વાત મેઘલતાબેને શબ્દો માં વણી  લીધી છે ..૬૦ વર્ષે ઉજવણું થતું હોય  .૬૦ મીણબતી બુજાવતા આંખનું  પલ્કારું મારીએ  એને  ત્યાં  તો જન્દગી ભૂતકાળમાં સરી જાય.. ત્યારે…. હું  એકવાર સાત વર્ષની હતી ..ત્યારે આમ.. ત્યારે તેમ ….

કહેતા કહેતા આંખ માંથી આસું સરી જાય..

સાત વરસ ની ઉમ્રથી છૂટી ગયેલા મિત્ર કંઈ
ડોહોળાઈ ગયેલી યાદને ઝંખવાઈ ગયેલા ચિત્ર કંઈ

આખા કાવ્યમાં   લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્શન થયા.
જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લીધી કે અને અપનાવ્યા વગર છુટકો જ નથી ..મને યાદ છે મારી દીકરીના લગ્ન થયા ત્યારે હું  હવે નાની નથી રહી આવું મહેસુસ કર્યું .

કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે  જયારે વાચનાર ને લાગે હા આવું જ હોય ..કે વાંચ્યા પછી કહેશો કે આતો મારી જવાત છે ..


સાઠમાંથી સાતના

જિંદગીની સાંકડી શેરી અતિ વાંકીચૂંકી
એમાં વળી ગલીઓ ઘણી ,કોઈ આમ આમ જતી કોઈ તેમ જતી

આયખાની આ સફર થંભ્યા વિના દોડી જાતી
પણ યાદના સભારણનાનનાં બસ અહીં તહીં છોડી જાતી

સાઠનું સ્ટેશન વટાવ્યું ,કઈ સ્મરણ -વિસ્મરણ થયાં.
મિત્રો ,સ્નેહી ને સગા ,સૌ અહીં તહીં છૂટતાં  ગયાં .

જિંદગી પાછી વળે ના ,શોધવું  કંઈ શક્ય ના .
પણ સ્મરણની આ સફરને પણ રોકવાનું શક્ય ના .

વિસરાયેલાં નામો અને કામો અને સંભારણાં.
કાં સાંભરી  આવે અચાનક જ્યમ ચમકતા તારલા ?

સાત વરસ ની ઉમ્રથી છૂટી ગયેલા મિત્ર કંઈ
ડોહોળાઈ ગયેલી યાદને ઝંખવાઈ ગયેલા ચિત્ર કંઈ

કંઈ કેટલી વાતો મધુરી કહેવાની યે રહી ગઈ ?
કેટલાય  હમ સફરની સફર અધુરી રહી ગઈ .

સાઠ  વટાવ્યા ,વાટમાં ત્યાં કોઈ અચનાક મળી ગયું
“કેટલા બદલાઈ ગયાં ?’ હૈયું વાલોવાઈ ગયું .

હાથ ઝાલી સ્મરણ નો ,ડગલી જરી પાછી ભરી .
જિંદગીની સાંકડી  શેરી તરફ દ્રષ્ટિ  કરી .

વાંકી ચૂંકી  ગલીઓ વટાવી ક્ષણમાં  બધું ખુંદી વળ્યાં.
આનંદછોળો પર મીઠી  યાદ નૌકા સરી રહી .
છૂટી ગયેલા મિત્રના ચિત્રો વળી તાજાં થયાં .
ખબર  પડી ના સાઠમાંથી સાતના ક્યારે થયા …

મેઘલતાબેન મહેતા


http://shabdonusarjan.wordpress.com/2011/01/04/%e0%aa%b8%e0%aa%be%e0%aa%a0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be/#respond

જાન્યુઆરી 4, 2011 at 6:10 પી એમ(pm) Leave a comment


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

Blog Stats

  • 59,762 hits

Top Clicks

  • નથી
જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

સંગ્રહ