આપણે પણ આવા મહામરણને ભેટીએ.- પ્રજ્ઞાબેન વ્યાસ

ફેબ્રુવારી 15, 2011 at 7:32 પી એમ(pm) 2 comments

શું જ્ઞાનેશ્વર કે અખો, શું નચિકેતા કે શ્રી અરવિંદ અથવા તો વિનોબાનો અંતિમ પ્રાણોત્સર્ગનો મહાપ્રયોગ… આ બધા એક જ વાત કહે છે કે મૃત્યુને જીતવું હોય તો શરીરભાવથી ઉપર ઊઠો. નચિકેતાને એના શરીરમાં લાવવા માટે યમદેવે કેટકેટલાં પ્રલોભનો આપ્યાં ? ગાડી, ઘોડા, ધન-દોલત, રાજપાટ, સ્વર્ગની અપ્સરાઓ – પણ નચિકેતાએ તો મૃત્યુનું રહસ્ય જ વાંછ્યું અને આત્મભાવમાં એ સ્થિર રહ્યો. ‘મરતાં પહેલાં મરવું’ એટલે મૃત્યુનું રોજ-રોજ રિહર્સલ કરવું. સતત સેવન કરવું. મૃત્યુ એટલે અ-શરીરમાં વસવું. સતત અ-શરીરમાં, આત્મભાવમાં રહેવાની ટેવ પડશે તો ‘વિમૃત્યુ’ થવાય છે.

કઠોપનિષદ કહે છે : ‘अथ मर्तोडमृतो भवात । मृत्युमुखात्प्रेमुच्यते । आनन्त्याय कल्पते ।’ આ રીતે મર્ત્ય અમર્ત્ય બને છે. મૃત્યુ-મુખમાંથી છૂટે છે અને અનંતતાને પામે છે.

રોકશો મા, ટોકશો મા કોઈ
મારા મોતને, ભેટવા આવ્યો છું.
એને ટાળવા આવ્યો નથી.

Entry filed under: અન્ય બ્લોગ ઉપરથી ગમે, પ્રેરણાદાયી લેખ્, email.

Growing Old is great fun…. શરીર સ્વાસ્થ્ય માટે શું અપથ્ય?

2 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  ફેબ્રુવારી 15, 2011 પર 9:34 પી એમ(pm)

    આ લખાણ મીંરાબેનના પુસ્તકમાંથી છે

    યાદ આવે
    હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
    બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
    દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
    પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;

    બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
    જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.

    – જયન્ત પાઠક

    જવાબ આપો
  • 2. praheladprajapati  |  ફેબ્રુવારી 15, 2011 પર 10:23 પી એમ(pm)

    srs ,

    બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
    જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.

    જવાબ આપો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other subscribers

Blog Stats

  • 67,643 hits

Top Clicks

  • નથી
ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28  

સંગ્રહ