Archive for જૂન, 2011

હોમ ટિપ્સ – રાકેશ ઠક્કર

[ ‘હોમ ટિપ્સ’ એ અનોખું પુસ્તક છે. આ પુસ્તકમાં રસોઈ ટિપ્સ, આરોગ્ય ટિપ્સ, હોમકેર ટિપ્સ, સૌંદર્ય ટિપ્સ, જાળવણી ટિપ્સ, સ્પેશ્યલ ટિપ્સ અને જીવન ટિપ્સ એમ સાત વિભાગોમાં આજના ઈન્સ્ટન્ટ યુગમાં અનિવાર્ય એવી સુંદર ટિપ્સ આપવામાં આવી છે. પુસ્તકના લેખક શ્રી રાકેશભાઈ વાપી નગરપાલિકામાં ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાતમિત્ર’ અખબારના કોલમિસ્ટ છે. ‘ફૂલવાડી’, ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં તેમનું બાળસાહિત્ય પ્રકાશિત થતું રહે છે. આજે તેમના ‘હોમ ટિપ્સ’ પુસ્તકમાંથી માણીએ પ્રત્યેક વિભાગમાંની કેટલીક ઉપયોગી ટિપ્સ ! રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રી રાકેશભાઈનો (વાપી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rmtvapi@yahoo.co.in  અથવા આ નંબર પર +91 9099095701 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

hometips[ક] રસોઈ ટિપ્સ :

[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.

[2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.

[3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.

[4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.

[5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે.

[6] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.

[7] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.

[8] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.

[9] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.

[10] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે. (વધુ…)

જૂન 12, 2011 at 10:38 એ એમ (am) 2 comments

Amazing Ginger- Writter Un known

Ginger.C

Excellant powerpoint presantation from unknown friend

E mail Sent by VM bhonde

જૂન 7, 2011 at 2:05 પી એમ(pm) 1 comment


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 48 other followers

Blog Stats

  • 45,110 hits

Top Clicks

  • નથી
જૂન 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

સંગ્રહ