શતાયુ થવાનાં કીમિયા (૫)

ડિસેમ્બર 25, 2011 at 4:58 પી એમ(pm) Leave a comment

કીમિયો ૫ સુવિચારોને વાગોળો.. પચાવો અને તે રીતે જીવતા શીખો.  આ સુવિચારો અનુભવોનું નિતારણ છે. ( સંકલન) વર્તમાન પત્રોમાં આ સુવિચારો રોજનો એક જ આવેછે કારણ કે તેની સુવાસ આખા દિવસ સુધી રહે છે. તેથી જ આ સંકલન દિવસનું એક સુવાક્ય વાંચવું અને વાગોળવુ.

 • નજરમાં અમિ તેને દુનિયા ગમી. જીભમાં અમિ તેને દુનિયા નમી.જેની સમજ્માં અમિ તેને સુખની શું કમી?
 • ભાગીયાને કહે ચાલો તેને ત્યાં લક્ષ્મી આવે અને ભાગીયાને જે કહે જાવ તેને ઘરેથી લક્ષ્મી પણ જાય.
 • ભુલોથી અનુભવ વધે. અનુભવ વધતા ભુલો ઘટે
 • પ્રભુ એ ” સ્પેર વ્હીલ” નહીં “સ્ટીયેરીંગ વ્હીલ” છે
 • તમે જેને અને જે તમને સંભાળે છે તેમને જણાવો કે તમે તેમની દરકાર કરો છો.
 • ગુસ્સામાં લખેલો કાગળ ૨૪ કલાક પછી ફરી વાંચવો અને તેને મોકલતા પહેલા ફરી લખવો
 • નુકસાની ઘટાડવા કરેલા દરેક પ્રયત્નો સ્તુત્ય હોય છે જેમ નફો વધારવા કરેલા પ્રયત્નો પણ સ્તુત્ય હોય છે
 • આપદા ઠેલવી નહીં તેને તો યુધ્ધનાં ધોરણે ફેડવી રહી.
 • अहंमे से “अ” नीकलेगा तो हम रहेगा.
 • “હાય” “હાય” કરવાને બદલે “હોય” “હોય” કરો તો ઉંચો રક્ત દબાવ અને હ્રદયરોગ કદી ના થાય. .
 • માપ વિનાની અપેક્ષાઓ તે અનંત દુઃખની ખાણ મોટી.
 • ભક્તિ તે શબ્દો વિનાની પ્રભુ સાથે કરાતી વાતો અને પ્રાર્થનાઓ છે.
 • જે સ્પર્ધામાં ઉતરતા નથી તેમને કદી ખબર નથી પડતી કે હારવાનું દુઃખ અને જીતની ખુશી શું છે. .
 • એક માણસને જ વારંવાર કહેવુ પડે છે કે તુ માણસ થા. કારણ તે માણસ સિવાય અન્ય પ્રાણી સ્વરુપે જ રહેતો હોય છે.
 • आसक्ति जो आ शकती है वो जा भी शकती है.
 • હાસ્ય એ ચેપી હોય છે તે સામે વાળાને પણ હસવા પ્રેરે છે..
 • વાત કહેવાની પધ્ધતિ પર જ ઘણા યુધ્ધો લઢાયા છે અને રોકાયા છે કે જીતાયા છે.
 • નિરાશાનાં કાળા ડીબાંગ વાદળોમાં છુપાયેલ આશાની કીનારી શોધવી તેનું નામ હકારત્મક વલણ.
 • નેપોલીયન જાણતો હતો કે અશક્ય શબ્દ એ કાયરોનું કામ ન કરવાનું બહાનુ હતુ. ચંદ્ર આરોહણ પણ એક વખતે તો અશક્ય જ હતુને ?
 • ક્રિયા કરો પ્રતિક્રિયા નહીં ( act do not react.)
 • પ્રોત્સાહન ચેપી છે. આપે તેને અને પામે તેને બંનેને પ્રોત્સાહીત કરે છે.
 • વખાણ જાહેરમાં કરો અને ટીકા અંગત રીતે.
 • સમય હંમેશા તમારી મૂડી બને ત્યારે જ જ્યારે તમે સમયથી આગળ હો.
 • ઘણા બાળકોમાં ભગવાન જુએ.ને કેટલાક ભગવાનને બાળક સમજે
 • કામ કરનારાથી જ ભૂલ થાય. કશુંય કામ ન કરનાર કદી ભુલો કરતો નથી.
 • ઉપકાર કરીને ભુલી જાવ પણ ઉપકૃત થઇને કદી તે ઉપકારીને ન ભુલાય
 • પ્રેમમાં ભીંજાવાય. વહી ન જવાય
 • પ્રેમ તો આપ્યા જ કરે. માંગે તે તો ફક્ત વહેવાર .
 • માફી માંગે તેના કરતા માફ કરે તે વધુ બળીયો.
 • મિત્રો બનાવવા તેમનું કંઇક સારુ શોધો અને તેમને કહો.દુશ્મન બનાવવા તેમનુ ખરાબ બીજાને કહો
 • અજ્ઞાન ન બોલીને છુપાવી શકાય. બોલીને જાહેર ના કરાય.
 • સફળતા સદાયે વહેતી રહેતી હોય છે.વહેતા જળની જેમ.તરસ છીપાય પણ તેના ઘડા ન ભરાય.
 • દુ:ખનાં દિવસો વર્ષો લાગે સુખનાં વર્ષો દિવસો.
 • લાગણી અને બુધ્ધિ બે શોક્યો છે સાથે રહે અને કાં તારે કાં ડુબાડે.
 •         જ્યાં વ્યવહાર કરતા વધુ લાભ દેખાય ત્યાં છળ હોવાનું જ.લક્ષ્મણ ને ખબર હતી કે સ્વર્ણ મૃગ ન હોય તેથી તો લક્ષ્મણ રેખા દોરી હતી.
 •  પુછવામાં શરમાયો તે ધ્યેય પર પહોંચવામાં હંમેશા મોડો પડવાનો આ વાત રોજ બરોજ ના જીવનમાં અને મોક્ષ પામવામાં પણ સાચી છે.
 • એક કાર્ય શરુ કરતા ઘણો સમય જાય પણ તે અનેક વાર કરવાથી તેટલો સમય ન લાગે તેનું કારણ તે કાર્ય અઘરુ નથી વરંવાર કરવાથી આવડત વધી છે.
 • શુન્ય હરદમ શુન્ય જ રહે છે પણ જેવો કોઇ અંક આગળ લાગે તે દસ ગણોવધે છે. તેવુંજ પ્રભુનું નામ આપણા મનમાં આવતા આપણી પણ હિંમત દસ ગણી વધે છે
 • તમે જેમ વધુ ઉપર ચઢો તેમ તમને વધુ દેખાય અને વધુને તમે પણ દેખાવ
 • વિકાસ માટે વધુ મેળવવાનો તલસાટ જોઇએ અને શાંતિ મેળવવા સંતોષનો ઓડકાર
 • નિશાન ચુક માફ, નહીં માફ નીચું નિશાન
 • ઇશ્વરને ગમ્યું તે ખરું.તે કથન સાચુ પણ ફળની આશા વિના કરેલ પુરૂષાર્થ ને જ પ્રભુ ફળ આપે છે.
 • કહે છે ને કે સિંહને પણ ભોજન માટે મથવુ પડે છે તેના મો માં પણ મૃગલા સામે ચાલીને આવતા નથી.
 • હા પુરુષાર્થ એ જીવનનું પ્રમુખ કાર્ય દરેક જીવન જીવતા જીવોનું છે.
 • અંતરમાં ડુબતા આવડે તો સિધ્ધ પદ સમું મોક્ષદ્વાર દુર નથી.
 • આખી દુનીયા કહે તેમ ચાલે તો દુ:ખી થવાય તેમ રામાયણે કહ્યું
 • જે રાજા આંખે પાટા બાંધી જીવે તેની સત્તા ખુવાર થાય તે મહાભારતે કહ્યું
 • વાત પુરી થયા પછી અને પ્રશ્ન સમજ્યા પછી હા કે ના નો જવાબ આપો.
 • પ્રશ્નનો હલ તેજ તેનું નિરાકરણ. તેને ઠેલવાનો અર્થ એને વધુ મોટો થવાની તક આપો છો
 • આપની આજ એ આપની બે આવતીકાલો કરતા ઘણી મોટી છે કારણ કે તે ગઇ કાલનાં શમણા અને આજના ઉત્સાહ થી ભરેલી છે.
 • ગુમાવવાની તૈયારી વિના મેળવવાની અપેક્ષા નકામી કારણ કે ખાડો ખોદ્યા વિના ટેકરો ના થાય
 • ઇશ્વર હ્રદય થી અનુભવાય છે..સ્વર્ગ અને નરક એ તો મનુષ્યનાં ચિંતનની અવસ્થાઓ છે.
 • મોતને અટકાવી ન શકાય પણ સુધારી તો શકાય.
 • જીવો આજને ભરપુર્..જાણે આવતી કાલ આવવાની જ નથી.
 • વકિલ, વૈદ્ય, અને એકાઉંટંટથી કશુ છુપાવવુ નહીં. તેમને મોડી ખબર પડી તેની સજા તમે ભોગવશો.
 • “ના” કહો. પણ ના કહેતા વિનય કદી ના ચુકો. કદાચ નકારથી લાગતો સામેની વ્યક્તિનો થડકાર હળવો થાય.
 • સાચી દિશા અને કઠોર પરિશ્રમ, સફળતા આણે આણે અને આણે જ.
 • ભજન એ સૌનાં સ્વજન.ગોપાલ પારેખ (વાપી)
 • વિપત્તીમાં જો આપના દર્શન થતા હોય તો હું વિપત્તી જ માંગીશ કે જે આપના દર્શન થકી મુક્તિ પમાડે. (કૂંતામાતાની પ્રાર્થના)
 • દરેક પ્રશ્નનાં હાર્દમાં તેનો જવાબ છુપાએલો હોય છે. તે શોધી શકનારાઓ સફળ થતા હોય છે.
 • રઘુકુલ નીતિ “પ્રાણ જાય પણ વચન ના જાય “આજે પણ સાચી છે તેમ માનનાર ને સુખ શોધતુ આવે છે.
 • જો તમે નિવારણનો ભાગ નથી તો જરુર તમે પ્રશ્નસર્જનનો ભાગ છો. તમે નિર્ણાય નહીં આપી શકો.
 • અધિકાર વિનાની જવાબદારીઓ એટલે ગુલામી જ ને?
 • તમારી સંમતી વિના કોઈ તમને હીણપત ના અનુભવાવી શકે
 • જેની સાથે તમને બનત ના હોય તેમની નીચે કામ ના કરાય.
 • જીવનમાં કેટલાં અસત્યો,સૌન્દર્યનાં ઝીણા ઝીણા રંગીન આવરણમાં લપેટાયેલા આપણી સામે આવે છે અને આપણે એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના પોતાના મનમાં એને સત્ય તરીકે ઠસાવી દઇએ છીએ. જ્યારે એક દિવસ આ સત્ય પ્રગટ થાય છે ત્યારે માથું દબાવીને આપણે રડી પડીએ છીએ અને માથું ધૂણાવીએ છીએ.ત્યારે….ત્યારે કવિનું હ્રદય વિદારીને કવિતા ફૂટી નેકળે છે,ચિત્રકાર પોતાના રક્તથી એ ‘સત્ય’ની કલ્પનાને ચિત્રીત કરે છે,ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે.-બંગાળી લેખક અનીતા ચટ્ટોપાધ્યાય.
 • લાગણીનું ઝીણુંઝીણું જતન કરે તે માતા અને સ્વસ્થતાથી બુધ્ધિને કંડારી આપે તે પિતા.
 • માતા સંતાનોમાં લોહી થઇને વહેતી હોય છે અને પિતાનું નામ હાડકામાં કોતરાયેલું હોય છે.
 • માતા હ્રદયવાચક શબ્દ છે અને પિતા મનવાચક શબ્દ છે,
 • માતા ભાવાચક છે અને પિતા માનવાચક છે.-સુરેશ દલાલ
 • આત્માની શક્તિ અણુબોંબ કરતાં મોટી છે.
 • સંતોષ કુદરતી દોલત છે,જ્યારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે સોક્રેટીસ
 • તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખશો તો તમને પડછાયો નહીં દેખાય.-સુરેશ દલાલ
 • પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.-રજનીશજી
 • જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ. –સ્વેટ માર્ટીન
 • તમારા જીવનમાં વરસ ઉમેરવાની વાત મોટી નથી,પણ વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.-એલેક્સીલ કેરલ
 • ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.-કવિ કાલિદાસ
 • મૈત્રીનું એક ઉપનિષદ હોય છે.એમાં સચ્ચાઇથી ઓછું કશું ન ખપે.
 • આત્મિયતાનો આવિષ્કાર હવાની જેમ અનુભવાય. -સુરેશ દલાલ
 • કવિતા ગહન હ્ર્દય-ગમ્ય સત્યનો આલાપ છે.-શ્રી અરવિંદ
 • કવિતા દ્વારા કવિ સત્યને સત્ય વડે તેનું સુંદરતમ સ્વરૂપ ઝડપે છે.-ગેટે
 • પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે.–જયશંકર પ્રસાદ
 • પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.-થોરો
 • ઇશ્વર એટલે એવું એક વર્તુળ,જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે,પણ જેનો પરીઘ ક્યાંય હોતો નથી. –સેંટ ઓગસ્ટાઇન–
 • ક્ષણમાં જીવે એ માનવી,ક્ષણને જીવાડે એ કવિ –મિલ્ટન
 • ભાવનાથી રંગાયેલી બુદ્ધિ એ જ કાવ્ય છે.–પ્રો.વિલ્સન
 • શબ્દ કવિને અમર બનાવે છે,જ્યારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે.–રામનરેશ ત્રિપાઠી
 • પ્રેમના બે લક્ષણો છે : પહેલું બાહ્ય જગતને ભૂલી જવું, અને બીજું ,પોતાના અસ્તિત્વ સુદ્ધાંને ભૂલી જવું.-રામકૃષ્ણ પરમહંસ
 • ટીકા પાળેલા કબૂતર જેવી છે.પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે. -ડેલ કારનેગી
 • સજા આપવાનો અધિકાર માત્ર તેને જ છે,જે પ્રેમ કરે છે.–રવિન્દ્રનાથ ટાગોર
 • વ્યક્તિ-સાધનાની ફલસિદ્ધિ સૌથી પ્રથમ વ્યક્તિને જ મળે છે.-ફાધર વાલેસ
 • પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને ! બધે જ ઝવેરાત્ ભરી છે. શરત માત્ર એટલી કે ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ.-ખલીલ જીબ્રાન—
 • આપણને જે ગમે તે કરવા કરતાં જે કરીએ તે ગમાડવું તે વધુ મોટી સિદ્ધિ છે -બ્લેક
 • મનુષ્ય સર્વત્ર મુક્તાવસ્થામાં જન્મે છે અને બંધનાવસ્થામાં મૃત્યુ પામે છે-રૂસો
 • ઘાસ પૃથ્વી પર સહચાર શોધે છે.વૃક્ષો આકાશમાં એકાંતની શોધ આદરે છે. –-રવિન્દ્રનાથ ટાગોર
 • એકાંત એ માણસને પોતાને પામવાની ગુફા છે.ત્યાં ખુદ સાથે અને ખુદા સાથેનો સંબંધ છે. -સુરેશ દલાલ
 • સ્વીકૃતી એ પૃથ્વીની પ્રકૃતિ છે,કશાયનો નકાર નહીં.નર્યો સ્વીકાર .–સુરેશ દલાલ.
 • ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય. –પિકાસો
 • માનવમાત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે -ટોલ્સ્ટોય
 • કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે,એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ. -રવિન્દ્રનાથ ટાગોર
 • રૂદન એ માનવીની પ્રથમ અભિવ્યક્તિ છે.રૂદનમાંથી જ આપણે પ્રેરણા પામીએ છીએ.
 • સૂક્ષ્મ દોષોને બાળવા માટે માનસિક તાપની જરૂર પડે છે.
 • પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.
 • જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ, કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
 • બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં,બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
 • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.
 • શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.
 • મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.
 • એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને સૌંદર્ય સમાયેલું છે.
 • હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.
 • હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.
 • જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.
 • જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.
 • લગ્નજીવનની સફળતાનું રહસ્ય : મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ.
 • જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.
 • કંકુમાં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.
 • નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ નાનકડું જ છે ને ?
 • દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ?ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી.ધર્મનું ફળ ધર્મ જ છે…..
 • સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત પશુ જ છે.
 • કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે કુદરત સામો જવાબ ક્યાંથી આપી શકવાની છે ?
 • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.
 • વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.
 • કિંમત ચૂકવ્યાં વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.
 • ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.
 • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.
 • મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો શ્રધ્ધાદીપ આત્માને વધુ પ્રકાશ આપનારો નીવડશે.
 • પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.
 • જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ,
 • કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
 • બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં, બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
 • સમાધિમાં બેસીને ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર કરતાં વ્યવહાર જગતમાં રહીને દરેક પળે ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર મહાન છે.
 • પવિત્રતાનો દંભી અંચળો ઓઢીને મહાત્મા બનનાર કરતા નિખાલસપણે કલંકનો કાળો કામળો ઓઢી લેનાર પાપી વધારે સારો છે.
 • નબળી દલીલ કરતાં મૌન વિશેષ વજનદાર છે.
 • ધરતીકંપ કરતાં માનવ-માનવ વચ્ચેનો ધિક્કારકંપ વધુ ભયંકર હોનારત સર્જે છે.
 • પ્રત્યેક નીરોગી કરતાં પ્રત્યેક રોગી સ્નેહ અને મમતાનો વધુ ભુખ્યો હોય છે.
 • આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહારનિકળતો વિદ્યાર્થી જીવન-પ્રવેશ માટેનો પાસપોર્ટ મેળવે છે,પરંતુ જીવન પ્રવાસ માટેનો વિસા પામે છે ખરો ?
 • આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.
 • ખારાશમાં પણ મીઠાશ છે,નહિ તો ખારા એવા મીઠાનું નામ “મીઠું” ન પડ્યું હોત.
 • દોરી વિનાનુ ખેંચાણ તેનું નામ પ્રેમ.
 • જેને પ્રસિધ્ધિની ગુલામીનો મોહ છે તે કદી યે સિધ્ધિનો સ્વામી બની શક્તો નથી.
 • જીવનની લપસણી ભૂમિકા પર પ્રલોભનની મેનકા જ્યારે પ્રવેશ પામે છે ત્યારે સંયમનુ પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે.
 • કનૈયાના અધરે સ્થાન પામવા માટે વાંસળી ને કેટલી વાર વિંધાવુ પડ્યુ હશે ?
 • જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિમાંથી જન્મે છે.
 • ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઇશ્વરની મૂર્તિમાં પરિણમે છે.
 • ધ્વંસમૂર્તિને કલ્યાણમૂર્તિ તરીકે ઘડવાનો ભાર શિલ્પી પર હોય છે.પરંતુ શિલ્પીના નિષ્ઠુર ટાંકણાના આઘાત માટે મૂર્તિને તૈયાર રહેવું પડશે.
 • ખંડેરોમાંથી જીવનનું સોહામણું પુનર્નિમાણ કરવું એ તો દરેક પંથ ભૂલેલા માનવીનો પ્રથમ હક્ક છે.
 • ગાઢ અંધારા ઉતરે ત્યારે જ તારા ઝગમગે ને ?
 • મનની કોમળતા એ એક એવી નિર્બળતા છે, જે હ્ર્દયની કઠોરતા કરતાં પણ વધુ ખરાબ છે.
 • એકાંત અમૃત છે પણ એકલતા એ વિષ છે.
 • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠા છે.
 • બનવા જોગ છે કે ભગવાન મેળવવા કરતાં માણસને મેળવવો વધારે મુશ્કેલ હોય…
 • અમૃતપાન કરવા ઇચ્છનારે તો બધા યે પીણાં ચાખી જોવા પડે,એમાં વિષ પણ બાકી ન રહે.
 • પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય,પરંતુ ક્ષમાનો ભાર ઉંચકવો સહેલો નથી.
 • અવસ્થામાં (વૃધ્ધાવસ્થામાં) યૌવન હોવું એનું નામ જીવન અને યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક.
 • સૂક્ષ્મ દોષોને બાળવા માટે માનસિક તાપની જરૂર પડે છે.
 • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.
 • શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.
 • મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.
 • એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને સૌંદર્ય સમાયેલું છે.
 • હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.
 • હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.
 • જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.
 • જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.
 • લગ્નજીવનની સફળતાનું રહસ્ય : મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ.
 • જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.
 • કંકુ માં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.
 • નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ નાનકડું જ છે ને ?
 • દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ?ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી.ધર્મનું ફળ ધર્મ જ છે…..
 • સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત પશુ જ છે.
 • કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે કુદરત સામો જવાબ ક્યાંથી આપી શકવાની છે ?
 • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.
 • વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.
 • કિંમત ચૂકવ્યાં વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.
 • ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.
 • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.

“વિચાર બે લીટીની વચ્ચેનો”, “ શબ્દોને પાલવડે”માં થી અને “સંદેશ” માંથી સંકલીત.

Entry filed under: નિવૃત્તિ વિજ્ઞાન.

શતાયુ થવાનાં કીમિયા (૪) ધારોકે હું શતાયુ થયો તો?

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

Blog Stats

 • 59,762 hits

Top Clicks

 • નથી
ડિસેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

સંગ્રહ


%d bloggers like this: