અમેરિકાના Elderly Indian Immigrants – -પી. કે. દાવડા

જૂન 14, 2012 at 8:17 પી એમ(pm) Leave a comment

આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે ૨૦-૨૨ ની ઉમ્મરે અમેરિકા જાય છે. ત્યાં પહોંચ્યા પછી થોડા દિવસ Home sickness અને Cultural shock અનુભવે છે પણ ત્યાર બાદ ધીરે ધીરે અમેરિકનોની રહેણીકરણી, ભાષા, ઉચ્ચાર, પહેરવેશ વગેરે અપનાવવાનું શરૂ કરી દે છે. ત્યારબાદના ટૂંકા સમયમા જ તેઓ નિર્ણય લઈ લે છે કે તેમને ત્યાં જ રહેવું છે અને પોતાની Carrier બનાવવી છે.

બીજા થોડા ભારતિય યુવાનો H1 B Visa લઈ, નોકરી કરવા અમેરિકા જાય છે, તેઓ પણ Cultural shock અને Home sickness અનુભવે છે પણ તેમાથી વહેલા બહાર આવી જાય છે.

માબાપ પણ આ પરિસ્થિતીનો સ્વીકાર કરી લે છે કે જેથી તેમના બાળકોને  સારી જીંદગી જીવવા મળે. બાળકોને સારી જીંદગી મળે એ માટે તેમણે કરેલી મહેનત સફળ થતી લાગે છે.

એકવાર નોકરીમા ઠરીઠામ થયા પછી તેઓ અમેરિકામા સ્થાયી થયેલી ભારતિય છોકરી, જેને કદાચ તેઓ તેમના શાળા-કોલેજના સમયથી ઓળખતા હોય અથવા નોકરી દર્મ્યાન સંપર્કમા આવ્યા હોય તેની સાથે લગ્ન કરી લે છે. કેટલાક યુવાનો ભારતમા માબાપની પસંદગીની છોકરી સાથે ભારતમા આવી લગ્ન કરે છે અને પત્નીને H1B કે H4 visa પર અમેરિકા લઈ જાય છે. જો પત્ની પણ ત્યાં નોકરી કરતી હોય તો Double Income Couple તરીકે ખૂબ જ સારી આર્થિક સ્થિતિમા આવી જાય છે. મોટું ઘર, બે ગાડી વગેરે સામાન્ય બની જાય છે, અને આનંદથી જીંદગી પસાર થાય છે.

આ દરમ્યાન પોતાના માબાપ, ભાઈ-બહેન અને મિત્રો સાથે ઈ-મેલ, ટેલિફોન અને વાર્ષિક India Trips થી સંપર્ક જાળવી રાખે છે. તેમના માબાપ અને ભાઈ-બહેન પણ ક્યારેક અમેરિકા એમને મળવા જાય છે અને એમનો વૈભવ જોઈને ખૂબ હરખાય છે.

આમ જીવન સરળતાથી ચાલે છે. હવે તેઓ પોતાનું બાળક ઈચ્છે છે. બાળક જો અમેરિકામા જન્મે તો આપમેળે અમેરિકન નાગરિક બની જાય. વિચાર તો સારો છે પણ થોડા સમય માટે કોઈ ત્રીજી વ્યક્તિની મદદની જરૂર પડસે એમ વિચારી માબાપને કે સાસુ-સસરાને વિનંતિ કરે છે, જેનો સહેલાઈથી સ્વીકાર થઈ જાય છે. વડિલો છ મહિના માટે અમેરિકામા રહેવા તૈયાર થઈ જાય છે.

હવે મુશ્કેલીઓ શરૂ થાય છે. પતિ-પત્ની બને કામ કરે છે. બાળકોની સંભાળ કોણ રાખે. શાળાના કડક નિયમો, રોજ શાળામા મૂકવા અને લેવા જવાનું (શાળા પણ એમની ઓફીસની વિરૂધ્ધ દિશામા જ હોવાની). કોઈ બાળકોને શાળામાંથી લઈ આવે, પછી મા-બાપ ઓફીસેથી આવે ત્યાં સુધી સાચવે વગેરે ત્યાં ખૂબ જ મોંગું છે. પાછું ઘરે આવીને રાંધવાનું, બાળકોને હોમવર્ક કરાવવાનું- ઉફ આ તો ખૂબ જ કઠીન કામ છે.

અહીં ભારતમા પણ માબાપની ઉમર મોટી થાય છે, એમની ચિંતા થાય એ પણ સ્વભાવિક છે. તેઓ વિચારે છે કે હવે તો તેઓ રીટાયર્ડ છે, તો અહીં અમેરિકામા આવીને અમારી સાથે શા માટે નથી રહેતા? મજાનું મોટું સંયુક્ત કુટુંબ બનાવીને રહેશું. પણ તેઓ એ ભૂલી જાય છે કે સંયુક્ત કુટુંબમા રહેવાની તેમની આદત તો તદન છૂટી ગઈ છે. મા-બાપને સંયુક્ત કુટુંબનો થોડો અનુભવ હોવાથી તેઓ થોડા પ્રોત્સાહિત થાય છે.

માબાપ ઘણા સપના લઈને એક દિવસ અમેરિકા આવી પહોંચે છે. પૌત્ર-પૌત્રિઓ જોડે રમશું, એમને શાળામા મૂકવા લેવા જશું, સાંજે એમને બાગમા રમવા લઈ જશું, દીકરાના મોટા બંગલામા આનંદથી રહેશું, દીકરાની મોટરમા ફરશું, દીકરા અને પુત્રવધુની સેવા પામશું વગેરે વગેરે.

થોડા દિવસમા જ સચ્ચાઈ સામે આવે છે. એમને અંગ્રેજી બોલતાં કે સમજતાં આવડતું નથી, જે થોડું ઘણુ આવડે છે તે અમેરિકન ઉચ્ચારોને લીધે અપૂરતું થઈ જાય છે. ડ્રાઈવિંગ આવડતું ન હોવાથી જાતે તો ક્યાંયે જઈ જ ન શકે. જ્યારે દીકરો કે વહુ લઈ જાય ત્યારે જ ઘરની બહાર નીકળાય. ટી.વી. મા હિંદી ચેનલો મોંઘી હોવાથી ઓછી હોય છે. અમેરિકાની અંગ્રેજી ચેનલોના સમાચાર સમજવામા સમય લાગે છે.બાળકોને રજા હોય ત્યારે કાર્ટુન જોવા ટી.વી. પર તેમનો કબજો હોય છે. વહુ-દીકરો સાંજે થાક્યા પાક્યા ઘેર આવે ત્યારે તેમને થોડું એકાંત અને શાંતિ જોઈએ છે.

થોડા દિવસમા એ પણ સમજાઈ જાય છે કે ઘરની બાબતોમા કોઈ પણ નિર્ણય લેવામા એમનો કોઈ રોલ નથી. કોઈ પણ વસ્તુ એમને પૂછીને કરવામા નથી આવતી.  હા, તેમની જરૂરીઆતોનો પુરો ખ્યાલ રાખવામા આવે છે

જે માબાપ પોતાના દીકરા અને તેના કુટુંબ સાથે અહીં રહેવા આવ્યા છે, તેમનુ ભારતમા ખુબ જ સંતોષકારક જીવન હતું. એમનુ માન સન્માન ભરેલું સામાજીક સ્થાન હતું. અડોસ-પડોસ અને સગા-સંબંધીઓમા પ્રેમ ભર્યો આવકાર મળતો. એમનું પોતાનું ઘર હતું. અહીં તેમને લાગે છે કે દીકરાની છતની નીચે રહે છે. દેશમા જે વડિલોનું માન સન્માન હતું, તેમની સુખ સગવડ પ્રત્યે જે વિષેશ ધ્યાન અપાતું એ અહીંની સંસ્કૃતિમા નથી. તેમના બાળકો અજાણતા જ અમેરિકન સંસ્કૃતિની અસરમા આવી ગયા હોય છે. અહીં અજાણતા જ તેઓ પોતાના માબાપની નાની નાની ભૂલોનું પણ ધ્યાન દોરે છે. માબાપની લાગણી આવી ચીજોથી થોડી દુભાય છે.

એમને લાગે છે કે ભલે ભારતમા એમના ઘર નાના હતા, ભલે એ.સી અને રૂમ-હીટર ન હતા, ભલે ચોવીસે કલાક નળમા પાણી નહોતું આવતું પણ ત્યાં એ વધારે comfortable હતા. એમની સંયુક્ત કુટુંબની કલ્પના ભારતના સંયુક્ત કુટુંબની હતી. અમેરિકન સમાજમા એ પ્રથા નથી. તેમના બાળકો અમેરિકન પધ્ધતિને અજાણતા પણ અપનાવી ચૂક્યા હોય છે.

યુવાન પતિ-પત્નીને કુટુંબ ચલાવવા ખૂબ મહેનત કરી કમાવું પડે છે. એમને એમ લાગે છે દાદા-દાદી છોકરાઓ સાથે રમીને ખૂબ જ ખુશહાલ જીવન જીવે છે. એમને એ સમજાતું નથી કે ફક્ત બાળકો સાથે રમવા સિવાય પણ વૃધ્ધ લોકોની બીજી જરૂરિયાતો હોય છે. એમને પોતાની ઉમરના લોકોમા ઊઠવું બેસવું છે, દીકરા અને વહૂ સાથે સુખ દુખની વાતો કરવી છે, ધઉં ચોખાના ભાવ જાણવા છે, એક અસ્તિત્વ પૂર્વકનું જીવન જીવવું છે.

ભારતમા તેઓ પગે ચાલીને વાણિયાની દુકાનેથી ભાવતાલ કરી વસ્તુઓ ખરીદી લાવતા, પડોસી અને મિત્રોને ચાપાણી માટે બોલાવતા, ગમે ત્યારે પડોસમા ગપ્પા મારવા ચાલ્યા જતા અને આમ એમની એકલતાને દુર ભગાડતા. અહીં આવું કંઈ પણ શક્ય નથી.

એમનું આ દુખ કોઈને દેખાતું નથી કારણ કે પોતાના બાળકોનું ખરાબ ન લાગે એટલે આવી વાતો એ કોઈને કહેતા નથી, ટેલીફોન પર દેશના સગાવહાલાઓને પણ નહિં. હા કોઈવાર પોતાની ઉમ્મરના લોકો જ્યારે ક્યાં મંદિર કે ગાર્ડનમા મળી જાય છે ત્યારે તેઓ ખૂબ જ આનંદમા આવી જાય છે. ક્યારેક દબાતા સૂરમા એકબીજાને સુખદુખની વાતો કહી દે છે.

હવે આ પરિસ્થિતિમા કોઈનો વાંક નથી. છે કોઈની પાસે આ elderly immigrants ના પ્રશ્નોનો ઉકેલ? જો હોય તો જરૂર આ બ્લોગ ઉપર મૂકો, ખૂબ આશિર્વાદ મળશે.

અહીં મેં જે લખ્યું છે એવી જ પરિસ્થિતિ બધા કુટુંબોમા છે એવું મારું કહેવું નથી. મેં ત્યાં જે જોયું છે અને જે હું સમજ્યો છું તે મેં લખ્યું છે. આને આખે આખું નકારી કાઢશો તો પણ મને અન્યાય થાય છે એવું નહિં લાગે.

-પી. કે. દાવડા

પી.કે.દાવડા સાહેબે  લખેલ આ લેખ ઘણા ને સ્પર્શે છે અને તેથી જ મુ. હરેકૃષ્ણ મજમુંદારે મને ” નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તક લખવા પ્રેર્યો હતો. આ લેખના કેટલાક વિચારોનાં જવાબો તે પુસ્તક્માં છે. ” ટહુકા એકાંતના ઓરડેથી” પુસ્તકમાં પૂ. પૂ મોટાભાઇનાં પત્રમાં પણ લખ્યુ છે તેમ આ સમસ્યા બે ક્લચરનાં સ્વિકાર અને અસ્વિકારની છે.  કેટલીક બાબતો સમય ધીમે ધીમે શીખવે છે અને કેટલીક બાબતો જે પેઢી નવા વાતાવરણમાં આવે છે તેણે સમજણ દાખવીને શીખવી રહી જેમ કે જેવો દેશ તેવો વેશ કરવો જ રહ્યો. ભારતમાં જે છે તે અમેરિકામાં શોધવુ તે બીન વહેવારીક તો છે જ. વિજય શાહ

http://www.bookganga.com/eBooks/Book/5523747307790156821.htm?Book=Nivruttini-Pravrutti

http://www.bookganga.com/eBooks/Book/5061900522945064845.htm?Book=Tahuka-Ekant-Na-Oradethi

Advertisements

Entry filed under: નિવૃત્તિ ની પ્રવૃત્.

Ten Commandmen​ts in daily Life આખરી વેળાનું –મૃગંક શાહ

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

Blog Stats

  • 52,709 hits

Top Clicks

  • નથી
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

સંગ્રહ


%d bloggers like this: