સાઠમાંથી સાતના-મેઘલતાબેન મહેતા

જાન્યુઆરી 4, 2011 at 6:10 પી એમ(pm) Leave a comment

જે વાત કહેવામાં જીભ  અને આંસુ નિષ્ફળ જાય તે વાત મેઘલતાબેને શબ્દો માં વણી  લીધી છે ..૬૦ વર્ષે ઉજવણું થતું હોય  .૬૦ મીણબતી બુજાવતા આંખનું  પલ્કારું મારીએ  એને  ત્યાં  તો જન્દગી ભૂતકાળમાં સરી જાય.. ત્યારે…. હું  એકવાર સાત વર્ષની હતી ..ત્યારે આમ.. ત્યારે તેમ ….

કહેતા કહેતા આંખ માંથી આસું સરી જાય..

સાત વરસ ની ઉમ્રથી છૂટી ગયેલા મિત્ર કંઈ
ડોહોળાઈ ગયેલી યાદને ઝંખવાઈ ગયેલા ચિત્ર કંઈ

આખા કાવ્યમાં   લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્શન થયા.
જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લીધી કે અને અપનાવ્યા વગર છુટકો જ નથી ..મને યાદ છે મારી દીકરીના લગ્ન થયા ત્યારે હું  હવે નાની નથી રહી આવું મહેસુસ કર્યું .

કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે  જયારે વાચનાર ને લાગે હા આવું જ હોય ..કે વાંચ્યા પછી કહેશો કે આતો મારી જવાત છે ..


સાઠમાંથી સાતના

જિંદગીની સાંકડી શેરી અતિ વાંકીચૂંકી
એમાં વળી ગલીઓ ઘણી ,કોઈ આમ આમ જતી કોઈ તેમ જતી

આયખાની આ સફર થંભ્યા વિના દોડી જાતી
પણ યાદના સભારણનાનનાં બસ અહીં તહીં છોડી જાતી

સાઠનું સ્ટેશન વટાવ્યું ,કઈ સ્મરણ -વિસ્મરણ થયાં.
મિત્રો ,સ્નેહી ને સગા ,સૌ અહીં તહીં છૂટતાં  ગયાં .

જિંદગી પાછી વળે ના ,શોધવું  કંઈ શક્ય ના .
પણ સ્મરણની આ સફરને પણ રોકવાનું શક્ય ના .

વિસરાયેલાં નામો અને કામો અને સંભારણાં.
કાં સાંભરી  આવે અચાનક જ્યમ ચમકતા તારલા ?

સાત વરસ ની ઉમ્રથી છૂટી ગયેલા મિત્ર કંઈ
ડોહોળાઈ ગયેલી યાદને ઝંખવાઈ ગયેલા ચિત્ર કંઈ

કંઈ કેટલી વાતો મધુરી કહેવાની યે રહી ગઈ ?
કેટલાય  હમ સફરની સફર અધુરી રહી ગઈ .

સાઠ  વટાવ્યા ,વાટમાં ત્યાં કોઈ અચનાક મળી ગયું
“કેટલા બદલાઈ ગયાં ?’ હૈયું વાલોવાઈ ગયું .

હાથ ઝાલી સ્મરણ નો ,ડગલી જરી પાછી ભરી .
જિંદગીની સાંકડી  શેરી તરફ દ્રષ્ટિ  કરી .

વાંકી ચૂંકી  ગલીઓ વટાવી ક્ષણમાં  બધું ખુંદી વળ્યાં.
આનંદછોળો પર મીઠી  યાદ નૌકા સરી રહી .
છૂટી ગયેલા મિત્રના ચિત્રો વળી તાજાં થયાં .
ખબર  પડી ના સાઠમાંથી સાતના ક્યારે થયા …

મેઘલતાબેન મહેતા


http://shabdonusarjan.wordpress.com/2011/01/04/%e0%aa%b8%e0%aa%be%e0%aa%a0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be/#respond

Entry filed under: અન્ય બ્લોગ ઉપરથી ગમે.

MAINTAIN AND UPDATE ASSET REGISTER OF FAMILY મેઘલતાબહેન મહેતા-સમય વીતી ગયો .. (via શબ્દોનુંસર્જન)


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other subscribers

Blog Stats

  • 67,652 hits

Top Clicks

  • નથી
જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

સંગ્રહ